Book Title: Jinmargnu Jatan
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 6
________________ ॥ નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે વિચારવલોણાના નવનીતને આવકારીએ વિચા૨-બીજનો અમૂલ્ય ખજાનો આજે આપણા હાથમાં આવ્યો છે. તેને ફળદ્રુપ જમીનમાં વાવવાથી અનેકગણો ફાલ ઊતરે તેવું લાગે છે. યુગને આગળ ધપાવવા માટે એ જ કામ લાગે છે. આ બધું લખાણ ભલે વર્ષો જૂનું કે યુગો જૂનું હોય, તો પણ તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે, જેટલું એ લખાણ થયું ત્યારે પ્રસ્તુત હતું. આમાં બધું જ છે. તે-તે કાળના જૈનયુગનું પ્રાયઃ સર્વાંગીણ પ્રતિબિંબ આ પાનાંમાં ઝિલાયું છે. કોઈ વિષયને તેઓ ન અડકવા હોય તેવું નથી બન્યું. આના દ્વારા તો શ્રી રતિભાઈની દૃષ્ટિ, સૂઝ અને જૈનસંઘના હિતની ચિંતાનાં પણ દર્શન થાય છે. કથા-લેખક તરીકે તો તેવા કસબી હતા જ, પણ વિચારક પણ હતા તે આનાથી જણાય છે. માણસ તો આમે અધૂરો જ રહ્યો છે. તેથી તેમની વિચારસરણી સાથે બધાં સંમત ન થાય તે સ્વાભાવિક છે. પણ વાચકની નજર માત્ર અનુક્રમણિકા ઉપ૨ ફ૨શે તો પણ તેને અંદાજ આવશે કે તેમના વિચારવિશ્વનો વ્યાપ કેટલો મોટો છે, તેમની નજર કયાં-કયાં પડી છે. દેશ-પરદેશના વિદ્વાનો, તેમની પ્રવૃત્તિથી લઈને કળા – પછી તે ચિત્રકળા, શિલ્પકળા કે છબીકળા હોય – બધાં જ ક્ષેત્રોને આવરી લેતી તેમની લેખિની અદ્ભુતોભયસંચરિષ્ણુ (નિર્ભય સંચારવાળી) છે તેવાં દર્શન અહીં પાનેપાને થાય છે. સારા-ખોટા બનાવોનાં લેખાં-જોખાં અહીં મળે છે. SAR આના વાચન માટે વાચન” શબ્દ ખૂબ સીમિત જણાય છે, પણ રીતસ૨નો અભ્યાસ માંગી લે તેવું આ પુસ્તક છે. ખાસ કરીને તો તેઓના સુપુત્ર શ્રી નીતીનભાઈએ ભારે જહેમત લઈને આ પિતૃઋણ ઉતાર્યું છે, તો સંઘ ઉપર ઋણ ચઢાવ્યું છે; એક ધૂળધોયાનું કામ કર્યું છે. આવાં કામ અતિશય ખંત-ધીરજ માંગી લેતાં હોય છે. આ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 501