Book Title: Jayanand Kevali Charitra
Author(s): Bhuvanvijay
Publisher: Jain Dharmopkaran Samstha

View full book text
Previous | Next

Page 480
________________ ચૌદમે સ. - નગરથી સર્વે રાજસમૂહ તથા પરિવારજનો વિનયપૂર્વક પ્રણામ કરી બે હસ્તકમળને અંજલિરૂપ કરી નમ્રપણે વિનતિ કરે છે કે– હવે આપ આર્યજનને હિતકારક એવા આ સમગ્ર કાર્યને ધ્યાનમાં લે. પ્રથમ તે એ કે–આપશ્રીની પહેલાંના આપના પૂર્વજ રાજાઓએ પાલન કરેલા આ વિજયપુરના મોટા રાજ્યમાં હાલ જે જે થઈ રહ્યું છે તે આપ સાંભળે. અહીં હાલ સિંહસાર રાજા છે. તેનું મન માત્ર પૃથ્વી પતિના શબ્દથી જ હર્ષ પામે છે, એટલે કે હું પૃથ્વીપતિ છું એટલા શબ્દ માત્રથી જ તે ખુશી છે, પરંતુ સર્વ વ્યસનના સમૂહથી તે બીજાઓને પણ કુમાર્ગમાં જેડનાર છે. તે માયાકપટમાં કુશળ, દુષ્ટકર્મ કરનાર, ધર્મરહિત, તેને આશ્રય કરનારને નિરંતર દુઃખ આપનાર, ભારે કર્મી, બીજાના મર્મને વીંધનાર, ઠઠ્ઠા, મશ્કરીમાં જ વધારે બેલનાર અને આખા રાજ્યને પીડા ઉપજાવનાર છે. વળી તે પ્રજાજનને પણ જાણે તે પોતાના શત્રુ હોય તેમ સમજનારે છે, તે ઇદ્રિરૂપી સિંહવડે જીતાયેલે છે, સર્વ પ્રકારના અન્યાયનું સ્થાન છે, તથા સર્વ સમૃદ્ધિ અને વૃદ્ધિને નાશ કરવામાં કેતુ સમાન છે. રાજનીતિમાં નિપુણ અને પૂર્વજોના અનુક્રમે ચાલતા આવેલા ક્ષત્રિયોને તેણે માયાથી વિશ્વાસ પમાડી બાંધીને કેદખાનામાં નાંખ્યા છે, અને તેમના સ્વજનોને વિયોગ કરાવી કચ્છની દશા પ્રાપ્ત કરાવી છે, કેટલાકને વિના અપરાધે ઉદ્વેગ પમાડ્યો છે, અને કેટલાકને ભેજનાદિકને પણ ત્યાગ કરાવ્યા છે. વળી તેણે કોટવાળ વિગેરે કેટલાક અધિકારીઓને પુષ્કળ દંડ કર્યો છે. આવા પ્રકારો વડે તેણે સેંકડોજનને દુઃખમાં નાખ્યા છે. 'લેભથી અંધ થયેલા તેણે હિતકારક તથા આજ્ઞામાં રહેનારા પરિવાર જનોના . . અનેક પ્રકારના અસત્ય દે જાહેર કરી તેમના હાથી, ઘોડા વિગેરે સર્વ ધન લઈ લીધું છે, તેમજ વળી હે શ્રીજયાનંદ રાજા ! જે પ્રજાને આપશ્રીના પૂર્વજોએ જન્મથી આરંભીને સુખી કરી છે, હર્ષિત કરી છે, જેણે સ્વપ્નમાં પણ દુઃખ જોયું નથી અને આપશ્રીના પિતાદિકે પ્રથમ જેનું લાલનપાલન કર્યું છે, તથા જેના ધનને નિધિ અક્ષય કરેલ છે એવી તે પ્રજાને પિતાના પિતામહ આદિએ સારી રીતે પૂજેલી છે એમ જાણવા છતાં પણ તે સિંહસાર વૃદ્ધિ પમાડતો નથી, પણ સખત કરવડે ચારેબાજુથી પીડા જ ઉપજાવે છે, તેણે આ પ્રમાણેના કરે નાખ્યા છે– - દાણ કર ૧, પુંછને કર ૨, હળને કર ૩, ભને કર ૪, ભામને કર ૫, ભેટને કર ૬, કેટવાળને કર ૭, વધામણીને કર ૮, મલવરકનો કર ૯, વળને કર ૧૦, ૨૧BS SSSSSSS

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514