Book Title: Jayanand Kevali Charitra
Author(s): Bhuvanvijay
Publisher: Jain Dharmopkaran Samstha

View full book text
Previous | Next

Page 489
________________ શ્રી જયાનંદ કેવળી ચરિત્ર જતાં આવતાં લાખો માણસને જોઈ ને મનમાં આશ્ચર્ય પામ્યા તેથી તેમાંથી કઈ પુરૂષને પિતાના સેવક દ્વારા બોલાવી તેમણે પૂછયું કે–“હે ભદ્ર! આ સર્વ નાગરીકે કયાં જાય છે?” ત્યારે તે પુરૂષે નમસ્કાર કરીને કહ્યું કે હે રાજેદ્ર! પૂર્વ તરફના મરમ નામના ઉધાનમાં તાપસમાં અગ્રેસર જય નામના રાજર્ષિ પધારેલા છે. તે રાજર્ષિ દુઃખે કરીને કરી શકાય એવા પંચાગ્નિ તપને આચરે છે. તે સમતાવાળા, ઇંદ્ધિને દમન કરનારા અને યમ નિયમને પાળતા હોવાથી તેને નમવા માટે આ સર્વ નાગરીકે જાય છે. તેમાં જે કોઈ ભાવિક વિશેષ વિવેકવાળા છે, તેઓ પૂજાની સામગ્રી સાથે તેમની પાસે જઈને તેમની પૂજા કરે છે. કેટલાક વર્ષથી સુવર્ણાદિકનાં પુષ્પવડે, કેટલાક વસ્ત્રાદિકવડે અને કેટલાક તેમના શરીરને દબાવવા વિગેરે. વડે તેમનો સત્કાર કરે છે, પરંતુ નિસ્પૃહતાની મર્યાદા રૂપ અને તપના નિધાનરૂપ તે રાજર્ષિ તેમના સત્કારવડે બીલકુલ ખુશી થતા નથી, અને જેઓ સત્કાર ન કરે તેમની પર નાખુશ થતા નથી. વળી તે મહાત્મા કઈ પણ વસ્તુની ઈચ્છા રાખતા નથી. તે મહાત્માનું અંતઃકરણ શત્રુ કે મિત્ર, તૃણ કે સ્ત્રી અને મણિ કે માટી એ સર્વ ઉપર સમાન ભાવવાળું છે. દુરંત દુઃખીપણાથી ઉદય પામતા દુઃખરૂપી અંધકારને નાશ કરવામાં તે સૂર્ય સમાન છે, પિતાના પુણ્યના સમૂહથી પૃથ્વીનું વિચિત્રપણું કરનારા છે, તે દરરોજ ત્રણ વાર સ્નાન કરે છે, જટારૂપ મુગટને ધારણ કરે છે, વલ્કલનાં વસ્ત્ર પહેરે છે, કંદમૂળ અને ફળનું ભોજન કરે છે, મૃગચર્મને ધારણ કરે છે, નિરંતર ત્રણ કાળ સંધ્યાની વિધિ કરે છે, નિદ્રાને તેમણે ત્યાગ કર્યો છે, તેમને ભદ્રિક સ્વભાવ છે, તેઓ પોતાના શરીરના સુખની પણ ઈચ્છા રાખતા નથી, તેઓ વનને વિષે જ નિવાસ કરે છે. તેમણે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, તેમના ગુણોનું વર્ણન કરવામાં નિપુણ વાણીવાળો પણ સમર્થ થાય તેમ નથી. એમની ભક્તિ કરવાથી કલ્યાણ થાય તેમ છે, તેથી આ ભવભરૂ ૌરજન નગરમાંથી તેમની પાસે જાય છે અને આવે છે.” ( આ પ્રમાણે તેના મુખથી સાંભળી પૃથ્વી પતિને વિષે અગ્રેસર અને સમક્તિને ધારણ કરનારા તે શ્રીજયાનંદ રાજાએ ચિત્તમાં વિચાર કર્યો કે અહો ! આ સંસારની સ્થિતિ વિચિત્ર છે! પ્રાણીઓનું અજ્ઞાન નાશ ન પામે એવું છે! તે અજ્ઞાન આકાશની જેમ અનંતું છે, મેઘની જેમ અતિ ગાઢ છે, પ્રાણીએને કાળરાત્રીની જેમ મહા ભયને આપનારૂં છે, સર્વ સુખને નાશ કરનારું છે, અત્યંત \\\\ I/ -

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514