________________
૪૫૮
શ્રી જ્યાન કેવળી ચરિત્ર સદા પરોપકાર કરવામાં તત્પર હોય છે, તેમને કઈ પણ શત્રુ હેતેજ નથી. પિતાના દેશની જેમ તે દેશમાં પણ ત્યાંની પ્રજાનું હિત કરતા તે ત્રિખંડના સ્વામી સિંહસારના નગરની પાસે આવી પહોંચ્યા; એટલે સર્વ સામગ્રી સહિત મહા બળવાન સિંહસાર પણ તેમની સન્મુખ આવે, તેને ક્ષણવારમાં જ વ્યાધ જેમ સિંહને ત્રાસ પમાડે તેમ ત્રાસ પમાડે. સૈન્ય સહિત તે સિંહસારની સાથે કેટલાક વખત સુધી યુદ્ધ કરી મહા બળવાન વાયુ જેમ વૃક્ષને ભાંગી નાખે તેમ મહા બળવાન શ્રી જયાનંદ રાજાએ તેને ભાગી નાખે; અને જેમ સિંહ શ્વાનને પકડે તેમ તે રાજે છે તેને જર્જરિત કરી તત્કાળ લીલામાત્રથી જ પકડી, બાંધી, પાંજરામાં નાંખી પિત ને પિતાને સોંપી દીધો. તેમણે તેને કારાગૃહમાં નાંખે.
તે વખતે અનેક પીડાને અનુભવતો તે પિતાના પાપકર્મની નિંદા કરવા લાગ્યા. આવું દુઃખ પાપરૂપ વૃક્ષનું જ ફળ છે. પાપના સમૂહથી ઉત્પન્ન થયેલા સંતાપથી કઈ પણ પાપી કદાપિ મુક્ત થઈ શકતજ નથીકેમકે પ્રાણીને પાછળ લાગેલું પાપ અનંત કાળ સુધી દુઃખ આપે છે. તેથી બુદ્ધિમાન સંસારી જીએ પાપનું આવું કડવું–ભયંકર ફળ જોઈને પાપને નાશ કરવા માટે આગ્રહ સહિત ઉત્તમ ધર્મને ગ્રહણ કરે.
ત્યારપછી જ્યલક્ષ્મીનું પાણિગ્રહણ કરી શ્રીયાનદ રાજાએ પોતાના પિતા: સહિત અને સર્વ સૈન્ય સહિત નગરજનેએ, મંત્રીઓએ અને ક્ષત્રિયએ કરેલા મહોત્સવપૂર્વક હર્ષવડે તે વિજયપુર નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં પ્રવેશનું મંગળ કરી રાજવર્ગના જોએ અને બીજા નગરજનેએ હાથમાં ભેટ રાખી તથા હાથી, અશ્વ વિગેરે આગળ કરી શ્રી જ્યાનંદ રાજાને પ્રણામ કર્યા.
- પછી તે રાજ્યમાં માનવા લાયક સામંત, મંત્રી વિગેરે હતા તેને તથા બીજા પણ સર્વ સીમાડાના રાજાઓને, નગરજનેને અને દેશને જનેને મીઠાં વચનથી બોલાવી યથાયોગ્ય દાન તેમજ માન આપી ઉચિતતા પ્રમાણે ચકોર પક્ષીને ચંદ્ર પ્રસન્ન કરે તેમ પ્રસન્ન કર્યા. પછી સર્વ જનેએ તે રાજાને પ્રણામ કરી વિનંતિ કરી કે –
હે સ્વામી ! આપશ્રીનું દુર્લભ દર્શન પણ અમારા સદ્ભાગ્યના પ્રભાવથી હમણાં અમને પ્રાપ્ત થયું છે. અનેક પ્રકારનાં દુઃખ આપનાર દુષ્ટ રાજ્યરૂપી અંધકારને નાશ કરનાર સૂર્યરૂપ તમારો ઉદય થવાથી સચ્ચકો-સપુરૂષોને સમુદાય ચિરકાળે હર્ષ પામે છે. સૂર્યની જેમ આપે કાળરાત્રી જેવા આટલા મોટા સર્વને ભયંકર લાગે તેવા કાળને