Book Title: Jayanand Kevali Charitra
Author(s): Bhuvanvijay
Publisher: Jain Dharmopkaran Samstha

View full book text
Previous | Next

Page 490
________________ ચૌદમે સે. આપત્તિને ઉત્પન્ન કરનારું છે, મૂર્તિમાન પાપરૂપ છે, સર્વ સન્માર્ગના આચારને ઢાંકી દેવામાં કારણરૂપ છે, તીર્થંચ અને નરક ગતિમાં વર્તતા જીવોની દુર્દશાનું નિમિત્ત છે, સર્વ દુઃખોનું ઉત્પત્તિસ્થાન છે, સર્વ પાપને રહેવાનું કદલીગૃહ છે, સમગ્ર મિથ્યાત્વ અને અતત્ત્વરૂપી લતાને પ્રથમ કંદ છે, સમગ્ર કષાય અને વિષયના ઉલ્લાસરૂપ નદીઓને ઉપન્ન કરવામાં પર્વત સમાન છે, સર્વ કર્મને બંધ કરવામાં અગ્રેસર છે, મનહર સત્ય, જ્ઞાનનું ચેરનાર છે; વળી તે અજ્ઞાન આ ભવરૂપી નાટકની વિચિત્રતા બતાવનાર છે, તેનાથી સચેતન પણ ચિરકાળ સુધી પથ્થરની જેવું અચેતનપણું અજ્ઞાનથી અનંત કાળ સુધી નિગોદમાં રહેવાપણુ પામે છે, પાચે ઇદ્રિને વ્યાપાર અપાર છે તે પણ અજ્ઞાનથી આચ્છાદિત થયેલો જીવ જાણે અનિપ્રિય હોય તેમ તેનાથી સમ્યક્ પ્રકારે નિર્વેદ પામવા સમર્થ થતું નથી, તેથી આ અજ્ઞાન સાક્ષાત્ સંવરને ઉત્પન્ન કર્યા વિના પ્રાણીઓની તત્ત્વદષ્ટિને હરનારું છે, માટે સંપુરૂષોએ તે અજ્ઞાનને દૂરથી જ ત્યાગ કરે ગ્ય છે. મારા કાકાની બુદ્ધિ ઘણી વખાણવા લાયક છે, તે પણ અજ્ઞાનથી તેનું જ્ઞાન હણાઈ ગયું છે, પરંતુ તે નેત્રહીન મનુષ્યની જેમ સન્માર્ગ હાથ નહિ લાગવાથી સંસા‘રમાં શામાટે પરિભ્રમણ કરે? તેથી મારે મારા કાકાને જ્ઞાનરૂપી અમૃતનું અંજન કરવાના પ્રયોગથી તેમના અજ્ઞાનનું હરણ કરી જલદીથી સમ્યગદર્શનવાળા કરવા તે ઉચિત છે.” આ પ્રમાણે શ્રીજ્યાનંદ રાજાએ પિતાના ચિત્તમાં વિચાર કર્યો. પછી પિતાના કાકાને પ્રતિબંધ કરવા માટે તે બુદ્ધિમાનને વિચાર કરતાં તત્કાળ નવીન બુદ્ધિ ઉત્પન્ન થઈ અને મહાવિદ્યાદિકના સાનિધ્યપણાથી તેમના અતિશયને સમુદ્ર ઉલ્લાસ પામે; એટલે તેમણે તત્કાળ પ્રજ્ઞપ્તિ વિદ્યાનું સ્મરણ કરીને તેને તેને ઉપાય પૂછો. તે વિદ્યાદેવીએ પણ તત્કાળ પ્રત્યક્ષ થઈ તે ઉત્તમ રાજાને તેમના કાકા પરિણામે પ્રતિબંધ પામે તે , ઉપાય આ પ્રમાણે કહ્યો - “હે રાજન ! તે તાપસ રાજષિ જે સ્થાને પંચાગ્નિ તપ કરે છે, તે સ્થાને પૂર્વ દિશામાં રહેલા મોટા અગ્નિના કુંડમાં એક સુકું, પિલું, જાડું, લાંબું અને પહોળું લાકડું છે, તેમાં ભયંકર અને મોટા શરીરને ધારણ કરતો એક સર્પ તથા સર્પિણી છે. દક્ષિણ દિશામાં જે અગ્નિકુંડ છે તેમાં રહેલા મોટા કાષ્ટમાં એક કોધ પામેલે કાકડા છે, તે જવાળાની શ્રેણીના તાપથી વ્યાકુળ થઈ ત્રાસ પામી રહ્યો છે. પશ્ચિમ દિશામાં જે અગ્નિકુંડ છે, તેમાં તાપના આકુળપણથી અત્યંત ચપળ થયેલી ઉધેઈઓ પુષ્કળ બળે છે, તથા ઉત્તર દિશામાં જે અગ્નિકુંડ છે તેમાં રહેલા કાષ્ટને વિષે અસંખ્ય દેડકીઓ છે, તે તાપથી પીડા પામીને પ્રાયે મરણ તુલ્ય થયેલી છે, તેથી તે તે કાર્ટોને ચીરી તેના બે ભાગ કરી અંદર રહેલા અગ્નિના ભયથી વ્યાકુળ થયેલા તે તે પંચેંદ્રિય -

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514