Book Title: Jivsamas Author(s): Amityashsuri Publisher: Jinshasan Aradhana TrustPage 15
________________ અનુવાદકીય નમે અરિહંતાણું આત્મ-કમલ-લબ્ધિ-વિક્રમસૂરીશ્વરજી સદ્ગુરુ નમઃ પડદ્રવ્યમય જગતમાં એક આત્મદ્રવ્ય જ જ્ઞાતા અને રેય સ્વરૂપે કહેવાય છે. તેનું કારણ એ છે કે તે જ્ઞાનમય છે, જ્યારે બીજા દ્રવ્ય ફક્ત રૂપે જ છે, પણ જ્ઞાતારૂપે નથી. આ જ્ઞાનગુણના જ કારણે આત્મા ચૈતન્યમય કહેવાય છે, જ્યારે બીજા દ્રવ્ય આ ગુણના અભાવે જડરૂપે કહેવાય છે. આ જ્ઞાનગુણ મતિ-શત-અવધિ-મન પર્યવ અને કેવલજ્ઞાનના ભેદે પાંચ પ્રકારે છે. તેમાં શ્રુતજ્ઞાન સિવાયના બીજા ચાર જ્ઞાન પદાર્થોને જાણી શકવા છતાં પણ બીજાને જણાવી ન શકવાના કારણે મુંગા કહેવાય છે અને શ્રુતજ્ઞાન બીજા આત્માઓને પદાર્થોનું સ્વરૂપ જણાવવાની ક્ષમતા ધરાવતું હોવાથી બેલનું કહેવાય છે. આ જ કારણે તે સ્વપર ઉપકારક કહેવાય છે, તે શ્રુતજ્ઞાનનાં ચૌદ લે છે, તેમાં ગણધર ભગવતે દ્વારા ગુંથાયેલ દ્વાદશાંગરૂપ અંગકૃત અને સ્થવિર ભગવંતે દ્વારા ગુંથાયેલ અનંગશ્રુત છે. - આ બન્ને પ્રકારનું શ્રત પૂર્વર્ષિઓ મુખપાઠ જ રાખતા હતા, અને શિષ્યને પણ મેઢેથી જ ભણાવતા હતા. પુસ્તકો તો કવચિત્ જ જોવામાં આવતા હતા, પરંતુ કાળપ્રભાવે જેની બુદ્ધિહીનતા તથા અનેક દુષ્કાળ પડવાના કારણે શ્રુતજ્ઞાનની વિકૃતિ થવા માંડી, આ કારણે મથુરા નગરીમાં તેમજ વલ્લભીપુરમાં સમસ્ત શ્રમણુસંધૂ એકત્રિત થઈ તત્કાલિન મુતની વાચના કરી પાઠેને સરખા કર્યા તેમજ પાઠભેદોને પણ...બેંધ્યા, આમાં મથુરાની વાચના માથરીવાચન અને વલ્લભીપુરની વાચના વાલીય વાચના તરીકે પ્રસિદ્ધ થઈ. આમ શ્રુતજ્ઞાનની બે પરંપરા ચાલી. વર્તમાન કાળમાં અને વાચનાનાં ગ્રંથની ઉપલબ્ધિ થાય છે, જેમકે અનુગદ્વાર વગેરે ગ્રંથ માથુરીવાચનાંતર્ગત ગણાય છે. જ્યારે જીવસમાસ તથા તિષકરંડક ગ્રંથ વાલીય વાચનાંતર્ગત ગણાય છે. એમાં જીવસમાસ ગ્રંથ અતિપ્રાચીન તેમજ પૂર્વધર મહર્ષિકૃત જણાય છે. ૨૮૬ આર્યાશ્લેક પ્રમાણ ગ્રંથ છે, પરંતુ કેટલીક પ્રતમાં જેમકે જેસલમેરના શ્રી જિનભદ્રસૂરિ સંસ્થાપિત તાડપત્રીય ભંડારમાંની બે તાડપત્રીય પ્રતે પૈકી એકમાં ૨૭૦ અને એકમાં ૨૯૧ શ્લોક છે આમ પ્રક્ષેપ ગાથાઓના કારણે ગ્રંથનું પ્રમાણ અનેક પ્રકારે જણાય છે. તેમજ જેસલમેરના વડાઉપાશ્રયનાં ભંડારમાં સંવંત ૧૪૯૯માં લખાયેલ હસ્તલિખીત સટીક પ્રત છે આ ગ્રંથ છે. વર્ષો પહેલા મૂળ અને મૂળશ્લેકનાં ભાષાંતરરૂપે પ્રગટ થયેલ હતે.. હજુ સુધી આ ગ્રંથની ટીકાનું સંપૂર્ણ ભાષાંતર પ્રગટ થયું ન હતું, આ ગ્રંથનું ભાષાંPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 356