Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 12
________________ ૧૬૨ જૈન કૅન્ફરન્સ હેર૭. જોઈએ. જે કોઈ નિયમનાં પચ્ચખાણ નથી કર્યા હતાં તે તેવો માણસ અણી આબે કાયમ રહી શકતો નથી, પણ જે પચ્ચખાણ કર્યા હોય છે તે મન મલીન થયા છતાં પણ પચ્ચખાણ ભાગવાના દોષના ડરથી તે નિયમ બરાબર પળી શકે છે. શ્રી ભગવાને કહ્યું છે કે, કોઈ પચ્ચખાણ મલીન થઈ જાય તે હેનું આલેવણ લેવું; પણ પચ્ચખાણ કરવાં તે જોઈએ જ. કેટલાક કહે છે કે, “આપણું મન સ્થિર નથી, તે સામાયિક-પ્રતિક્રમણાદિ કરવાથી ઉલટ દેષ લાગે છે,” આમ કહે છે તે હેટી ભૂલ છે; કારણ કે, એ વ્રતમાં મનની અનુમોદનાનાં પચ્ચખાણ કરવામાં આવતાં નથી માટે તે બાબતને અમુક દોષ લાગે જ નહિ; પણ સામાયિક આદિ કરવાથી મન સ્થિર થવાને ગુણ આવતો જાય છે, માટે એ લાભ ખાતર વ્રત પ્રત્યાખ્યાન આવશ્યકિય છે. કેવી જાતના નિયમો પિતાને માટે વધારે જરૂરના અને શક્ય છે તે બાબતને નિર્ણય કરવાનું કામ દરેક મનુષ્યની સ્વતંત્રતા પર છોડવું જોઈએ. ઉપદેશકે અને મનુષ્ય જાતના હિતચિંતકોની ફરજ માત્ર એટલી જ છે કે, જગતને મનુષ્યત્વનાં લક્ષણો કહી સંભલાવવાં અને મનુષ્યને ખલેલ કરનારા પદાર્થો અને ભાવોથી ચેતવાની અગત્ય સૂચવવી. તે પછી ઉપદેશ સાંભળનાર મનુષ્ય પોતાના સ્થલ શરીરની સ્થિતિ, પોતાની ઈચ્છાઓનું વલણ, પિતાના મનોબળનું માપ, એ વગેરેને વિચાર કરીને કઈ બાબતને ‘ત્યાગ' (એટલે પ્રત્યાખ્યાન) અને કઈ બાબતેનું પાલન (“વ્રત) હેની પિતાની બાબતમાં કેવા અનુક્રમે કરવા એગ્ય છે તે સંબંધી નિશ્ચય પિતેજ કરવો. હિતબુદ્ધિથી લેવાયલું સામાયિકાદિ વ્રત કદાપિ અજ્ઞાનતાને સબબે પરિપૂર્ણ શુદ્ધતાપૂર્વક ન જાળવી શકાય, પણ “ચાલતાં ચાલતાં પંથ કપાય” એ ન્યાયે કેઈક દિવસ તે મનુ બને પિતાની ભૂલ સમજવાનો પ્રસંગ મળશે અને કોઈક દિવસ તે શુદ્ધ સામાયિક કરતાં શિખશે. કહેવાનો હેતુ એ નથી કે, અજ્ઞાનમય ક્રિયા ઉત્તેજન આપવા ગ્ય છે. જહેમ ક્રિયાને તિરસ્કાર એ ઉત્તેજન આપવા યોગ્ય નથી, હેમ અજ્ઞાનમય ક્રિયા પણ ઉત્તેજનને પાત્ર તે નથી જ. પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે, સંપૂર્ણ જ્ઞાન મળતાં સુધી ક્રિયા કરવાનું મોકુફ રાખીએ તે કદાપિ કાંઈપણ કર્યા પહેલાં જ કાળને કોળીઓ થઈ પડાય! આજે આપણી પાસે જે કંઈ જ્ઞાન છે તે જ્ઞાનના પ્રકાશ વડે ક્રિયાનું સ્વરૂપ જેવું સમજવામાં આવ્યું તે મુજબ ક્રિયા કરીશું, તે કાલે વળી જ્ઞાન વધતું જશે અને વધેલા જ્ઞાન વડે ક્રિયામાં શુદ્ધતા આવી જશે. મોડા ઉઠવાની ટેવ, વાડીઆપણામાં વિર્ય અને વખત ગુમાવવાની ટેવ, ભાગ્યાતૂટયા વિચારે-તક-કલ્પનાઓમાં મગજને ભટકાવવાની ટેવ, સહજમાં ઉશ્કેરાઈ જવાની ટેવ, જરૂરીઆત અને શક્તિને વિચાર કર્યા વગર નાણાં ખર્ચવાની ટેવ, ઋતુ-શરીરસ્થિતિ– આદરાયેલાં જોખમભર્યા કામોની મહત્તા વગેરેને વિચાર કર્યા વગર સ્ત્રીસેવનમાં શક્તિ ખર્ચ વાની ટેવ, સહજમાં અસત્ય કે દુઃખદાયક વચન બોલવાની ટેવ, પ્રમાદ, વારંવાર ખાવાની, તીખું તમતમતું ખાવાની, માદક પદાર્થ ખાવાની અને અનિયમિતપણે ખાવાની ટેવ, આ વગેરે ટેવોને આતે આતે હઠાવવા માટે એવી રીતનાં પચ્ચખાણ લેવાની જરૂર છે કે, અમુક અઠવાડીઆ સુધી આટલા વાગ્યે જ ઉડીશ, કામ પ્રસંગ વગર અને જરૂર પડતી બાબત

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 420