________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેન સત્ય પ્રકાશ [ ૧૪૨]==
પછી બન્ને મુસાફરે અશ્વ પરથી નીચે ઉતરીને બીજી બાજુને જુએ છે. અને પિતે ફોગટ લડવા હતા તેને અફસોસ કરતા અને ગામવાળાની ને તે વીરની પ્રશંસા કરતા ચાલ્યા જાય છે.
એ પ્રમાણે જે કઈ પણ વસ્તુને આપણે એક જ અપેક્ષાએ સમજીએ અથવા કહીએ એટલું જ નહિ પણ બીજી અપેક્ષાને વિરોધ કરીએ તો સત્ય વસ્તુ સમજાય નહિ એટલું જ નહિ પણ વિરોધ જ વધી પડે છે. અને જ્યારે બીજી અપેક્ષાને સમજીએ ત્યારે સત્ય વસ્તુ યથાર્થ સમજાય છે એટલે બીજી અપેક્ષાઓનો નિષેધ ર્યા સિવાય એક અપેક્ષાએ વસ્તુને જાણવી કે કહેવી તેનું નામ નય. નાના વિભાગ
પ્રમ–ઉપર જે નયનું સ્વરૂપ બતાવ્યું તે નય શું એક જ છે કે અનેક છે?
ઉત્તર–ઉપર બતાવેવ નય અપેક્ષાને અવલંબે છે. અપેક્ષા એક જ નથી હોતી, માટે નય એક નથી પણ અનેક છે. વળી અપેક્ષા તે વ્યક્તિ દીઠ વચન દીઠ જુદી જુદી હોય છે એ રીતે જેટલી અપેક્ષાઓ છે તેટલા નો છે. જે માટે વિશેષ આવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે –સાવજો વયાપરા, સાવજો વા નવા વિસદા |
[ ( અથવા અપિશબ્દથી) જેટલા વચન વ્યવહારો છે તેટલા નય છે.]
પ્રશ્ન-એ પ્રમાણે તે નય ગણત્રી વગરના થવા તો તે સર્વે નયનું જ્ઞાન કઈ રીતે થઈ શકે?
ઉત્તર–જે કે સર્વે નયનું સંપૂર્ણ જ્ઞાન સર્વજ્ઞ સિવાય અન્યને ન થઈ શકે તે પણ નયનું સ્વરૂપ સમજાય અને સત્ય વ્યવહાર ચાલે માટે જ્ઞાનીઓએ તે સર્વ નાની જુદી જુદી વહેંચણ કરીને તેઓને મુખ્ય સાત નિયામાં સમાવેશ કરેલ છે, એટલે એ સાત નયનું સ્વરૂપ જાણવાથી નયનું જ્ઞાન થઈ શકે છે.
પ્રશ્ન-તે સાત નય ક્યા?
ઉત્તર–નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂટ અને એવંભૂત. એ પ્રમાણે તે સાત નો છે.
નૈગમનય પ્રશ્ન-તે સાત નિયામાં પ્રથમ નગમ નય કોને કહેવાય?
ઉત્તર–નગમ નયનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું–નિગમ એટલે લેક અથવા સંકલ્પ. તેમાંથી જેની ઉત્પત્તિ છે તે નૈગમનય એટલે કે લેક પ્રસિદ્ધ અર્થને સ્વીકાર કરનાર નય તે નૈગમનાય છે. અથવા જે નયને વસ્તુને જાણવાનો માર્ગ એક નથી પણ અનેક છે તે નૈગમનય.
આ નય વસ્તુના બેધમાં સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ એમ બને ધર્મને પ્રધાન માને છે.
૧. વિઘરે ઘરે જમો થ0 સ જૈિનમઃ | નકગમને બદલે નૈગમ એ પ્રમાણે જે સમાસમાં ૩ ને લોપ થએલ છે તે વ્યાકરણના પૃષોદરાદિગણને આધારે છે,
For Private And Personal Use Only