________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ [૧૪]====
==[ વર્ષ ૫ પ્રશ્ન-જગતમાં અનેક દર્શને છે તેમાંથી કોઈ દર્શન આ નયની માન્યતાને આધારે થએલ છે ?
ઉત્તર-વૈશેષિક દર્શન અને નિયાયિક દર્શન આ નયને આધારે થએલ છે. તે બને દર્શને વ્યવહારને ઉપયોગી પદાર્થોનું સારી રીતે પ્રતિપાદન કરે છે. તેમને સર્વે પદાર્થો નૈગમનને આધારે સ્વીકાર કરવા ગ્ય છે. પરંતુ તેઓ અન્ય નયના વિચારને મિથ્યા માનતા હોવાથી તે બન્ને દર્શને મિથ્યા છે. એ પ્રમાણે નૈગમનનું સ્વરૂપ થયું.
સંગ્રહનય પ્રશ્ન-બીજા સંગ્રહ યનું સ્વરૂપ શું છે? ઉત્તર-અથનાં વરાસંઘાળ લઇgઃ | [ સર્વ સામાન્ય એક દેશ વડે પદાર્થોને જે સંગ્રહ કરે તે સંગ્રહ]
અર્થાત પૂર્વે બતાવેલ નૈગમ નયમાં સામાન્ય અને વિશેષ બન્નેની સમાન ઉપયોગિતા છે. તેમાંથી વિશેષને ત્યાગ કરી ફકત સામાન્યને જ પ્રધાન માની તે સામાન્ય ધર્મ વડે જે નય સર્વ વસ્તુઓને એકમાં સમાવેશ કરે તે સંગ્રહ નય.
પ્રમ–આ સ્વરૂપ સમજાય તે માટે કોઈ દૃષ્ટાંત આપે.
ઉત્તર–કોઈ ગ્રહસ્થ પિતાને જમવા માટે રસોઈયા પાસે ભોજન મંગાવે ત્યારે તે ભેજનમાં દૂધપાક, પુરી, રોટલી, દાળ, ભાત, શાક, પાપડ, ચટણી વગેરે વસ્તુઓ પીરસે એટલે ત્યાં ભોજનમાં ખાવાની સર્વ વસ્તુઓને જે સમાવેશ થાય છે તે સંગ્રહ નયને આશ્રયીને છે.
તેવી રીતે વનસ્પતિકાય કહેવાથી તેમાં આંબે, લીંબડો, પીપળો, ગુલાબ, ચંબેલી વગેરે સર્વ વનસ્પતિઓને સંગ્રહ થાય છે.
છવાસ્તિકાય કહેવાથી તેમાં, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એમ સર્વ જીવોને સંગ્રહ થાય છે.
દ્રવ્ય કહેવાથી જીવ, અજીવ (પુતલ), ધર્મ, અધર્મ, આકાશ, કાળ એમ સર્વ દ્રવ્યને સંગ્રહ થાય છે.
એ પ્રમાણે સર્વે વસ્તુઓને સંગ્રહનય સંગ્રહ કરે છે. પ્રમ–આ નયને આધારે કોઈ દર્શનની ઉત્પત્તિ છે ?
ઉત્તર–સાંખ્ય દર્શન અને (અદ્વૈત) વેદાંત દર્શન આ નયના પ્રતીકરૂપ છે. જેમકે સાંખ્ય દર્શન પાંચ ભૂતનો પાંચતન્માત્રમાં સમાવેશ કરે છે. પાંચ તન્માત્રા વગેરે સોળ પદાર્થોને અહંકારમાં સમાવેશ કરે છે. અહંકાર બુદ્ધિમાં સમાય છે. બુદ્ધિ પ્રકૃતિમાં સમાય છે. એ પ્રમાણે સર્વ જગતને પ્રકૃતિ અને આત્મામાં સંગૃહીત કરે છે, એ સંગ્રહ નયને આધારે થાય છે. સાંખ્ય દર્શનની માફક (અદ્વૈત ) વેદાંત પણ
૩ ગુહૂર્તતિ પuદઃ જે સંગ્રહ કરે તે સંગ્રહ]
For Private And Personal Use Only