Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 9
________________ સંસારની રાણીને જુલમમાંથી છૂટવા મથતા બે મુસાફરે. ૧૫ જ. રયણદેવી એ વિષય લાલસા સમજવી, કે જે પ્રથમ લલચાવવા માટે સુંદર રૂપ ધારણ કરે છે અને પાછળથી સૂળી ચડાવવા વખતે (એટલે કે મહા દુઃખી કરવા માટે) વિક્રાળ રૂપ ધારણ કરે છે. પેલા બે ભાઈઓએ જે અસંખ્ય હાડપિંજરે વિવિધ રૂપમાં જેમાં તે વિષય લાલસાથી ખુવાર થયેલા મનુષ્યોની હેટી સંખ્યા સૂચવે છે. સૂળી ઉપરના યુવાને ભરવાની અણી વખતે બંધ કર્યો તેવા બનાવ ભાગ્યશાળી પુરૂ ષના સંબંધમાં સંસારમાં પણ કવચિત કવચિત નજરે પડે છે. કોઈ કોઈ માણસ વિષયમાં પડી ખુવાર થાય છે પણ મૂળે વિદ્વાન કે ડાહ્યા હોવાથી હેને માટે પસ્તાય છે; પસ્તાવા છતાં તેઓ વિષયની સત્તામાં એટલા તો સપડાઈ ગયા હોય છે કે તેથી છૂટી શકાતું નથી–માત્ર પિતાના જાત અનુભવથી બીજાઓને શિખામણ આપી એ ખાડામાં પડતા અટકાવવાની શીશ જેટલું કામ કરી શકે છે. એવાઓનો બોધ મેળવનાર ખરેખર ભાગ્યશાળી સમજો. જિનાલિત કાચા મનનો હતો અને જિનરક્ષિત સ્થીર મનને વિચારશીલ હતે. સંસારમાં આવી પડેલે હેવાથી તે જમીનની અધિષ્ઠાતા દેવી “શ્રી”થી તદ્દન સ્વતંત્ર બનવું એટલી શક્તિ તે આપણામાં નથી, પરંતુ હેના મેહપાસમાં એકજ ગરકાવ નહિ થતાં વખત આવ્યું તે હદવાળા પ્રેમમાંથી–તે કાચી કેદમાંથી છૂટી નાસવાની તક શોધવા મથવું એજ વ્યાજબી છે એમ હેને પાછળથી વિચાર થયો. શેલક યક્ષ તે ગુરૂની ઉપમા છે. હેની પાસે ખરા મનથી યાચવાથી તે સમુદ્રપાર (ભવજળ પાર) ઉતારવાનું માથે લે છે. જેમ વહાણના મધ્યભાગમાં ભવ્ય ઓરડામાં બેઠેલા સુકુમાર નરને બહાણને કપ્તાન કહે છે કે “તારે હાણના કઠેરા આગળ જવું નહિ, કારણ કે હેને ફેર ચડશે અને તે “ફેર' સામા ટકર ઝીલવાની હારી શક્તિ નથી તેથી આવું મોટું હાણ મળવા છતાં મરણને આધિન થઈશ”, તેમજ સદ્ગુરૂ પણ હેની યાચના કરનારને ચેતવે છે કે “હું જે બોધ કરું અને જે જે આજ્ઞા ફરમાવું તેમાં દઢ મન રાખજે. જરાપણ મન ફેરવીશ નહિ; નહિ તે હને “ફેર” આવશે ( વિષેની અસર લાગશે તેથી ચિત્ત ચગડોળે ચડશે ) અને તે ફેર સામા ટક્કર ઝીલવાની લ્હારી શક્તિ ન હોવાથી મહારા જેવો ‘તારો મળવા છતાં તું અગાધ ભવજળમાં રડવડી ભરીશ—શ્યણદેવી (વિષય પાસ) વડે હણાઈશ, કપાઈશ, છેદાઈશ અને મહાદુઃખી થઈશ. ” માણસ જેમ વિષયથી વિરક્ત થવા ઠરાવ કરે છે તેમ તેમ વિષે વધારે અને વધારે યુક્તિઓથી અને વધારે જુસ્સાથી હેને લલચાવે છે. રણદેવીએ નાસતા આશકોને પ્રથમ કરતાં પણ વધુ હાવભાવ અને લાલચેથી ફસાવવા કોશીશ કરી, હેમજ વિષયથી છુટવા મથનારને એવા ઘણા પ્રસંગો મળે છે કે જે યણદેવીના જેવા જ શબ્દો અને હાવભાવથી લલચાવે છે અને છેવટે એક રજ માત્ર ચળાયમાન થતાં તે નર આસનભ્રષ્ટ થઈ ડુંગરની ટોચ ઉપરથી ગુફાના ગર્ભમાં લથડી પડે છે અને હેના ટુકડેટુકડા થઈ જાય છે. ધંધામાં કે ધર્મકાર્યમાં દઢતા વિનાને માણસ નકામે છે. તે એક તરખલાની માફક, ઘડી ઘડી દિશા બદલતા પવનની લહરીમાં ઘડીમાં આમ અને ઘડીમાં તેમ ઉડયાં કરે છે; પૈસો કે ધર્મ કાંઈ પ્રાપ્ત કરી શકતો નથી. માણસે મગજને સીસા જેવું ભારે અને અંગોને રૂ જેવા હળવાં બનાવવા કેશીશ કરવી જોઈએ, જેથી મગજ આમ તેમ ઉડી શકે નહિ અને ચપળ અંગે મજબુત મગજને હુકમ થતાંની સાથે જ સહેલાઈથી ગતિ કરે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 420