________________
અદ્વિતીય એવાં દલવાડા (આબુ) દેરાસરના દર્શનાર્થે વિહાર કરતા પધાર્યા, અહી એક માસની સ્થિરતા બાદ ગુરૂણીજી મહારાજ જયશ્રીજી મ. સાહેલ (શ્વસુર પક્ષના) ભટાણા ગામે પધાર્યા, સંધની વિનંતીથી ચાતુર્માસ રહી, અનેક આત્માઓને માનવજીવનની દુલબતા. અને ધર્મની મહત્તા સમજાવી, લેક પણ મહારાજ પ્રત્યે ખૂબજ આકર્ષાયા, ધનીબેને દીક્ષા લીધી, અને લક્ષ્મીશ્રીજી મ. સાહેબનાં શિષ્યા સુનંદાશ્રીજી થયાં, ત્યાંથી પાલનપુર ચાતુર્માસ કરી મેતાના સંધના આગ્રહથી ત્યાં ચાતુર્માસ રહી પાટણ ત્રણ ચોમાસા કર્યા.
પિતે દરરોજ નૂતન અધ્યયન કરવા સાથે શિષ્યા પ્રશિષ્યાઓને. પણ જ્ઞાન ધ્યાનમાં આગળ વધારવા હંમેશા પ્રયત્ન શીલ રહેતાં, મારે શરણે આવેલ કોઈપણ આત્મા પિતાનું કલ્યાણ કરી અનંત સુખના. ભોકતા બને તેવી ભાવના ભાવતાં.
ત્યાંથી ચારૂપ–મેત્રાણાની યાત્રા કરી. વિહાર કરતાં પાલણપુર પધાર્યા અને ત્યાં જ બિરાજમાન. પંજાબકેશરી વિજય વલ્લભસૂરીશ્વરજી મ. સાહેબની સાનિધ્યતામાં ચાતુર્માસ રહી હંમેશા સંસારથી તારનાર, સંસારના તાપથી બળેલા આત્માને ઠંડકરૂપ, મુક્તિસુખને આપનાર, એવી જિનવાણીનું પાન કરવા લાગ્યાં, ચાતુર્માસ બાદ ગુરૂદેવની અનુજ્ઞા મેળવી, ભીલડીયાજી, શંખેશ્વરતીર્થની યાત્રા કરી કટારીયાજી (કચ્છ), તથા અબડાસાની પંચતીથી કરી ભુજ, અંજાર થઈ સંધના આગ્રહથી ડગારા પધારી ચાતુર્માસ કર્યું.'
કેટલીક વ્યક્તિઓમાં કુદરતી રીતે જ એવી પ્રતિભા રહેલી હેય. છે કે ગમે તેવા માણસને “ જેમ લોહચુંબક લોઢાને પિતાની તરફ ખેંચે છે તેમ ” આકષી લે છે, અહીં પણ મહારાજજીની પ્રતિભાએ કેટલીક બહેનોને ખેંચી કંદમૂળ, રાત્રિભોજન બંધ કરાવ્યાં, નવકારથી બે પ્રતિક્રમણ સુધી અભ્યાસ કરાવ્યો, પર્યુષણમાં જેઓએ કયારે પણ