Book Title: Jivvichar Prakaran
Author(s): Shantisuri, 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ થાય છે, અને તેનું સ્મરણ થાય છે. આ બધા પ્રયોગો તેમણે અનેક વનસ્પતિ ઉપર યંત્રો દ્વારા અજમાવ્યા છે. (વિશેષ જિજ્ઞાસુઓએ આખો લેખ વાંચવા જેવો છે.) હાલના જમાનામાં વિવિધ વૈજ્ઞાનિક અને તત્ત્વજ્ઞાનના ભારતીય ગ્રંથોના પઠન-પાઠન અને સંશોધન પ્રવૃત્તિ ઉપર, પરદેશીઓના હથિયારરૂપ બની દયાનંદ સરસ્વતીએ મોટો ફટકો મારીને ભારતીય પવિત્ર મહાસાહિત્યનો ભયંકર દ્રોહ કર્યો છે. દયાનંદ સરસ્વતીના વિચાર વાતાવરણના ઘડતરમાં આધુનિક શિક્ષણે જ પરિવર્તન આણ્યું હતું. વિદેશી સાહિત્યને સ્થાન આપવા માટે સ્વદેશી સાહિત્ય ઉપર અણગમો ઉત્પન્ન કરાવી દેવાના પ્રચારમાં અસાધારણ મદદગાર હોવાને લીધે સ્વામીજીને લોકપ્રિય અને રાજયમાન્ય કરવા વાદવિવાદમાં પરદેશી જજો આડકતરી રીતે તેનો પક્ષ લેનારા જણાયા હતા. કેટલાક પરચૂરણ ગ્રંથો આગળ કરીને ભારતીય શાસ્ત્રગ્રંથોની એક ઝપાટે નિંદા કરી છે, એકલા વેદને જ પ્રામાણિક માની “બધા ખોટા છે” એમ જોરશોરથી જાહેર કરી પ્રજાનું મન પ્રાચીન શાસ્ત્રો ઉપરથી ઉઠાડી નાંખ્યું, શ્રદ્ધા ડગાવી દીધી, આખો પ્રવાહ બદલી નાંખ્યો. જે ઇચ્છા-તેના નિબંધો ઉપરથી-લોર્ડ મેકોલેની હતી, તે સ્વામીજી મારફત ચાલાક વિદેશીઓએ પાર પાડી હતી. સ્વામીજીએ હથિયાર બની, તેનો અમલ કરી આપ્યો. આ દેશમાં દેશીઓ પાસેથી પોતાનું કામ લેવાની પરદેશીઓની અજબ યુક્તિ છે, તે સ્વામીજી સમજી ન શક્યા. એકલા વેદો ભણીને બેસી રહ્યું

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 154