Book Title: Jayanand Kevali Charitra
Author(s): Bhuvanvijay
Publisher: Jain Dharmopkaran Samstha

View full book text
Previous | Next

Page 484
________________ થો સગે. ૪૫૯ ક્ષય પમાડ્યો છે. અને પુણ્ય દિવસનો ઉદય કર્યો છે, તેથી તે સ્વામી ! આપ લાંબા કાળ સુધી જય પામે, હવે આપશ્રી આપના મૂળ રાજ્યને સંભાળીને અમને કૃતાર્થ કરો અને અમૃતની વૃષ્ટિ કરનારી દષ્ટિ અમારા પર નાંખી અમને પવિત્ર કરે.” આ પ્રમાણે કહી તેઓ વિરામ પામ્યા એટલે કુમારરાજે ઉચિતતા ભરેલાં વચનવડે તેમને આનંદ પમાડી વિદાય કર્યા. એટલે તેઓ પણ પિતાપિતાને સ્થાને ગયા. સર્વ નગરજનોએ અને દેશના જોએ ઘેર ઘેર ઉમરાપર કુંકુમ છાંટવાપૂર્વક પ્રીતિવડે મોટા ઉત્સવો કર્યા. પછી તે શ્રીજયાનંદ રાજાએ દેવપૂજા વિગેરે પ્રસ્તાવને ઉચિત કેટલાંક કાર્યો કરવાપૂર્વક લોકોને પ્રસન્ન કરવા માટે કેટલાક દિવસે ત્યાં જ નિર્ગમન કર્યા અને રાજ્યની અંદર ફરીને નિરંતર તેની સંભાળ કરવા લાગ્યા. તે સાથે પિતાને, તેમના પરિવારને અને બીજા જનને પણ જિનેશ્વરે કહેલા ઉત્તમ ધર્મને સમ્યક્ પ્રકારે સમજાવવા લાગ્યા. તેમાં દયાદિક ગુણ સહિત દાન, શીળ, તપ અને ભાવ રૂપ ધર્મના ચાર ભેદ સમજાવ્યા. દેદીપ્યમાન મોતીવડે કરીને છીપના સંપુટની જેમ પુણ્ય અને પાપના ફળની સ્પષ્ટતા કરવા માટે હેતુ અને યુક્તિ સહિત વિવેચન કર્યું. પોતાને જુદા જુદા સેંકડો કાર્ય આવી પડવાથી વ્યગ્રતા પ્રાપ્ત થયા છતાં પણ તે કુમારરાજ નિપુણતાને લીધે તેમની પાસે બેસી હમેશાં ધર્મને ઉપદેશ આપતા હતા. રસ સહિત સારને સંગ્રહ કરનારા, દેવ ગુરૂ અને ધર્મના નિર્ણયને પ્રગટ કરનારા, ધર્મની સ્થિરતાને ઉપજાવનારા, સાંભળતાં કર્ણને પણ સુખ કરનારા અને એકાંતે હિતને ઉત્પન્ન કરનારા વિવિધ પ્રકારના દષ્ટાંતે વડે દરરોજ ઉપદેશ આપી આપીને શ્રીજયાનંદ રાજાએ તે સર્વને જૈનધર્મી બનાવ્યા; એટલે શ્રી વિજયરાજાએ પણ સારભૂત પુત્રની વાણી સાંભળી તત્ત્વરૂપી અમૃતના તરંગવડે પિતાના આત્માનું સિંચન કરી યથાર્થ પણે ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર્યો. આ પ્રમાણે પિતાના પિતા શ્રીવિજ્ય રાજાને જૈનધર્મમાં રક્ત કરી તે રાજે કમથી આવેલા તે રાજ્ય પર તેમને સ્થાપન કર્યા. શ્રીવિજય રાજા આ સમયે વૃદ્ધાવસ્થામાં આવ્યા હતા, તે પણ “પ્રજાનું નાથપણું સ્વીકારવું એ પણ એક પ્રકારને ઉત્કૃષ્ટ તપ જ છે એમ ધારી તથા પુત્રની વાણ ઓળંગવા લાયક નથી એમ જાણી તેણે તે રાજ્ય અંગીકાર કર્યું, પછી શ્રીજયાનંદ રાજાને જલદી પિતાના રાજ્યમાં જવાની ઈચ્છા થઈ ત્યારે પિતા શ્રીવિજય રાજાએ અત્યંત આગ્રહ કરી કેટલાક દિવસ માટે લક્ષ્મીપુર જવા રજા ન આપી, તેથી પિતાને ચિત્તને ખુશ કરવા માટે શ્રીજયાનંદ રાજા

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514