Book Title: Jain Satyaprakash 1938 03 SrNo 32
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૦]. શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ આ પ્રમાણે ઉવસગ્ગહરત્ત પરત્વે મને જે વિચાર કરવામાં સુગ સાંપડે છે તેમાંની એક લઘુવૃત્તિના કર્તાના નામ વિષે મતભેદ જોવાય છે. પંડિત બેચરદાસે એ લઘુવૃત્તિ સંપાદિત કરી છે. તેના પ્રાંત ભાગના ઉલ્લેખ “રુત્યુપતદસ્તોત્રધુવૃત્તિ સંપૂર્ણ વાર્યતા સમા” ઉપરથી તેમણે લધુવૃત્તિના કર્તા તરીકે પૂર્ણચન્દ્રાચાર્યનું નામ રજુ કર્યું છે. કેમકે તેઓ સંપૂfમાને હું શબ્દ વધારાને સમજે છે. આની મતલબને ઉલ્લેખ શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબે ઉવસગ્ગહરતેત્ર એ નામના પિતાના લેખ (પૃ. ૨૬૫)માં કર્યો છે. તેમનું માનવું એ છે કે આ પંડિત બેચરદાસની કલ્પના છે. તેઓ પોતે પૂર્ણચન્દ્રાચાર્યને બદલે ચન્દ્રાચાર્ય નામ યથાર્થ હોવાનું સૂચવે છે અને સાથે સાથે પૂર્ણચન્દ્રાચાર્યને પં. બે સરદાસ સત્તરમા સૈકામાં થઈ ગયાનું કહે છે તે વાસ્તવિક નથી એમ ઉમેરે છે. અત્રે નીચે મુજબના પ્રશ્ન કુરે છે(૧) પૂર્ણચન્દ્રાચાર્ય ગત પૂર્ણચન્દ્ર એવું નામ હોઈ શકે કે કેમ ? (૨) ઉપર્યુક્ત ઉલ્લેખગત સમા શબ્દ હોવા છતાં એની પૂર્વે સંપૂર્ણ પદ આવે છે તેનું શું ? (૩) ક્રમાંક ૭૭૫માં નોંધાયેલ પ્રતિના અંતમાં આ પ્રમાણે પંક્તિ ઉપલબ્ધ થાય છે તેમનું શું ? “ યુપસ્તોત્રપુટ્ટુત્તિ પૂર્ણવાચાર્યતિર્ઘિ સમાત” (૪) પૂર્ણચન્દ્રાચાર્ય અથવા શ્રીયુત નવાબના મત પ્રમાણે ચન્દ્રાચાર્ય કયારે થઈ ગયા છે ? આ પૈકી ત્રણ પ્રશ્નોને ઉત્તર અત્ર ક્રમશઃ વિચારીશું. પૂણચન્દ્ર એવું નામ હોઈ શકે એ બાબત શંકા જેવું નથી, કેમકે થોડા સમય ઉપર જે એક જેને સાક્ષર હૈયાત હતા તેમનું નામ પૂરણચંદ (નાહર) હતું. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (પૃ. ૨૩૮ ) માં લખ્યું છે કે “વીરાત ૧૬૩૧ (સં. ૧૧૬૧ )માં ચંદ્રકુલના હકગછના નેમિચન્દ્ર શિષ્ય શાન્તિસૂરિએ સ્વશિષ્ય મુનિચન્દ્ર માટે પૃથ્વીચંદ્રચરિત્ર રચ્યું. આ શાન્તિસૂરિએ સિદ્ધ નામના શ્રાવકે બંધાવેલા નેમિચેત્યમાં પોતાની પાટે આઠ આચાર્યો નામે મહેન્દ્ર વિજયસિંહ, દેવેન્દ્રચંદ્ર, પદ્યદેવ, પૂર્ણચન્દ્ર જયદેવ, હેમપ્રભ અને જિનેશ્વર સ્થાપ્યા. આમાં એક આચાર્યનું નામ પૂર્ણચન્દ્ર, જોવાય છે. વળી આ ઇતિહાસના પ૮પમાં પૃષ્ઠમાં નીચે પ્રમાણે નિર્દેશ છે – સં. ૧૬૩૦ આસપાસ કા (? ના) ગોરી તપગચ્છના રત્નશેખરસુરિ–પૂર્ણ ચંદ્રહેમહંસહેમસમુદ્ર-મરત્નરાજરત્નસૂરિના પટ્ટધર ચંદ્રકાતિસૂરિએ પિતાના પૂર્વજ રત્નશેખરસૂરિના પ્રાકૃત છંદ-કેશ પર સંસ્કૃત ટીકા રચી. ” વિશેષમાં આ ઇતિહાસને ૩પમાં પૃષ્ઠમાં નીચે મુજબની પંક્તિઓ છેઃ “ જુઓ પંડિત બહેચરદાસની સંશોધિત પૂર્ણચંદ્રાચાર્ય રચિત ઉપસર્ગહરસ્તોત્ર લધુવૃત્તિ.” ૩ જુઓ શ્રી જૈન સત્ય પ્રકાશ (વિ. ૩, અં. ૭). For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44