Book Title: Jayanand Kevali Charitra
Author(s): Bhuvanvijay
Publisher: Jain Dharmopkaran Samstha

View full book text
Previous | Next

Page 501
________________ ૪૭૬ શ્રી જયાનંદ કેવળી ચરિત્ર તથા તમારી પહેલી પ્રિયા આ ભવમાં રાજાએ ગ્રહણ કરેલી ગણિકાની પુત્રી થઈ. એટલે કે નીચ કુળ પામી, અને બીજી પ્રિયા તેના પિતાએ આપેલા વિષને પ્રયોગથી અંધ થઈ ગઈ. તે કર્મને અલ્પકાળમાં ક્ષય થવાથી અને પુણ્યને ઉદય થવાથી દિવ્ય ઔષધિની પ્રાપ્તિને લઈને તમારી જેમ તે પણ સજજ નેત્રવાળી થઈ તમારી પ્રિયાએ ભિલ્લને આપવાનું જે વચન મુનિ પ્રત્યે કહ્યું હતું, તે વખતે તમે નિષેધ કર્યો નહતું તેથી તમારે એક દિવસ ભિલ થવું પડ્યું અને ભિલ્લપણામાં ભિલ્લની બુદ્ધિથી જ તમને વિજય સુંદરીના પિતાએ તેણીને આપી. તે બને પ્રિયાએ પૂર્વભવના પ્રેમને લીધે આ ભવમાં પણ તમને જ પતિપણે ઈચ્છયા અને તમને પરણી. - હવે હે રાજા ! તમારા કાકાના પુત્ર સિંહસારના પૂર્વભવની હકીકત કહું છું, તે સાંભળો–“તે પૂર્વભવે નરવીર રાજાને વસુસાર નામે પુરોહિત હતા. તે કલમ હેવાથી તમે સર્વ જન સમક્ષ તેને તિરસ્કાર કર્યો હતો, અને રાજાએ તેને દેશમાંથી કાઢી મૂક હતો. તે ચિરકાળ સુધી ઘણા માં ભમી કેઈક જન્મમાં પરિવ્રાજક થઈ મરીને જોતિષીમાં દેવ થયા. ત્યાંથી વી પાપાનુબંધી પુણ્યના ઉદયથી તમારા કાકા શ્રી જયરાજાનો પુત્ર સિંહસાર નામે તમારે બંધ થયે. તમે પૂર્વે મંત્રીના ભાવમાં રાજાને કહ્યું હતું કે –“આ ચંડાળની રથે તમારે સંગ કરે એગ્ય નથી.” એ શબ્દથી બાંધેલા કર્મને લીધે તમારા ઉપર તેણે આ ભવમાં તેવા જ દેશને આરેપ કર્યો, પરંતુ પૂર્વભવના અને આ ભવના સત્કર્મના ઉદયથી તમને આપેલું ચંડાળપણાનું કલંક છેટું હોવાથી અલ્પકાળમાં નષ્ટ થયું. પૂર્વભવમાં કૌલાદિક ધર્મના અભ્યાસથી તે સિંહસારને જીવ નિંદનીય આચરણ કરવામાં અત્યંત ઉદ્યમી હતા, તેથી આ ભવમાં પણ સિંહસાર સ્વભાવે અત્યંત કૃર થયો. તેમજ અત્યંત માયાવી, સર્વ દેષને ધારણ કરનાર, નિર્ગુણ, નિર્દય, ક્રોધી, પગલે પગલે પિતાના આત્માને જ કલેશ ઉપજાવનાર, અન્યાયી, દુર્ભાગી, પાપબુદ્ધિવાળો, નિરંકુશ ધર્મનો દ્વેષી અને વિશેષે કરીને જૈનધર્મનું નામ સાંભળવાથી પણ ઈર્ષાને ધારણ કરનાર અધર્મને પક્ષપાત કરવામાં જ હર્ષવાળો અને અધર્મનું જ પ્રતિપાદન કરનાર છે. તે સિંહસાર ઉપર તમે સ્થાને સ્થાને વારંવાર ઘણે ઉપકાર કર્યો હતો. તે પણ પૂર્વભવના વેરને લીધે તે તમારા પર અંતઃકરણથી ઠેષ જ ધારણ કરતા હતા. તેથી જ આ ભવમાં તે દુરાત્માએ તમારાં ને લઈ લીધાં અને પાપકર્મ બાંધ્યું. હે રાજા! આ પ્રમાણે પુણ્ય અને પાપના ફળને સ્પષ્ટ રીતે જણાવનારૂં પૂર્વભવનું

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514