Book Title: Jain Satyaprakash 1939 12 SrNo 53
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૭ ]= પાલનાં વચનોથી મહારાજાના મનમાં જૈનધર્મ પ્રત્યે સદભાવ ઉત્પન્ન થયો અને મહારાજાએ સ્વમુખેથી જૈનધર્મની પ્રશંસા કરી. બાદ સર્વે વિખુટા પડ્યા. - સેતુબંધ પ્રશસ્તિની પૂર્તિ એક સમયે રાજા જે સેતુબંધની પ્રશસ્ત લાવવા રસેવકોને આજ્ઞા કરી. સેવકોએ લાવી મહારાજાને સમર્પણ કરી. પરંતુ અત્યંત જીર્ણ થs ગયેલ હોવાથી પ્રશસ્તિ સંપૂર્ણ ઉતરેલી ન હતી તેને સંપૂર્ણ કરવા પંડિતોને બતાવવામાં આવતાં પોતપોતાની બુદ્ધિ પ્રમાણે પ્રશસ્તિની પાદપૂર્તિ કરવા લાગ્યા, પણ ભૂપતિને લેશમાત્ર આશ્ચર્ય ન થયું. છેવટે તેમાંથી દ્વિપદી અને ત્રિપદી સમરયા પૂરવા ધનપાલને આપી, જેમાં દ્વિપદી સમરયા આ પ્રમાણે હતી. हरशिरसि शिरांसि यानि रेजुर्हरि हरि तानि लुटंति गृध्रपादैः ॥ ધનપાલે તેની પૂર્તિ આ પ્રમાણે કરી– अयि खलु विषम : पुराकृतानां विलसति जन्तुषु कर्मणां विपाकः ।।१।। જે રાવણના મસ્તકો શંકરના શિર પર શોભતાં હતાં, તે લક્ષ્મણ (રામચંદ્રજીના ભાઈ થી હણાતાં છતાં ગીધ પક્ષિઓના ' ગ તળે કચરાય છે, તેથી ખરેખર, પુર્વકૃત કમેને વિષમ વિપાક પ્રાણીઓને પાયમાલ કરે છે.” બીજી ત્રિપદી સમસ્યા નીચે પ્રમાણે હતી - स्नाता तिष्ठति कुन्तलेश्वरसुता वारोंगराजस्वसु द्युतेनाद्य जिता निशा कमलया देवी प्रसाद्याद्य च ।। इत्यंतःपुरचारिवारवनिताविज्ञापनानंतरं ધનપાલે તેની પૂર્તિ આ પ્રમાણે કરી__स्मृत्वा पूर्वसुरं विधाय बहुशो रूपाणि भूपोऽभजत् ॥२॥ “હે ભૂપ, રસીતાએ સ્નાન કરી દેવીને પ્રસન્ન કરતાં તેણે સ્વયં શોભાથી રાત્રિને પણ જીતી લીધી છે, એ પ્રમાણે અંતઃપુરમાં સંચાર કરતી વારાંગનાઓએ વિજ્ઞપ્તિ કર્યા બાદ રાજાએ પૂર્વ દેવને સંભારી અનેક રૂપ કરીને તેનું સેવન કર્યું.” આ પ્રમાણે ધનપાલે કરેલી પ્રશસ્તિની પૂર્તિ સાંભળી ત્યાં બિરાજતા કીર નામના વિદ્વાનને એકદમ હસવું આવ્યું. તે બોલી ઉઠયો. “અહો ? આ તે જે ને ઉચિત વાણી છે. કારણ કે તેમના મતમાં કર્મને વિપાક કહેવામાં આવેલ છે. આટલાથી પણ નહીં અટકતાં આગળ વધીને કહેવા લાગ્યો કે આ સમસ્યા મૂર્તિ તે સુજ્ઞ પુરૂને પ્રમોદ પમાડે તેવી છે. આથી મહાકવિ ધનપાલે મહારાજા ભોજને જણાવ્યું કે-ભૂપેશ આપને બા બાબતમાં લેશમાત્ર પણ સંશય ભાસતું હોય તો તેનું નિવારણ કરવાને અને સત્ય ૬. પ્રગટ કરવાને હું એવી પ્રતિજ્ઞા કરું છું કે-જે મારામાં મનુષ્યત્વ હોય તો બાવન પલના શુદ્ધ ફાલમાં આવા અક્ષરો અવશ્ય કોતરાય !” આ પ્રમાણે ધનપાલની પ્રતિજ્ઞા સાંભળી કૌતકથી મહારાજા ભોજે તે પ્રમાણે કરાવ્યું તરત જ ફાલ–પાટ પર તેવા અક્ષરો કોતરાઈ ગયા. ભોજ અને અન્ય લેકે આશ્ચર્ય ચકિત થયા અને ધનપાળને જય જય પિકારતા સૌ વિસર્જન થય. (અમૃણું ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44