________________
યૌદમે સગર :
૪૦ રીતે સર્વ શુદ્ધ વ્યવહારાદિકને જે આત્મહિતના અર્થી જ કરે તો તેઓ પરિણામે ઈષ્ટ ફળને પામે છે, કેમકે કલ્પવૃક્ષની જેવા તે વ્યવહારાદિકથી જ તેવાં ઈષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. પાંચ ઇંદ્રિના જે વિષય તે કામનું સ્વરૂપ છે. તે વિષમ અને ભયંકર છે. તેને તજવા તેજ દુષ્કર છે. સર્વ વિષયમાં પણ સ્ત્રી સાથેને વિષય અતિ સ્તર છે. કહ્યું છે કે
“જે મનુષ્ય મોક્ષની ઈચ્છાવાળા, સંસારથી ભય પામેલ અને તેથી કરીને જ ધર્મના આરાધનમાં તત્પર રહેલું હોય, તે મનુષ્યને જેવી મનોહર સ્ત્રી તજવી મુશ્કેલ છે, તેવું આ જગતમાં બીજું કાંઈ મુશ્કેલ નથી. તેથી જે મનુષ્ય તે સ્ત્રીના સંગને તજે છે, તેને બીજા વિષયે સુખે કરીને તજવા લાયક થાય છે. કેમકે મહાસાગરને તર્યા પછી શું બીજી સર્વે નદીઓ સુખે તરવા લાયક થતી નથી ? સુખે કરીને જ તરી શકાય છે.” આ પાંચ પ્રકારનું કામ જ આત્માનું હિત ઈચ્છનારા જનેએ તજવા લાયક છે. કેમકે આ કામને જ પંડિતે શલ્યાદિકની ઉપમા આપે છે. તે વિષે કહ્યું છે કે –
કામ જ શલ્ય રૂપ છે, કામ જ વિષ સમાન છે, અને કામ જ આશીવિષ સર્પ જેવો છે. કામની પ્રાર્થના કરનાર મનુષ્ય તે કામને પ્રાપ્ત કર્યા વિના જ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. આ પ્રમાણે કામની પ્રાર્થના પણ મહા દુર્ગતિના દુઃખને આપનારી થાય છે એમ સિદ્ધાંતમાં કહ્યું છે, તેથી ડાહ્યા પુરૂષોએ તેને ત્યાગ કરે તે જ ઉચિત છે. જે બુદ્ધિમાન જને કામસેવાને ત્યાગ કરી શ્રીજિનેશ્વરદેવના ઉપદેશેલા ધર્મને જ સેવે છે, તથા જેઓને તત્ત્વની જ સ્પૃહા છે, તેઓને જ આ પૃથ્વીતળમાં ધન્ય છે. તત્ત્વને જાણનાર ગૃહસ્થ પુત્રાદિક પામવાની ઈચ્છાથી જ પર્વના દિવસોમાં બ્રહ્મચર્યને પાળી આસક્તિ વિના જ કામને સેવે છે. કહ્યું છે કે –
તત્વને જાણનાર પાવક તીવ્ર અભિલાષાનો ત્યાગ કરી તથા પાંચ તિથિઓમાં બ્રહ્મચર્યનું પાલન કરી પરિમિત દિવસેને વિષે જ પાંચ પ્રકારના વિષયસુખને ભોગવે છે.” આ શાસ્ત્રના વચનમાં કોઈ શંકા કરે કે
દિવસે મૈથુન સેવવાની અત્યંત નિંદા કરી છે, તે “દિવસોને વિષે એમ કેમ કહ્યું? ' આ શંકાને ઉત્તર એ છે જે–અહીં દિવસ શબ્દનો અર્થ રાત્રિદિવસ રૂપ આઠ પહોર એવો છે. જેમ પર્યુષણા કલ્પમાં “છઠ્ઠી ઉજળ” એ શબ્દ લખી છઠને દિવસે તીર્થકરનું ચ્યવન અને જન્મ થવાનું લખે છે. તે ચ્યવન અને જન્મ મધ્ય રાત્રિએ જ સંભવે છે. તેની જેમ અહીં પણ જાણવું.”
જિક-૧