Book Title: Jain Satyaprakash 1939 12 SrNo 53
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાકવિ ધનપાલ = = ૧૧૯ ] એક વૃદ્ધ સીનું દર્શન રસ્તામાં મહારાજાએ સાથી પિતાની તરફ આવતી એક વૃદ્ધ ડોશી દીઠી. તે વૃદ્ધા એક નાની બાલિકાની આંગળીએ લાકડી ટેકાવતી આવતી હતી. તે બુદ્દીનું કલેવર હાડપીંજર જેવું ભાસતું હતું. સમરત દાંત ઠેકાણે થઈ ગયા હતા. નેત્રો નીસ્તેજ બની ગયાં હતાં. માથાપરતા વાળ સફેદ ભાસતા હતા. ચામડી પર વળીઓ પડી ગઈ હતી. ડાચાં બેસી ગયાં હતાં. શરીર કંપતું હતું. તેણીની આવા પ્રકારની સ્થિતિ જોઈ રાજા ભોજે પંડિતોને પૂછ્યું કે-“શs રિાજુ સુ દા દે? કરને કંપાવતી અને ભરતકને ધુણાતી આ બુટ્ટી શું કહેવા માગે છે ?” આ સાંભળીને એક પંડિત જણાવ્યું—“લાતા ચામડાં નજંઘાર ” યમરાજોના સુભટે તેણીને “બાળt ” એમ હાકોટા કરે છે, ત્યારે તે બુઠ્ઠી “ ના ના” એમ કહે છે.” આ સમયે મહારાજા ભોજે ધનપાલ સામે દૃષ્ટિ ફેંકી એટલે સમયજ્ઞ કવિ ધનપાલ આ પ્રમાણે બોલ્યા. "किं नन्दी किं मुरारि: किमुत रतिरमण : किं नल: किं कुबेरः ? किंवा विद्याधरोऽसौ किमथ सुरपति: किं विधु : किं विधाता ? ॥ नाय नायं न चायं न खलु न हि न वा नापि नासौ न चैष : . क्रोडां कर्तुं प्रवृत्त : स्वयमिह हि हले ! भूपति भौजदेव : ॥१॥ આ મહીતલ ઉપર ક્રિડા કરવાને પ્રર્વતેલા મહારાજા ભેજને જોઈને પેલી બે લિકા પિતાની વૃદ્ધ માતાને પૂછે છે કે – આ નંદી (શંકર) છે? શું આ મુરારિ (કૃષ્ણ) છે? કે શું આ કામદેવ છે? શું આ નલ છે? કે શું કુબેર છે? શું આ વિદ્યાધર છે? કે શું આ ઈન્દ્ર છે? શું વિધુ (ચંદ્રમા) છે ? કે શું વિધાતા ( બ્રહ્મા) છે? આ પ્રમાણે બાલિકાના પ્રશ્નો સાંભળી વૃદ્ધ માતા પિતાનું મસ્તક ધુણાવીને કે છે કે એ શંકર, કૃષ્ણ, કામદેવ, નલ, કુબેર, વિદ્યાધર, સુપતિ, ચંદ્રમા કે વિધાતા તેમાંથી કોઈ પણ નથી. એ તે ક્રીડા કરવાને પ્રવર્તેલા ભૂપતિ ભેજ પિતે છે.” આ સાંભળી મહારાજા ભેજ અત્યંત સંતુષ્ટ થયા. તેમના હૃદયમને ક્રોધ શાંત થયો તે ધનપાલને કહેવા લાગ્યા કે હે ધનપાલ તમારી આ અદ્દભુત તર્કશકિતથી હું પ્રસન્ન થયો છું. માટે જે ઇચ્છા હોય તે માગ. એટલે ધનપાલે કહ્યું હે મહારાજ, આપ મારી પર પ્રસન્ન થયા હોય તો મને મારાં બન્ને નેત્રો આપ ! આ સાંભળી મહારાજા એકદમ ચક્તિ થઈ ગયા. અહે! મારી હૃદયસ્થ વાત આ ધનપાલે કયાંથી જાણી? જરૂર એને કોઈ જાતનું વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ. બાદ મહારાજાએ ધનપાલને “તથાસ્તુ” એમ કહી નાના પ્રકારના ઇનામ આપી તેનો ખૂબ સત્કાર કર્યો. આ વખતે મહાકવિ ધનપાલે મહારાજાને જણાવ્યું કે મહારાજ, શ્રી જૈનધર્મના ઉત્તમ તત્ત્વજ્ઞ નનું પાન કરતા મને સુબુદ્ધિ ઉત્પન્ન થઈ છે. તેને જ પ્રતાપે હું એ વાત જાણું શક હતો. આર્દત ધર્મોપાસકને તો તેવું ફળ સહજમાં મળી આવે છે. એની પવિત્રતાના પ્રતાપે તેવી અનેક અદ્ભુત શકિતઓ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ધન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44