Book Title: Jain Satyaprakash 1938 03 SrNo 32
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ ] અષ્ટાંગ યુગ [૩૩] પ્રાણાયામના અભ્યાસથી રાગરૂપી મહા મેહરાજા પણ ધીમે ધીમે દુર્બલ બની જાય છે. અને મન ધારણમાં નિવિષ્ટ હોવાથી સામર્થ્ય પ્રાપ્ત કરે છે. જેમ ધાતુ અગ્નિમાં તપાવ્યાથી તે ઉપરનો મેલ દૂર થાય છે તેમ પ્રાણોને રોકવાથી ઈદ્રિઓના દોષ પણ દૂર, થાય છે. તેનાથી દુષશુદ્ધિ અને જ્ઞાનની દીપ્તિ થાય છે. તેનો અભ્યાસ ગુરૂગમ પૂર્વક કરવે. બીજા મતે પ્રાણ, અપાન, સમાન આદિ વાયુઓથી મનને રોકવાને અભ્યાસ કરવા અથોત કાળા ના આચાકૂ ને પ્રાણાયામ કહે છે. તેમાં આકાશના અપાન વાયુને નાસિકાંઠા આકર્ષણ કરી ઉદરમાં ભરે તેને પૂરક કહે છે. ભરેલા વાયુને યથાશક્તિ રેકે તેને કુક્લક કહે છે અને રોકેલા અશુદ્ધ વાયુને નાસિકા દ્વારા કાઢી નાંખવે તેને રેચક કહે છે. પ્રત્યાહાર : ઇદ્રિના ચિત્તાનુકરણને પ્રત્યાહાર કહે છે. પ્રત્યાહારના સાધનથી ઇ િવશ થઈ જાય છે. વેગને જાણવાવાળા મનુષ્ય પ્રત્યાહાર પરાયણ થઈને શબ્દ આદિ વિષયોમાં લાગેલી દિને રેકી તેને ચિત્તાનુકારિણી બનાવે તે જિતેન્દ્રિયમાં દૃઢતા આવે છે અને જેની ઈ િવશમાં છે તેની પ્રજ્ઞા (બુદ્ધિ) પ્રતિષ્ઠિત છે અને તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. માખીઓ જેમ ભમરાની પાછળ દોડે છે, ભમરા જ્યાં ઘુસે છે ત્યાં તે પણ જાય છે અર્થાત ભમરાની પાછળ માખીઓ ઘેલી થઈ ફરે છે તેવી રીતે ઇંદ્રિ ચિત્તની પાછળ ફરે તેને અર્થાત જ્યાં જ્યાં ચિત્ત પ્રવૃત્ત થાય ત્યાં ત્યાં ઇક્રિયાના જવાને પ્રત્યાહાર કહેવાય છે. ધારણ : જે સ્થાન એયનાં આશ્રયભૂત છે તે સ્થાન પર ચિત્તને એકાગ્ર કરી લગાવવું તેને ધારણા કહે છે. અર્થાત ચિત્તની વૃત્તિઓને એકાગ્ર કરીને એના આધાર સ્થાન પર લગાવવી તેને ધારણું કહે છે. તેના દશ પ્રકાર છે. શરૂઆતમાં ધારણું નાભિમાં કરાય છે. પછી અનુક્રમે હદય, વક્ષસ્થળ, કઠે, મુખ, નાસિકાગ્ર, નેત્ર, ભુમધ્ય, મુર્ધસ્થાન આદિમાં આ બધી મળીને દશ પ્રકારની ધારણા છે. આમાં ચિત્તની વૃત્તિઓ એકાગ્ર થઈ ને એય સ્થાન પર બંધાય છે. અને ધ્યેય સાથે તેનો કંઈ પણ સંબંધ રહેતું નથી. ટુકાણમાં ચિત્તને દેશ-વિદેશમાં બાંધવું તેને ધારણ કહે છે. ધ્યાન : એ સ્થાન પર (એયના આધાર પર) ધ્યેય પ્રભુ આદિ વિષયક જ્ઞાનની એકતાનતા તે ધ્યાન છે. અર્થાત એય સ્થાન પર (જ્યાં ચિત્ત એકાગ્રતાથી બંધાઈ ગયું છે ત્યાં) એયાલંબન પ્રત્યયક (એય સંબંધી) જ્ઞાનનું બીજા જ્ઞાન દ્વારા તેને અત્યંત અસપૃપ્ત રાખીને લગાતાર પ્રવાહ રાખે તેને ધ્યાન કહે છે. તે જ વિષયક જ્ઞાનમાં મગ્ન રહેવું અર્થાત્ ધારણાના દેશમાં ચિત્તવૃત્તિનો તેલની ધારાની પેઠે અખંડ પ્રવાહ તથા મનનું નિવિય હોવું તેને ધ્યાને કહે છે. એ પ્રકારે એકાગ્રપણે વૃત્તિના અખંડ પ્રવાહનું નામ ધ્યાન છે. સમાધિ : ચેય વસ્તુના સ્વરૂપથી પ્રાપ્ત થયેલું મન પિતાની ધ્યાનાવસ્થા ત્યાગીને સંકલ્પ વિકલ્પથી રહિત થઈને કેવળ ધ્યેય વસ્તુના સ્વરૂપમાં સ્થિત થાય ત્યારે આ અવધાને ભેગીઓ સમાધિ કહે છે. સારાંશમાં ધ્યાનમાં જે પ્રત્યયાત્મક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તેનું સમાધિવસ્થામાં શૂન્યતા થઈ અર્થાત મને સંકલ્પ વિકલ્પથી રહિત થઈ ધ્યાન યાકાર રૂપમાં સાક્ષી તરીકે નિર્ભષિત થાય છે. ધ્યાનથી સ્થિર થવાય છે. અને સ્થિર થયાથી એયાકાર બની જાય છે અને આપના સ્વરૂપને ભૂલી જાય છે. આ અવસ્થાને સમાધિ કહે છે. ઈશ્વરને સર્વત ભાવથી આત્મસમર્પણ કરવાથી સમાધિ સિદ્ધ થાય છે. સંપૂર્ણ. ક ‘હિંદી” “કલ્યાણ” માસિકના યોગાક ઉપરથી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44