Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૬૪
જૈન કન્ફરન્સ હૈરલ્ડ.
એટલું વિશાળ-એટલું ઉચ્ચ છે, અને એટલું સૂક્ષ્મ છે કે બધી વિચારશ્રેણિઓને એકઠી કરવામાં આવે, છતાં પણ તે અનંત સત્યને આલેખી શકે નહિ. ચૌદ પૂર્વનું એટલું બધું જ્ઞાન હતું કે ૧૬૩૮૩ હાથી જેટલી સાહીથી લખવામાં આવે તો પણ લખી શકાય નહિ; આ કાંઈ અતિશયોક્તિ નથી, પણ સત્ય વાત છે. કારણકે સત્યને પૂર્ણ રીતે આલેખવાને ગમે તે પ્રયત્ન કરવામાં આવે છતાં બધી અપેક્ષાઓ એક સાથે બોલી શકાય નહિ તે લખી તે શી રીતે શકાય ? આ કારણથી જ સપ્તભંગીમાં ચોથે વિભાગ ‘અવક્તવ્ય–કહી શકાય નહિ એમ રાખવામાં આવ્યો છે. જ્યારે સંપૂર્ણ સત્ય આટલું વિશાળ છે, ત્યારે તે સત્યની કેઈ કેઈ અપેક્ષાઓ બીજાઓ પણ બતાવતા હશે એમ માનવાને સ્યાદ્વાદ દષ્ટિથી કારણ કેમ ન બને ? જે સત્યને તીર્થંકર પણ પૂર્ણ અનુભવ છતાં, સંપૂર્ણ રીતે કહી શક્યા નહિ, તે સત્યને બીજો કયો મનુષ્ય કહેવાની હિમ્મત ધરે ? અનંત સત્યમાંથી જેનાથી જેટલું ગ્રહણ થયું તેટલું તેણે દર્શાવ્યું. જ્યાંસુધી કોઈપણ પંથ કે ધર્મ કે મનુષ્ય પોતાને સત્ય લાગતી વાત રજુ કરી બેસી રહે છે, ત્યાં સુધી તો તે સહીસલામત માર્ગ વિચરે છે, પણ
જ્યારે તે હદ છેડીને સામાના દુષણો શોધવા જાય છે, ત્યારે તે જોખમ ભરેલે ભાગે પગ મૂકે છે. જે દરેક ધર્મવાળા પુરૂષો બીજા ધર્મોની નિંદા કરવાને બદલે સ્વધર્મના સિદ્ધાંતો પ્રતિપાદન કરવામાંજ મંડ્યા હતા તે ધર્મપ્રવાહ ઘણી શાન્તિથી વહ્યા હોત, અને ધર્મને ખાતર પણ કોઈને દુઃખ દેવું એ ખોટું છે, એવું લેકોના સમજવામાં આવ્યું હતું. પણ ઉપર જણાવ્યા પ્રમાણે આવી સ્થિતિ થવાનું કારણ સ્યાદ્વાદ શૈલિનું અજ્ઞાન છે.
આ સ્યાદાદ શૈલિનું અજ્ઞાન એટલું બધું વ્યાપી ગયું કે તે શૈલિના ઉપાસકોએ પણ ફરમાન કાયા કે “ મિથ્યાત્વીની પ્રશંસા ન કરવી, ” “ મિથ્યાત્વીને પરિચય ન કરવો.’ પણ મિથ્યાત્વી એ કેણુ? સત્યની સર્વ અપેક્ષાઓ નહિ જણાવતાં થોડીજ અપેક્ષાઓ જણાવી તેમાં સંતોષ માને તે મિથ્યાત્વી. તે અમુકજ અપેક્ષાઓ દર્શાવે છે, પણ તે અપેક્ષાઓ પણ ઉપયોગી છે, એમ સમજીને સ્યાદાદ શૈલિના સત્ય ઉપાસક શ્રી આનંદઘનજી કહે છે કે
પ દર્શન છન અંગ ભણુજે છે.” આ વાક્ય આપણને પ્રતિબંધે છે કે બીજા ધમમાં સત્યની અમુક અપેક્ષાઓ રહેલી છે. જો આમજ હેય તે તે તે અપેક્ષાઓ સમજી આપણે આપણું સત્યને કેમ વધારે વિશાળ, ભવ્ય અને ઉચ્ચ ન બનાવવું ? વેત રંગ સાત જૂદા જૂદા રંગને બનેલો છે, પણુ જગતમાં જે એક વેત રંગ જ હોત તો તેથી જગતના સંદર્યમાં અધિકતા થાત નહિ, પણ સાત રંગને લીધે તે વિશેષ રમણીય અને આકર્ષક લાગે છે. વિવિધતા એ કુદરતી કમ છે, એ વિવિધતામાં એક્તા જેવી એ આત્મદૃષ્ટિ છે. સ્વાદાદ ગંભીર નાદથી પકારીને તેના સકળ ભક્તોને જણાવે છે કે “ હે સત્યના ઉપાસક ! તમારાં ચક્ષુ ખુલ્લાં રાખો, તમારા કાન ઉઘાડા રાખે. જુઓ અને સાંભળો. સત્યની વિવિધ બાજુએ અવલે—નિહાળો અને પરમ સત્યની સમીપમાં આવતા જાઓ.”
ઘણી વસ્તુઓને એક કરતાં વધારે બાજુઓ હોય છે. આપણે ફક્ત એકજ બાજુ તરફ દષ્ટિ રાખીએ છીએ, અને તેથી તેની બીજી બાજુ જોઈ શકતા નથી. એટલું જ નહિ પણ બીજી બાજુ જે ધ્યાનમાં રાખવી જરૂરી છે, અને જે બીજે કઈ જણાવે છે,