Book Title: Jayanand Kevali Charitra
Author(s): Bhuvanvijay
Publisher: Jain Dharmopkaran Samstha

View full book text
Previous | Next

Page 496
________________ ચૌદમે સગે. પણ વીર, સુંદર ભાવાળા, ઉત્તમ સંસ્થાનવાળા, સર્વ શુભ લક્ષણવાળા અને વિશ્વાસુ પરિવારવાળા તે વિશ્વપતિના કુમારો જાણે બીજા કાર્તિકસ્વામી હોય તેવા ઉત્કૃષ્ટ ઐશ્વર્ય વડે શોભતા હતા. પિતૃપાદની પદવીને આશ્રય કરીને રહેલા પુત્રો વડે તથા હજારો રાજાવડે પરિવરેલા તે શ્રીયાનંદ રાજા ઉદય પામેલા સૂર્યની જેવા શોભતા હતા. કેમકે તે રાજા સદા શુચિ ૩ પવિત્ર, જગતના કર્માના સાક્ષીભૂત, પાપને કે ક્ષય કરનાર, જડતાને " નાશ કરનાર, સર્વથા પ્રકારે દેશનો નાશ કરીને રહેનાર દેદીપ્યમાન સર્વ રાજાના છ જોતિષસમૂહની કાંતિના સ્વામી, પોતાના બળવડે દૈત્યોને ૮ દુષ્ટજનોને દીનતા આપનાર અને પાસે રહેનારા સેવકેવડે ૯ ઉત્કૃષ્ટ બળવાન હતા. આ રીતે તે રાજા સૂર્ય જેવા હતા; તે પણ તે રાજા ક્રૂર ઉગ્રતમ અજ્ઞાનને ગ્રાસ નાશ કરી સુર અને અસુરને દાસ જેવા કરતા હતા. (જો કે સૂર્ય કૂર એવા તમ એટલે રાહુને ગ્રાસ કરી શકતો નથી.) વળી તે રાજાનું તેજ કદાપિ અસ્ત પામતું નહોતું, પણ સૂર્યનું તેજ તે રાત્રિએ અસ્ત પામે છે. તે રાજા સદા એજનું એટલે બળે કરીને સહિત હતા, પણ સૂર્ય એજન્ એટલે વિષમ ૧• રાશિ સહિત સદા હોતા નથી. તે રાજા શુભ હતા, પણ સૂર્ય અશુભ ગ્રહમાં ગણાય છે. તે રાજાને દૈત્ય-રાક્ષસો-દુષ્ટજને પણ ઉપદ્રવ કરી શકતા નહોતા. પણ સૂર્યને ઉદય વખતે રાક્ષસોને ઉપદ્રવ હોય છે. તે રાજાને કર-વેરે સર્વને સુખકારક હતા. પણ સૂર્યના કર-કિરણો સર્વને સુખકારક હોતા નથી. તે સૂર્ય સ્થિર હોતો નથી. તે રાજાનું મંડલ ૧૧ કેઈથી ગ્રસ્ત થતુ નહોતું પણ સૂર્ય મંડળ રાહુથી ગ્રસ્ત થાય છે. તે રાજા ફરજનેથી પરાભવ પામતા નહોતા. પણ સૂર્ય કુર-રાહુથી પરાભવ પામે છે. તે રાજા તમનું.--અજ્ઞાનનું હરણ કરતા હતા. પણ સૂર્ય તમનું-રાહુનું હરણ કરી શકતો નથી. તે રાજા કમલાવલિ ૧૨ રહિત એવા કુવલયને ૧૩ વિકસ્વર કરતા હતા. પણ સૂર્ય ૧૪ કમલાવલિને વિકસ્વર કરે છે, પણ કુવલયને ૧૫ વિકસ્વર કરતો નથી. તથા તે રાજાને ઉગ્ર પ્રતાપ ચોતરફ પ્રસરતો હતો, તો પણ તે અત્યંત શીતળ હતો. જ્યારે સર્યને પ્રતાપ શીતળ હોતા નથી. ૧ આધકાર હોદ્દો. સર્વપક્ષે માર્ગ આકાશ. ૨ સૂર્યપક્ષે કિરણો. ૩ સૂર્યનું નામ જ છે. ૪ સર્યક્ષે અંધકાર. ૫ સૂર્યપક્ષે ઠંડી. દ સૂર્યપક્ષે દોષા-રાત્રિ. ૭ પક્ષે રાજા-ચંદ્ર અને ગ્રહાદિક જ્યોતિષી. ૮ સૂર્ય ઉદય પામતી વખતે યુદ્ધ કરી રાક્ષસને જીતે છે. ૯ સૂર્યના પરિપાશ્વિક દે. ૧૦ એક, ત્રણ, પાંચ વિગેરે એકી રાશિ. ૧૧ દેશ, પરિવાર વિગેરે. ૧૨ લક્ષ્મીની શ્રેણિ. ૧૩ પૃથ્વીવલય. ૧૪ કમળની શ્રેણિને ૧૫ પોયણા–રાત્રિવિકાસી કમળ.

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514