________________
૪૭૨
શ્રી જયાન' કેવળી ચરિત્ર તે શ્રીજયાનંદ રાન્તના શરીરની ઉંચાઈ સે ધનુષ હતી, તેમના શરીરના વણુ સુવર્ણ જેવા હતા, તેમનું બે લાખ પૂર્વીનું આયુષ્ય હતું, તે સદા આનંદમાં રહેતા હતા, તેમનુ શરીર નીરોગી હતુ, તેએ ન્યાયરૂપી માણિકયને ધારણ કરતા હતા, રાજ્યની સુવર્ણ મુદ્રાએ કરીને વિભૂષિત હતા, પૂના પુણ્યથી અને દેવેાની સહાયથી તેમના કલ્યાણરૂપી કલ્પવૃક્ષ નિર'તર વિકસ્વર રહેતા હતા, અને તેએ શ્રીમાન સુવિધિનાથ તીર્થંકરના શાસનનેા ઉદ્યોત કરવામાં સૂર્ય સમાન હતા. આવા તે શ્રીજયાનંદ રાજાધિરાજ હર્ષોંવડે પૃથ્વીનું રાજ્ય કરતા હતા.
A
તેમણે દુ:ખી, અનાથ અને દીનજનેાને દાન આપવા માટે સ્થાને સ્થાને દાનશાળાઓ કરીને મનેાહર એવા દાનમડપેા કરાવ્યા હતા. તેમાં દરેકને દાન આપવામાં આવતાં હતાં, સુવાને માટે સ્થાનેા અપાતાં હતાં, અને પરદેશથી આવતા અનેક લેાકેાને સાષ આપવામાં આવતા હતા. તે રાજાએ અરિહંતને વિષે ભક્તિ હાવાથી દરેક ગામ અને દરેક નગર વિગેરે સ્થાનામાં જાણે પ્રત્યક્ષ પુણ્યના રાશિ હાય એવા ઉજ્વળ શ્રીજીનેશ્વરદેવના ભવ્ય પ્રાસાદો-દેહરાસરા ભક્તિથી કરાવ્યાં હતાં, અને તેમાં પેાતાના પાપસમૂહને દૂર કરવા માટે અરિહતાની કરાડો પ્રતિમાએ ભરાવીને પ્રતિષ્ઠા વિધિ કરવાપૂર્વક સ્થાપન કરી હતી. તે પ્રતિમાઓની નિત્ય પૂજા વિધિ કરવા માટે તે રાજાએ ઉદ્યાન, વાવ, ગામ, ગરાસ વિગેરે વિવિધ સાધના કરી આપ્યાં હતાં,
જેમ સૂર્ય અંધકારને દૂર કરે તેમ તે રાજાએ દેશમાંથી દુઃખના સ્થાનરૂપ સાતે વ્યસનાને દૂર કર્યાં હતાં, તથા તેજને પામેલા તેમણે ચંદ્રની જેમ ખીજા રાજાઓને નિસ્તેજ કર્યા હતા. સદા અનવદ્ય । નવા યૌવનવાળી, ૨ આચ, ૩ આદરવાળી, અને પ્રૌઢ પરણેલી એવી જાણે સ્ત્રી હોય તેમ પૃથ્વીને વશ કરી કૃતજ્ઞ પુરૂષોમાં મુગટ સમાન તે રાજાએ તેને ભાગવીને અત્યંત સુખી કરી હતી.
એક દિવસ હર્ષોંથી જેના મનની રૂચી ધ્રુઢીપ્યમાન થઈ હતી એવા ઉદ્યાનપાલકે હજારા રાજાએથી શેાલતી શ્રીજયાનંદ પૃથ્વીપતિની સભામાં આવી સજન સમક્ષ તે રાતધિરાજને ભક્તિથી પ્રણામ કરી બે હસ્તકમળની અંજલિને મસ્તકપર તિલકરૂપ કરી વિનતિ કરી કે
* હુજારા રાજાએથી સેવાયેલા અને દ્વિવ્ય સમૃદ્ધિને ધારણ કરનારા હૈ સ્વામી !
૧ દોષરહિત સ્ત્રી તથા પૃથ્વી. ૨. ધાન્ય, ફળ વગેરે ઉત્પન્ન કરે તેવી પૃથ્વી. ૩ સ્ત્રી વિશિષ્ટ રૂપવાળી અને પૃથ્વી સમૃદ્ધિવાળી. ૪ ઘન-નિવિડ એવી પૃથ્વી.
YRO
Main