________________
નાના અને બહુ સારી રીતે ગોઠવેલા લીવરના એક હાથે સાથે જોડવામાં આવે છે. લીવરનો બીજો એક લાંબો પાતળો સીધો લટકતો તાર હોય છે. પાંદડામાં એવી લગાર પણ ગતિ હોય કે-જે આંખે પણ દેખાય નહિ-તોપણ તે ગતિ આ રચનાથી લીવર દ્વારા તારમાં એટલા ગણી મોટી થાય છે, કે જેથી તે સ્પષ્ટ સમજી શકાય છે. તારની નીચેની અણીને જરાક વાળવામાં આવે છે. અને, તે વળેલી અણી એક મેશથી કાળા કરેલા કાચને અડકેલી રહે છે. એક બાજુથી તે તારને વિજળીક આંદોલનો આપીને ઇચ્છા મુજબ ગતિથી હલાવી શકાય છે. બીજી બાજુથી અમુક ચોક્કસ ગતિથી કાળો કાચ નીચે ઉતરે છે. જ્યાં અને જયારે કાચને અડકે છે, ત્યાં અને ત્યારે ઝીણું ટપકું મેશના ઊખડી જવાથી થાય છે.
આ તાર તે વનસ્પતિની કલમ, કાળા કાચ તે પત્ર, ને ટપકાઓ તે તેઓના અક્ષરો. આ નાજુક યંત્રથી વનસ્પતિની ગૂઢ હિલચાલો તથા હાવભાવો હજાર ગણા મોટા થાય છે. કમળનું ફૂલ કે કોબીની ગાંઠ આ જ લેખિનીથી પોતાનું આત્મવૃત્ત પ્રગટ કરી શકે છે. સ્નાયુમાત્રનું એ એક લક્ષણ છે કે, જ્યાં સુધી તે સજીવ હોય, ત્યાં સુધી એને વીજળીનો ધક્કો લાગતાં તે એકદમ સંકોચાય છે. વનસ્પતિમાં આવા આંચકા અને સંકોચો એટલા બારીક હોય છે કે, જે આ યંત્રથી વિપુલ થાય છે, ત્યારે જ તે પકડાય છે. આપણા સ્નાયુ જેમ મહેનતથી થાકી જાય છે, અને થાક ઊતર્યા પછી જ ફરી મહેનત કરી શકે છે, તેમ વનસ્પતિના સ્નાયુ પણ થાકથી સુસ્તી બતાવે છે, અને પૂરો આરામ મળ્યા પછી ક્રિયાવાનું થઈ શકે છે. વનસ્પતિને જ્ઞાનતંતુ છે, હૃદય છે, તેની વૃદ્ધિ