Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
વત પ્રત્યાખ્યાનની જરુર છે કે ?
તેથી “ઉદ્યમના અવતાર તરીકે આળસુ મનુષ્યને દૃષ્ટાંત રૂપ થઈ પડે છે અને કેટલાકને મધ પૂરું પાડે છે.
જે લંપટ લોક છે તેઓ શીલના બંધનમાં રહેવાનું શાસ્ત્રવચન માન્ય કરતા નથી જે આળસુ લે છે હેમને ઉદ્યમને બોધ ગમતું નથી, જે વેઠેલા લે છે હેમને કાયદાને માન આપવાની શિખામણ તે જાણે કે પિતાની સ્વતંત્રતા છીનવી લેવાના પ્રયત્ન સરખી ભાસે છે; અને જેઓ ઇદિને ગુલામ છે તેઓ જ બાધા-પ્રતિજ્ઞા અને વ્રત-પચ્ચખાણની વિરુદ્ધમાં હોય છે. દેવ અને ગુરૂની સમક્ષ લીધેલાં વ્રત પચ્ચખાણના બંધનમાં છતાં જેઓ સીધા રહી શકતા નથી તેઓ માત્ર મનની ક્ષણિક કલ્પનાના ઝીણું તંતુથી કેમ બંધાઈ રહે ?
ઇંગ્લંડ દેશમાં સ્વતંત્રતાની બડાઈખેર વાત ઘણી સાંભળવામાં આવે છે; પણ તે વિદ્વાને અને અમલદાર કરતાં ધક્કાગાડી ખેંચનારા, ભડીઆરા, નવરી બેરીઓ અને ન્હાનાં છોકરાંના હેથી જ વધારે સાંભળવામાં આવે છે. સ્વતંત્રતાના શોખીન જમાનામાં અને તેવા દેશમાં જ જન્મેલે જેને રસ્કીન વ્યાજબી દાબ અને કાયદાની હીમાયતમાં લોકોને લંબાણ ઉપદેશ કરતાં કહે છે કે, “મનુષ્યત્વનું ચિહ દાબ છે, અને પશુત્વનું ચિન્હ સ્વતંત્રતા છે, અને માણસ જહેમ વધારે કાયદાને માન આપે છે હેમ થડા ગુન્હાને પાત્ર થાય છે.” જે જૈન યુવાને અને બીજાઓ અંગ્રેજી નકલ કરવાની ટેવને લીધે અથવા બીજા કોઈના ઉપદેશથી હદ ઉપરાંતની સ્વતંત્રતાના શોખીન બન્યા છે, હેમને જેન રસ્કીન જેવા પ્રખ્યાત પુરૂષના આ વાક્યથી વધારે હદયભેદક વાકય બીજેથી જાવું મુશ્કેલ છે.
વ્રત પચ્ચખાણથી, પાર બાંધેલા સરોવર ભાફિક, નવીન પાપો રૂપી જળ આવતું અટકે છે; એટલું જ નહિ પણ ઈ દિ ઉપર દાબ રહે છે-જેથી ધાર્મિક લાભ ઉપરાંત વ્યવહારિક લાભ પણ અસાધારણ થાય છે. માટે દરેક માણસે યથાશક્તિ ત્રત પચ્ચખાણના બંધનમાં તે રહેવું જ જોઈએ. આ જગાએ એટલું કહેવું જરૂરનું છે કે અમુક વનસ્પતિ નહિ અને ખાવાની કે એવી બીજી બાધાઓ બહુ મહત્વની વધારે વિચારવાની બાધાઓ કે જેથી કુકર્મોથી અળગા રહેવાય એવી બાધાઓ ઉપર વધુ :ચિત્ત આપવું તે વધુ કલ્યાણકારી છે જૂઠું બોલવાની ટેવ વાળાએ એક રાત્રીદિવસ પર્યત જૂઠું નહિ બોલવાની, ચેરીની આદત વાળાએ એક અઠવાડીયા સુધી ચોરી નહિ કરવાની, ઉતાવળીઆ અને બહુબલાં સ્ત્રી પુરૂષોએ પખવાડી સુધી કોઈ કામ કરવા અગાઉ અગર કાંઈ બોલવું શરૂ કર્યા અગાઉ મનમાં એકથી પચીસ ગણવાની, વ્યભિચારી નરનારીઓએ એક મહીના સુધી પર સ્ત્રી કે પર પુરૂષ સામું નહિ જોવાની, બિભત્સ વાત નહિ કરવાની, નહિ સાંભળવાની અને નહિ વાંચવાની બાધા લેવી તે ઘણું મુશ્કેલ નહિ પડે, અને તેથી તેમને બેહદ ધાર્મિક હેમજ વ્યાવહારિક લાભ થશે. એટલી મુદત પુરી થયેથી બીજી મુદત વધારતા જવું.
મહારા સાંભળવા પ્રમાણે, જે માણસ પચ્ચખાણ લીધા વિના વીતરાગની શ્રદ્ધાએ નિયમ રાખે છે તે શું ગુણસ્થાનક અતિક્રમો નથી અને જે માણસ શ્રદ્ધા સહિત એક નિયમ પચ્ચખાણ સાથે કરે છે તે પાંચમ ગુણસ્થાનકે જાય છે; માટે પચ્ચખાણ સાથે નિયમ કરવાથી એટલે ગુણ વધે છે અને અગ્રતપણું દૂર થાય છે, માટે અવશ્ય પચ્ચખાણ કરવાં