Book Title: Jayanand Kevali Charitra
Author(s): Bhuvanvijay
Publisher: Jain Dharmopkaran Samstha

View full book text
Previous | Next

Page 494
________________ કરંટ ચૌદ સ. , પછી તે રાજાએ નગરમાં ચારેતરફ સર્વ જનને અને પિતાની અંતઃપુરની સ્ત્રીઓ વિગેરે સર્વેને હર્ષથી શ્રીગુરૂનું આગમન જણાવ્યું. અને તેઓ ત્યાંથી જ તત્કાળ પ્રતિબંધ પામેલા પિતાના કાકા શ્રીજય તાપસને આગળ કરી, સાથે આવેલા સર્વ જન સહિત સમગ્ર સૈન્ય અને સર્વ સમૃદ્ધિની શોભાના સમૂહવડે દેદીપ્યમાન જાણે દેવેંદ્ર હોય એમ શોભતા છતાં ચંપક ઉદ્યાનમાં આવ્યા. દૂરથી ગુરૂનું દર્શન થતાં જ તેમણે વિધિથી ગુરૂને ફેટાવંદન કરી, પાંચ પ્રકારના અભિગમ સારી રીતે જાળવ્યા. પછી ગુરૂની સમીપે આવી તેમને ત્રણ પ્રદક્ષિણા કરી. ઘણા ગુણવાળા શ્રી ગુરૂને, તેમના પરિવારને મુનિઓને અને શ્રીવિજય રાજર્ષિ વિગેરેને વિધિપૂર્વક વંદના કરી. પછી સંસારના અપાર પાપને પાર પમાડે તેવી ગુરૂની સ્તુતિ કરીને તે પૃથ્વીંદ્ર એગ્ય સ્થાને આસન વિના પૃથ્વી પર જ બેઠા.. એટલે શ્રીગુરૂ મહારાજે ધર્મલાભની આશીષવડે તે રાજાને, તેના કાકાને અને બીજા સર્વ પરિવારને હૃદયમાં આનંદ પમાડયો. પછી શ્રીગુરૂએ પિતાની ધર્મદેશનાની વાણીના સારભૂત અમૃતના વરસાદવડે આગળ રહેલા વૃક્ષની જેમ તે રાજાદિક સર્વને ઉત્પન્ન થતા પુણ્યરૂપી નવપલ્લવવડે વિકસ્વર કર્યા. તે વખતે મને હર, શાંત અને સર્વ રસવાળી તેમની દેશનાબે હૃદયવડે આલિંગન કરી કયા મનુષ્ય મહા આનંદનું સુખ પ્રાપ્ત ન કર્યું? તેમની દેશના સાંભળી ઘણું ભવ્ય પ્રાણી પ્રતિબંધ પામ્યા, એટલે ત્યાં જ કેટલાકે હર્ષથી પોતપોતાના કર્મની લઘુતા પ્રમાણે મોટા ભાવપૂર્વક સમકિત સહિત બાર વ્રતો અંગીકાર કર્યા, કેટલાકે મહાવતે ગ્રહણ કર્યા, અને કેટલાકે સમક્તિનો જ આદર કર્યો. તે ગુરૂમહારાજની ધર્મદેશનાથી પહેલેથી જ પ્રતિબંધ પામેલા શ્રી રાજર્ષિ શ્રીનદીક્ષા ગ્રહણ કરવા તૈયાર થયા; અને તેમણે દઢ વૈરાગ્યના રંગવડે પિતાના ભત્રીજા શ્રીયાનંદ રાજાએ કરેલા મહત્સવપૂર્વક સંસાર માર્ગના ભયને નાશ કરનાર સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કર્યું. પછી તે શ્રીય રાજર્ષિ ગુરૂની વાણીવડે શ્રીવિજય મહર્ષિની સાથે રહી ગ્રહણ અને આસેવના નામની બન્ને પ્રકારની શિક્ષા ગ્રહણ કરવા લાગ્યા. પછી અનુક્રમે ગુણના નિધાનરૂપ શ્રીગુરૂમહારાજને, પિતા મહર્ષિને, કાકા રાજર્ષિને તથા તેમના પરિવારમાં રહેલા બીજા મુનિઓને વંદના કરી અત્યંત આનંદથી તેમની રજા માગી અંતઃકરણમાં હર્ષ પામતા શ્રીજયાનંદ રાજા પરિવાર સહિત પિતાના મહેલમાં ગયા. શ્રીજયાનંદ રાજા દક્ષિણાર્ધ ભારતના ત્રણ ખંડના અખંડ સામ્રાજ્યનું પિતાના

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514