Book Title: Jayanand Kevali Charitra
Author(s): Bhuvanvijay
Publisher: Jain Dharmopkaran Samstha

View full book text
Previous | Next

Page 502
________________ થૌદમે સગે. વૃત્તાંત સાંભળી તેને હૃદયમાં ધારણ કરી સદા ધર્મને વિશે ઉદ્યમ કરે તેજ ચોગ્ય છે. તમે અને અમે પૂર્વભવમાં શ્રદ્ધા સહિત અત્યંત શુદ્ધ જૈનધર્મનું આરાધન કર્યું હતું, તેથી જ આપણે આ ભવમાં પુણ્યાનુબંધી પુણ્યવાળા થયા છીએ.” આ પ્રમાણે શ્રીગુરૂમહારાજે કહેલા સર્વ વૃત્તાંતને સાંભળી તે પૂર્વભવની સ્થિતિને મનમાં ધારણ કરવા માટે શ્રીજયાનંદ વિગેરે સર્વે એક ક્ષણવાર મૌનપણે રહ્યા, તેટલામાં તેઓ સર્વે લઘુકમ હોવાથી તત્કાળ જાતિસ્મરણજ્ઞાન પામ્યા, એટલે તે પૂજ્ય ગુરૂમહારાજને તેઓએ કહ્યું કે – હે પ્રભુ! તમારું વચન સત્ય છે. અમને હમણાં જાતિસ્મરણ જ્ઞાન થયું છે, તેથી અમે તે સર્વ વૃત્તાંત આપે કહ્યા પ્રમાણે જાણી શકીએ છીએ. હે પ્રભુ ! પુર્વભવમાં અમે જે ભવસ્થિતિ અનુભવી છે, તેજ પ્રમાણે તમે કહી છે, અને તે અમે અત્યારે જાતિસમરણથી જોઈએ છીએ.” ફરીથી શ્રીજયાનંદ રાજાએ મસ્તક નમાવી નિર્મળ ચિત્તવડે ગુરૂમહારાજને પૂછયું કે –“હે ભગવાન! હે સદ્ગુરૂ! મારા પિતા અને મારા કાકાએ જે દિવસે દીક્ષા લીધી છે ત્યારપછી તેમનો જે વૃત્તાંત હોય તે કહે અને હવે પછી તેમની કેવી કેવી ગતિ થશે તેનો તથા તેમનો એક્ષપ્રાપ્તિ થતા સુધીનો વૃત્તાંત કહે.” આ પ્રમાણે શ્રીજયાનંદ રાજાએ પૂછવાથી ગુરૂ મહારાજ સ્નેહથી બોલ્યા કે– - “હે રાજેન્દ્ર સાંભળો. તમારા પિતા અને તમારા કાકાએ જે દિવસે દીક્ષા ગ્રહણ કરી ત્યારથી તેઓ ગુરૂની સાથે વિચારવા લાગ્યા. બાર વર્ષ સુધી અભ્યાસ કરી ગ્રહણું અને આસેવના એ બન્ને પ્રકારની શિક્ષામાં નિપુણ થયા. મૃતપાઠ અને પ્રત્યુપેક્ષા વિગેરે ક્રિયામાં સમગ્રપણે કુશળ થયા. સર્વ શ્રતને અર્થ ગ્રહણ કરી તે બને ઉત્તમ વ્રતનું પાલન કરતાં હતા જિનશાસનમાં નિપુણ થયા. અતિચાર રહિત ચારિત્ર પાળવામાં તત્પર એવા તે બને ચિરંતન મહર્ષિએ ચિરકાળ સુધી ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ કરવા માટે પૃથ્વી પર વિચર્યા. ગુરૂની આજ્ઞા પાળવામાં તત્પર, નિરંતર શુદ્ધ સાધુની ક્રિયા કરવામાં આસક્ત, ગુરૂની ભક્તિ કરવામાં અત્યંત મગ્ન, ક્ષુલ્લક સાધુઓ ઉપર વત્સલતા રાખનારા, વૃદ્ધ મુનિઓને વિનય કરનારા, સાધુઓને વિષે પ્રેમવાળા, વૈયાવૃત્ય કરવામાં ઉત્સાહી, નિત્ય તપસ્યા કરવામાં તત્પર, સાધુના સત્તાવીશ ગુણે કરીને સહિત, સમતાને ધારણ કરનારા, ઇદ્રિનું દમન કરનારા, રાગ દ્વેષથી રહિત, ઉદાર આશયવાળા, પૃહારહિત, મમતા રહિત, ગ્રામ કે ઉપાશ્રય વિગેરે સ્થાનમાં પ્રતિબંધ રહિત, પિતાના શરીરની પણ સારસંભાળ નહિ કરનારા, માયાથી મુક્ત થયેલા, માનને ત્યાગ કરનારા, પરીષહ અને 1 tત - KSOS

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514