Book Title: Jain Satyaprakash 1939 12 SrNo 53
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નમસ્કાર મહામંત્મહાએ અ'ક ૪ ]=== =[૧૭] કરી પોતાને સ્થાને ગયે. ગુરુમહારાજ પણ પિતાના પરિવાર સહિત વિહાર કરી ગયા. રાજસિંહ રાજાએ લાંબા કાળ સુધી મહાન સામ્રાજ્ય પર રાજ્ય કર્યું. મેટા દુર્જય રાજાઓ પણ નમસ્કાર મંત્રના પ્રભાવથી તેની આજ્ઞા વહન કરનારા થયા. એણે પૃથ્વીને જિનચૈત્યોથી ભૂષિત કરી દીધી. અન્યદા કાળે કરીને શરીર ગ્લાન થતું જણાયું ત્યારે પોતાનું આત્મસાધન સાધવા માટે પ્રતાપસિંહ નામના પોતાના પુત્રને ગાદી પર બેસાડી સિંહના જેવા નિર્ભય છતાં ભવભ્રમણથી બીધેલા રત્નાવતી યુક્ત રાજસિંહ રાજાએ ધમાચાર્યને બેલાવ્યા અને તેમના ચરણ યુગલને વંદન કરી અંજલી રચીને પ્રાર્થના કરી કે હે ભગવન, મને સમચિત ઉપદેશ આપે. ગુરુમહારાજે જણાવ્યું: “હે મહાભાગ! ક્રોડ ભવમાં દુર્લભ એવી આરાધના સર્વ આશંસાથી રહિત થઈને તું સમ્યક પ્રકારે કર.” પર્યકાસન રચીને પૂર્વ દિશાની સન્મુખ રાજા બેઠે, અને ગુરુમહારાજે આ પ્રમાણે તેને આરાધના કરવી. “જ્ઞાનાદિ પાંચ આચારમાં જે જે અતિયારે લાગ્યા હોય તે કહે, જે જે ભાગે વ્રત લીધેલા હોય તે ફરીથી સંભાર, પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, નાક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ સર્વને ખમ અને ખાવ. પ્રાણાતિપાત આદિ અઢારે પાપસ્થાનેને વિશેષ પ્રકારે ત્યાગ કર. ત્રણે લોકમાં સર્વ જન્મમાં જે જે પાપ મન, વચન અને કાયાથી ક્ય હોય તે તમામ દુષ્કતની નિન્દા કરે અને જે વિધિપૂર્વક દાન શીલ વગરે સુકૃત ત્રણ જગતમાં તે તેં કર્યા હેય તેમજ બીજાઓએ કર્યા હોય તે તમામની અનુમોદના કર અરિહંત ભગવાનનું, સિદ્ધ ભગવાનનું અને મુનિ મહારાજનું શરણ અંગીકાર કર, ચાર પ્રકારના આહારને ત્યાગ કર, નમસ્કારમંત્રનું વારંવાર સ્મરણ કર. હું કોઈને નથી, અને કોઈ મારું નથી એવી ભાવના રાખી તારા શરીર પર પણ નિર્મમ ભાવ રાખ, સદાકાળ જિનેશ્વર ભગવાન મારી ગતિ, મતિ અને આશરે છે એવી ચિત્તવૃત્તિ રાખ.” આ પ્રકારની આરાધના કરીને સમાધિ મરણ પામી રાજસિંહ રાજા દશસાગરોપમના આયુષ્યવાળો બ્રહ્મદેવે લેકમાં દેવપણે ઉત્પન્ન થયો. રત્નવતીએ પણ એ મુજબ આરાધન કર્યું અને તે પણ બ્રહ્મદેવલેકમાં ગઈ. ત્યાંથી તે બન્ને એવીને કેમે કરી મેક્ષમાં જશે. ઉપર કરવામાં આવેલા વિવેચનથી, તેમજ પુલિન્દ્રને વૃતાન્તથી અને બિન્દ્ર કથાનકમાં જણાવેલાં બીજા દૃષ્ટાન્તથી નમસ્કારમંત્રના અચિન્ય પ્રભાવનું આપણને સહેજે ભાન થાય છે. ખરેખર એ મહામંત્રની શક્તિ બહુ આશ્ચર્ય પમાડે તેવી છે. એના એકાગ્ર ધ્યાનથી આપણે આ ભવ અને પરભવ બન્ને સુધરી જાય છે. આપણું સ્થિતિ અને ગતિ ઉચ્ચ અને ઉચ્ચતર થાય છે. પરિણામે એ મંત્રના પ્રભાવથી સર્વ પાપનો નાશ થઈ આપણે આપણું આત્માને જન્મ, જરા, મરણના દુઃખમાંથી છુટ કરી સાદિ અનંત મેક્ષસુખ મેળવવા ભાગ્યશાળી થઈ શકીએ તેમ છીએ. એમાં કોઈ પ્રકારની શંકા રહેતી નથી. સદાકાળ એ પંચમંગલ મહામન્ત્રનું ઉપયોગ સહિત એકાગ્રપણે ધ્યાન કરવું તે આપણું આત્માની ઉન્નતિને માટે ખાસ જરૂરનું છે. આપણે તે ધ્યાન કરવા સતત ઉદ્યમવંત થઈએ એ જ પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે અંતિમ પ્રાર્થના. '(સયાસ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44