Book Title: Jayanand Kevali Charitra
Author(s): Bhuvanvijay
Publisher: Jain Dharmopkaran Samstha

View full book text
Previous | Next

Page 482
________________ ચૌદમા સ ૪૫૭ કારી જનેામાં પહેલા છે, શરણની ઇચ્છાવાળા જનાને શરણ કરવા ચેાગ્ય છે, ક્ષત્રિયવ્રતને ધારણ કરનારા સર્વ રાજાએમાં આપ પ્રથમ છે અને આપ જ સ્યાદ્વાદીએના અગ્રેસરની સ્થિતિને ધારણ કરેા છે, તેથી સર્વ પાપીએમાં પ્રથમ, અન્યાય કરનારાઓમાં અગ્રેસર અને માત્ર રાજાના નામને જ ધારણ કરનાર તે અધમ રાજાના આપ એક્દમ નિગ્રહ કરો. આપના પૂર્વજોની કીર્તિને લાપ થવા ન દો, આપના પૂર્વજોની પ્રજાને ત્યાગ ન કરા, આપનું મૂળ રાજ્ય આપશ્રી ગ્રહણ કરે અને આપની પ્રજા ઉપર આપ અનુગ્રહ કરે. જો કદાચ આપ આપના બંધુ ઉપરની કૃપાના કારણે અમારી વિનંતિ ઉપર ધ્યાન નહિ આપે તેા ગામ, નગર અને આકર વિગેરે સહિત આ આખા દેશ ઉજ્જડ થઈ જશે. હે રાજેન્દ્ર ! આપશ્રીના ચિત્તમાં આ બન્ને પક્ષમાંથી જે યુક્ત ભાસે તે વિચાર કરીને તરતજ અમલમાં મૂકવા કૃપા કરશે. ” આ પ્રમાણેના તેમને વિનતિપત્ર વાંચી, પેાતાના પિતાને પરાભવ સંભારી અને પોતાની પ્રજાનું દુ:ખ હૃદયમાં ધારણ કરી દક્ષિણા ભારતના અધિપતિ શ્રીજયાન'ઢ રાજાને તરતજ તેના પર ચઢાઈ કરવાની ઇચ્છા થઈ; તેથી તેણે તત્કાળ સેનાપતિને કહ્યું કે હું સેનાપતિ ! જલદીથી તમારા સેવકા પાસે પ્રયાણનું વાજિંત્ર વગડાવેા, અને એકદમ ચતુર`ગ સેનાને તૈયાર કર.” આ પ્રમાણે તે સિંહસારને જીતવા માટે તૈયાર થવાના પેાતાના સ્વામીને હુકમ સાંભળી હું પામેલા સેનાપતિએ તત્કાળ તે પ્રમાણે સૈન્ય તૈયાર કર્યું, એટલે સૈન્ય સહિત શ્રીજયાનંદ રાજાએ તે સિહસારના રાજ્ય તરફ પ્રયાણ કર્યુ. અનુક્રમે ચાલતાં ચાલતાં તેના દેશની સમીપે આવી શ્રીજયાનંદ રાજાએ પેાતાની આજ્ઞા પ્રમાણે કાર્યો કરનારા એક દૂતને સિંહસાર પાસે મેકલી પ્રસ્તાવને ઉચિત ચેતવણી આપી કે—“ હું બધુ ! તેં સેંકડો અન્યાય કર્યાં છે, પણ તે સ↑ મેં સ્વજનપણાને લીધે ક્ષમાવડે આટલા કાળ સુધી માફ કર્યા' છે, પર`તુ હવે માફ નહિ કરૂં.” આ પ્રમાણે કહેવા માટે દૂતને મોકલીને રાજામાં શામણિ એવા તે રાજેદ્ર આગળ ચાલ્યા. કેમકે મેટા રાજાએ કદાપિ પણ નીતિનું ઉલ્લંઘન કરતાજ નથી. તે રાજે દ્ર અસંખ્ય સૈન્ય સહિત જતા હતા, તેપણ શાંતિપૂર્વક ચાલવાથી પૃથ્વીને કાંઈપણ દુઃખ આપ્યા વિના અને ત્યાંના લેાકેાને ઉપતાપ ઉપાવ્યા વિના ચાલતા હતા. જેમનાં ચિત્ત નિર'તર ઉદાર હૈાય છે, જેમના આત્મા દયાને વિષે જ આદરવાળા હેાય છે, અને જેએ જ.-૫૮

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514