Book Title: Jayanand Kevali Charitra
Author(s): Bhuvanvijay
Publisher: Jain Dharmopkaran Samstha

View full book text
Previous | Next

Page 510
________________ ચૌદમે સગ. ૪૮૫ શ્રતને અભ્યાસ કરતાં થોડા જ સમયમાં બાર અંગ ભણી ગયા, નિઃસંગ ચિત્તવડે પાંચે સમિતિને પાળતા, ત્રણે ગુપિવડે ગુણ, ક્ષણે ક્ષણે પ્રમાદ રહિત, મમતાથી મુક્ત, કષાય વર્જિત, સાધુના સદ્ગુણવડે અલંકૃત, શડતા રહિત, તપનું સ્થાન, અને યતનાને વિષે અત્યંત તત્પર એવા તેમને એગ્ય જાણુને ગુરૂએ સૂરિપદ આપ્યું. પછી પ્રશસ્ત બુદ્ધિવાળા, વિવિધ પ્રકારના અતિશયુક્ત, છત્રીશ ગુણોની ખાણ, અને અતિચાર રહિત ચારિત્રનું પાલન કરનારા શ્રીજયાનંદસૂરિએ ગુરૂની આજ્ઞાથી સાધુઓને શ્રુતજ્ઞાન ભણાવતાં લાંબાકાળ સુધી પૃથ્વીતળપર વિહાર કરી તેને પવિત્ર કર્યું. - એક વખત શ્રીજયાનંદસૂરિ મહોત્સવ સહિત ગુરૂમહારાજ શ્રી ચક્રાયુધસૂરિને વંદન કરવા આવ્યા. તે વખતે ચાર જ્ઞાનને ધારણ કરનાર ગુરૂમહારાજ શ્રી ચકાયુધ સૂરીશ્વરજી વિહારના અનુક્રમે લક્ષમીપુર નગરની નજીક આવેલા કે ઈશાખાપુરમાં રહેલા હતા. તેમણે પિતાના આયુષ્યને અંત સમીપ જાયે, તેથી તેમણે રાજર્ષિ શ્રી જયાનંદ સૂરિરાજને ગચ્છ ભાર સોંપી ગણધર પદવી આપી. અને પોતે કઈ નજીકના તીર્થે જઈ શિષ્ય અને ઉપધિના પરિગ્રહને પણ ત્યાગ કરી–સિરાવી પાદપપગમન અનશન સ્વીકાર્યું, ત્રીશ દિવસે તેમના સમગ્ર કર્મના કિલષ્ટ બંધનને ક્ષય થયે, એટલે તત્કાળ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અંતકૃત કેવળીપણે તેઓ મુક્તિને પામ્યા. તે વખતે પાસે રહેલા દેવતાઓએ ગીત અને સંગીત સહિત લાખે દિવ્ય વાજિંત્રીના નાદવડે તેમને નિર્વાણ મહોત્સવ કર્યો. આ હકીકત સાંભળી શ્રીજયાનંદસૂરિને ઉત્કટ અને અપ્રતિપાતિ વૈરાગ્ય ઉત્પન્ન છે. તેથી તત્કાળ તેઓ પર્વતના દુર્ગ જેવી ક્ષપકશ્રેણિપર આરૂઢ થયા. અને શત્રુના સર્વ સિન્યને જીતે તેમ સમગ્ર વિશ્વને જીતનારા તેમને ચાર કર્મ ઉપર સંપૂર્ણ જય મેળવ્યો, અને સર્વ રાજર્ષિઓના મહેંદ્રરૂપ તેમને સારભૂત વસ્તુની જેમ લેક અને અલેકના અગ્રભાગ પર્યત પહોંચે તેવું અનંત અને ઉજવળ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે વખતે તેમના મહિમાથી આકર્ષાઈને આવેલા ઘણા વૈમાનિક દેવેએ એકઠા થઈ તેમના કેવળજ્ઞાનની ઉત્પત્તિને મહોત્સવ કર્યો. પ્રથમ તે દેવોએ હજાર પાંખડીવાળું સુવર્ણનું મોટું દિવ્ય કમળ વિકુવ્યું. અને તેની ઉપર શ્રીજયાનંદ કેવલી ભગવંતને બેસાડ્યા, પછી તે શ્રીજયાનંદ કેવળજ્ઞાની ભગવંતને નમસ્કાર કરી સર્વ દેવો અને બીજા આવેલા નગરજને યથાગ્ય સ્થાને તેમની સન્મુખ બેઠા. એટલે તે શ્રી જયાનંદ કેવળજ્ઞાની ગુરૂમહારાજે તેમની પાસે ભવ્ય પ્રાણીઓના અનુગ્રહને માટે રસિક દષ્ટાંતિ, હેતુઓ અને યુક્તિના સમૂહવડે સારભૂત દાનાદિક ચાર પ્રકારના ધર્મને ઉપદેશ આપે. [ S&તી STT

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514