Book Title: Jayanand Kevali Charitra
Author(s): Bhuvanvijay
Publisher: Jain Dharmopkaran Samstha

View full book text
Previous | Next

Page 462
________________ સોમા સ . ૪૩૭ ભાગવી તે કુમાર તીને નમસ્કાર કરવા જવાના બહાનાથી કચાંક ચાલ્યા ગયા છે, તેના આજ સુધી કાંઈ પણ ખબર આવ્યા નથી, તેથી તે રતિસુંદરી તેણીની માતા રતિમાલાના આ મહેલમાં રહી કળાના અભ્યાસમાં જ સમય નિ મન કરે છે; તેથી તેમાં કેઈપણુ પુરૂષને પ્રવેશ નથી.’” આ પ્રમાણે તેણીનું વૃત્તાંત સાંભળી સૂરદત્તે મનમાં વિચાર કર્યાં કે— “ હે! ! વેશ્યાના કુળમાં આવુ... શિળત્રત ?” એમ વિચારી તે અત્યંત આશ્ચય પામ્યા. પછી તે સૂરદત્ત રાત્રીને વખતે તેણીને કામની ઉત્પત્તિ કરવા માટે મેહક ગીતા ગાવા લાગ્યા તથા હંમેશા તે રતિસુંદરીને પ્રીતિ ઉપજાવવા માટે અપૂર્વ ફળ, પત્ર વિગેરે વસ્તુને સારી રીતે ઉત્તમ સંસ્કાર કરી મેકલવા લાગ્યા. રતિસુંદરી પણ તે વસ્તુના સંસ્કારાદિકથી ચમત્કાર પામવાને લીધે તે સ ગ્રહણ કરવા લાગી. ‘પ્રાયે કળા જાણનાર મનુષ્યા કળા જાણનારાએને અહુ માન આપે છે. ’ એક દિવસ તે સૂરદત્તે દાસીને પૂછ્યુ કે—“ મારા ગાયનને સાંભળી તારી સ્વામિની રતિસુ ંદરી હર્ષ પામે છે કે નહિ ? '' તેણીએ કહ્યુ` કે—“હ તા પામે છે, પણ પ્રશંસા કરતી નથી; કેમકે તે વિશેષે કરીને દેવ કે ગુરૂના ગાયન વિના બીજા કેાઈ પણ ગીતને વખાણતી નથી. તે સતીમાં ચુડામણીરૂપ તે રતિસુંદરી એકલા શૃંગારરસમય તમારા ગીતની પ્રશંસા કેમ કરે ? ” તે સાંભળી સૂરદત્ત મેલ્યા કે— “ હું ભદ્રે ! કામને પરિપૂર્ણ કરનારી અને ભામિની એવી તે તારી સ્વામિની કાઈ પ્રકારે મારાપર પ્રેમવાળી થાય તેમ તું કર. ” તે સાંભળી દાસી એલી કે—“આ ભવમાં તે તે કેઈપણ પરપુરૂષપર રાગ કરે તેવા સંભવ નથી, કેમકે સતીને સ્વપ્નમાં પણ પરપુરૂષપર રાગને લેશમાત્ર અંશ પણ હતેા જ નથી. ત્યારે સૂરદત્ત મેલ્યું કે— “ જો તે રીતે તારાથી ન બને તે મને કોઈ પણ પ્રકારે ત્યાં લઈ જા. ” તે ખેલી કે— “ પુરૂષવના ત્યાં પ્રવેશ જ નથી, માટે તે પણ બની શકે તેમ નથી. ’” તે સાંભળી સૂરદત્ત મૌન રહ્યો અને દાસી પેાતાને સ્થાને ગઈ. ત્યારથી આર‘ભીને સૂરદત્તને તેણીના સ`ગમ માટે અનેક ઉપાય વિચારતાં એક ઉપાય સ્મરણમાં આવ્યે કે—“ શ્રીજયાનંદ રાજાએ મને એક ઔષધિ આપેલી છે, તે વડે હુ. પેાતે સ્ત્રીરૂપ થઈને તેણીનું દર્શન તેા કરૂં. તેની પાસે જવાને! આ ઉપાય મારી પાસે છે. ” એ પ્રમાણે વિચાર કરી તેણે દાસીને કહ્યું કે—“ આવતી કાલે આકાશગામિની વિદ્યાવડે અનેક તીર્થાને વિષે શ્રીજિનેશ્વરાને વંદન કરવા માટે હુ જલદી જવાના છું. મારે એક પ્રિયા છે, તેણીના ક'ની મધુરતા પણ મારા જેવી જ છે, તે સુંદર રૂપવાળી, કળાનું સ્થાન અને મારા ઉપર અત્યંત સ્નેહવાળી છે, છતાં હુ' તેને અહીં ઘેર જ મૂકીને

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514