Book Title: Jinmargnu Jatan
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 7
________________ IV તો જે કરે તેને જ ખબર પડે – તેવું સંપાદન-ચયનનું કામ છે. ઘણી વાર તો પ્રકાશન કરનારની સાહિત્યભક્તિ પણ કસોટીએ ચડતી હોય છે. નિીતીનભાઈને પણ આ વિશાળ લેખ-રાશિમાંથી વીણી-વીણીને સારપભર્યા લખાણો તારવવામાં જે દ્વિધા-નિશ્ચય-રોમાંચ અને પિતાશ્રીની વિવિધ શક્તિનાં દર્શન વગેરે-વગેરે તબક્કામાંથી પસાર થવાનું થયું છે, તે તેમના જીવનની સંભારણારૂપ ક્ષણો હતી. આપણે તો તૈયાર ભાણે ભાવતું ભોજન આરોગવાનું છે, વહેતા પાણીમાં મોં ધોવાનું છે. વિષયવૈવિધ્ય એટલું બધું છે કે જેને જેની રુચિ હોય તેને તે વિષયનું અહીં મબલખ મળી રહેશે. શ્રેષ્ઠીઓને, વહીવટદારોને અને સાધુસંસ્થાને પણ અવસર-અવસરે ચીમકી આપતા રહ્યા છે. જાગૃત પત્રકારનું કામ પણ આ જ જૈન' સાપ્તાહિક પત્રના માધ્યમથી શ્રી રતિભાઈની કલમ ઘડાઈ; તો રતિભાઈની કલમથી જૈન પત્ર પણ ઘડાયું છે, પંકાયું છે, પ્રશંસાયું છે અને પોંખાયું પણ છે. આજે જેન' જેવા પત્રની ખોટ સતત વરતાય છે. હજી સુધી કોઈએ જૈનની ખાલી પડેલી જગ્યાની પુરવણી કરી નથી ! આજે પણ, “કલ્યાણ”, “શાંતિસૌરભ' સિવાયનાં નાનાં-નાનાં ચોપાનિયાં સંઘની બજારમાં ફરે છે, પણ નથી તો તેમાં જૈન” જેવી નિયમિતતા કે નથી તો તેનું વ્યવસ્થિત માળખું દેખાતું. જ્યારે આવી કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હોય, ત્યારે તેને વખાણનારા કે વખોડનારા હોય જ છે, અને હોવા જ જોઈએ; તો જ એનું બેલેન્સ' રહે. પણ ખરી કસોટી તો કાળમહારાજ જ કરે છે. નબળું નકામું-નિઃસત્ત્વ આપમેળે જ ખરી પડે છે અને સત્ત્વવંત, સબળ, સપ્રાણ ટકી જાય છે એવો એક અફર નિયમ છે. આજે આટલાં વર્ષે ફરી જૈન’નાં પાનાં ઉપર અવતરેલાં એ અક્ષરોને વાંચતાં સમગ્ર ચિત્ર શેનું ઊપસે છે ? બધાં એકી અવાજે કબૂલ કરે છે કે એકાદ આવું પત્ર તો હોવું જ જોઈએ સંઘમાં. આજે બેફામપણે કે બે-રોકટોકપણે જેને જે ફાવે તેવી યથેચ્છ પ્રવૃત્તિઓ ચાલે છે; લગભગ “સ્વચ્છેદ' શબ્દ પ્રયોજવો પડે તેવી વૃત્તિ પ્રવૃત્તિની રેલછેલ જોવા-જાણવા મળે છે. ચારણી જ આજે ગાયબ છે ! જો કે સંઘ સ્વયં બળવંત છે; તે બળ ઉપર સંઘ ટકે છે – ટકયો છે. પણ તેની ઉપકારકતામાં ઓટ આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 501