Book Title: Jayanand Kevali Charitra
Author(s): Bhuvanvijay
Publisher: Jain Dharmopkaran Samstha

View full book text
Previous | Next

Page 486
________________ ચૌદ સ. - આગળ પ્રયાણ કરતા તે રાજાએ કઈ અરણ્યમાં આવી નદીને કિનારે ભેજનાદિક કરવા માટે સિન્યને પડાવ નાખે. ત્યાં દેવપૂજા વિગેરે સમગ્ર કાર્ય કરી તે રાજાએ ત્યાંથી પિતાના રાજ્યના માનીતા સામેતાદિકને આગ્રહપૂર્વક પાછા વાળ્યા. પછી શ્રીજયાનંદ રાજા પિતાના સૈન્યવડે ઉજ્જડ સ્થાનને વસ્તીવાળાં બનાવતા અને વસ્તીવાળાં સ્થાનને ઉજજડ કરતા થોડા પ્રયાણે પિતાના શ્રી લક્ષ્મીપુર નગરે પહોંચ્યા. ત્યાં મોટા મહોત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કરીને તે ચક્રવર્તી જેવા પૃથ્વી પતિ રાજ્યનું પાલન કરવા સાથે સુખપૂર્વક વાંછિત ભોગ ભોગવવા લાગ્યા. પછી સર્વે ભૂચર અને ખેચર રાજાઓ તથા સૈનિકે રાજેદ્રને નમસ્કાર કરી પોતપોતાને સ્થાને ગયા. ” ભુવનને વિષે એક વીર એવા આ શ્રી જયાનંદ રાજા પૃથ્વીનું રાજ્ય કરતા હતા ત્યારે પાણીને મિષે પણ કઈ જીવ જળચર જીની પણ હિંસા કરતો નહોતો; તથા સ્થળચર અને ખેચર જીવો પરસ્પરનું વૈર તજી અને શિકારીઓ વગેરેના ભય રહિત થઈ આનંદપૂર્વક રહેતા હતા. ગામમાં, નગરમાં, દેશમાં કે બીજા કેઈ પણ તાપસાશ્રમ વિગેરે સ્થાનમાં કોઈ પણ મનુષ્યના અકાળે જન્મ કે મરણ થતા નહોતા, લેણદેણમાં અને રણસંગ્રામમાં કોઈ પણ અસત્ય વાત કદાપિ થતી નહોતી. રણસંગ્રામને વિષે હ. ચીનો પ્રચંડ કર લેવામાં આવતું હતું, પણ મનુષ્યના સમૂહમાં કેઈપણ જાતને કર જોવામાં આવતો નહોતો. દાંડાજનિક વિગેરે શબ્દને સિદ્ધ કરવા માટે દંડ શબ્દને ઉચ્ચાર થતો હતો, પરંતુ પરમાર્થથી કઈ મનુષ્યને દંડ થતો નહોતો. કપૂરના સમૂહને વિષે સદ્દષણત્વ હતું, પણ મનુષ્યોમાં સક્ષણત્વ નહોતું. કમળાદિકના સમૂહને વિષે ઇસગપણું હતું, પણ મનુષ્યમાં સરોગપણું નહોતું. મૃણાલના નાળમાં અને * બાવળ વિગેરે વૃક્ષમાં સકંટકપણું હતું, પણ લોકમાં સકંટકપણું નહતું. નદીના પ્રવાહ વિગેરેમાં જ કુટિલપણું હતું, ધનુષ્યના સમૂહમાં જ પીડા હતી, અને સંપૂર્ણ પૂર્ણિમાના ચંદ્રને વિષે જ કલંક ધારણ કરવાપણું હતું, પરંતુ લોકોમાં એમાંનું કાંઈપણ નહોતું ગા અને ભેંશે ઘડાથી પણ અધિક દૂધ આપતી હતી, પૃથ્વી ઠેકાણે ઠેકાણે ધાન્ય અને ઘાસના સમૂહથી ભરપૂર હતી, પૃથ્વી પર મેઘ જરૂરિયાતને વખતે અત્યંત વૃષ્ટિ કરતો હતો, એ તુના વૃક્ષે નિરંતર પુષ્પ અને ફળથી ભરેલા રહેતા હતા, ૧ મું. ૨ સતઉણપસારા તીખા-મરી સહિત. ૩ દોષ સહિત પાયું. ૪ સરોવરમાં રહેવાપણ. ૫ રોગ સહિતપણું. ૬ કાંટા સાતપણું. છ શત્રુ સહિતપણું. in - *

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514