Book Title: Jayanand Kevali Charitra
Author(s): Bhuvanvijay
Publisher: Jain Dharmopkaran Samstha

View full book text
Previous | Next

Page 493
________________ શ્રી જ્યાનંદ કેવળ ચરિત્ર તે નદી સૂકાઈ જાય તે તે અંકુરા ક્યાં સુધી પૃથ્વી પર રહી શકે?” તેથી કરીને હે. તાત! એક દયાનું જ સમ્યક્ પ્રકારે પાલન કરે. આ પંચાગ્નિ તપને વિષે તે દયાને લેશ પણ જણાતો નથી; કેમકે પહેલા અગ્નિકુંડમાં જે મોટું લાકડું છે, તેની અંદર સર્પિણી સહિત એક મોટે સર્પ બળે છે, તે તમે પ્રથમ જોઈ ખાત્રી કરે. પછી બીજા, ત્રીજા અને ચોથા અગ્નિકુંડમાં પણ કાષ્ટની અંદર રહેલા અનુક્રમે કાકડા, ઉધેઈ અને દેડકીઓ છે તે જુઓ.” આ પ્રમાણે કહીને શ્રીજયાનંદ રાજાએ તેમને અગ્નિના તાપથી અત્યંત દુઃખી થતા સર્પાદિક કાન્ટમાંથી કાઢીને દેખાડ્યા અને તે રાજર્ષિ આ પંચાગ્નિની તપસ્યામાં પ્રાણીઓની પીડાના સ્થાનરૂપ હિંસાને જ સાધતા હતા એમ તેમણે પ્રત્યક્ષ દેખાડી આપ્યું. પછી પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાચેને વિષે હેતુ, દષ્ટાંત, યુક્તિ અને આગમવડે પ્રગટ રીતે સજીવપણું સિદ્ધ કરી બતાવીને કહ્યું કે–“હે તાત! તે સ્થાવર જીવોની તે આ પંચાગ્નિ તપમાં પારાવાર હિંસા થાય છે. તે હિંસા તત્વને અને અતત્ત્વને વિવેક કરનારા તમારી જેવા પૂજ્યને હિતકારક નથી.” આ પ્રકારનાં શ્રીજયાનંદ રાજાનાં વચન સાંભળી શ્રી જય નામના તે તાપસ રાજર્ષિ પ્રતિબોધ પામ્યા. “પ્રાચે કરીને મહાપુરૂષોનું વચન ગ્રહણ કરવા લાયક જ હોય છે, તેથી તે નિષ્ફળ થતું નથી.” “શું અમૃતના મેઘની ધારા કદાપિ કોઈપણ ઠેકાણે નિષ્ફળ થાય છે?” તે રાજેદ્રનાં વચનવડે પહેલેથી જ સંસારપર ઉદ્વેગને ધારણ કરનારા તે શ્રી જય નામના શ્રેષ્ઠ તાપસે શુદ્ધ ધર્મરૂપ વૃક્ષના મૂળરૂપ સમ્યક્ત્વને અંગીકાર કર્યું, અને મહાસાત્વિક એવા તે નિઃસ્પૃહપણાને લીધે તત્કાળ તાપસી દીક્ષાને ત્યાગ કરી મુનિમણું અંગીકાર કરવા માટે ઉત્કટ ઈચ્છાવાળા થયા. પછી શ્રીજયાનંદ રાજાને તેઓ કાંઈક કહેતા હતા, તેવામાં વનપાલકે ત્યાં આવીને શ્રીગુરૂમહારાજ પધાર્યા છે એમ નિવેદન કર્યું. “કયે સ્થાને કયા ગુરૂ પધાર્યા છે?” એમ રાજાએ તેને પૂછયું, એટલે તે ગૌરવ સહિત બોલ્યો કે “હે ધરાધીશ! આ નગરની પૂર્વ દિશામાં રહેલા ચંપક નામના ઉધાનને વિષે નામ અને અર્થવડે પ્રસિદ્ધ એવા આગમસાગર નામના સૂરીશ્વર પધાર્યા છે. તેમની સાથે સારભૂત પાંચસો મુનિએને પરિવાર છે, તે તપના નિધાન છે અને તેમની સાથે શ્રી વિજય રાજર્ષિ પણ આવેલા છે.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી શ્રીજયાનંદ રાજા અત્યંત હર્ષિત થયા. તેથી તત્કાળ તેને સારી રીતે પારિતોષિક આપી અત્યંત સંતુષ્ટ કર્યો. S\\\\\li'હે

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514