________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮] મહાઅમાત્યનું આત્મસમર્પણ!
[૩૭] શ્રીયકના ગળે આ વાત કંઇક ઉતરતી લાગી. પણ આ કામ પિતાના હાથે કરવામાં પિતૃહત્યાનું મહાપાતક પોતાને લાગે તેનું શું ?
મહામતિ શકટાળે તેને પણ ઉપાય શોધી કાઢઃ રાજ દરબારમાં આવતી વખતે હું મારા મોઢામાં ઝેરનો ઘુટડો ભરીને આવીશ કે જે ઝેર ક્ષણભરમાં પ્રાણ હરી શકે. એટલે દેખીતી રીતે તારી તરવારથી મારું મૃત્યુ થયું ગણાશે, જ્યારે સાચી રીતે મારા હાથે લીધેલા ઝેરથી જ હું પરલેકવાસી થઈશ.”
મહાસમરમાં લડતાં લડતાં અને અનેક યોદ્ધાઓને સંહાર કરતાં કરતાં વીરતાના આવે શમાં પિતાના પ્રાણની આહુતિ આપનારા અનેક યોદ્ધાઓની વાતો સાંભળી છે. પણ સૌ કોઈના ભલા માટે, પિતાને સગા પુત્રના હાથે પિતાના મુખે માગી લીધેલા આવા ઠંડા મોતની કથા આ પહેલી જ છે અને અદ્દભુત છે-અજોડ છે.
છેવટે શ્રીયકે પિતાએ પિતાના ઉપર નાખેલી આકરી ફરજ અદા કરવાનું પણ લીધું અને પિતા પુત્ર છુટા પડયા !
રાજસભા ધીમે ધીમે ભરાવા લાગી હતી. સૌ કોઈ આવીને પોતપોતાના સ્થાને બેસવા લાગ્યા હતા. સૌ મહારાજાની રાહ જોઈ રહ્યા હતા. છેવટે છડીદારના છડી પોકાર સાથે પિતાના અંગરક્ષકે સાથે મહારાજા આવી પહોંચ્યા અને રાજસિહાસને બિરાજ્યા. શ્રીયક અંગરક્ષક તરીકે પાસે ઉભે રહ્યો.
મહાઅમાત્ય શકટાળે આવીને, રજના શિરસ્તા પ્રમાણે, મહારાજાને સલામ કરવા ગરદન ઝુકાવી કે તરત શ્રીયકે પિતાની તરવાર ખેંચી કાઢીને એક ઝાટકે શકટાળનું મસ્તક ધડથી જુદું કરી દીધું. શ્રીયકનો આત્મા કર્તવ્યની અગ્નિપરીક્ષામાં પાર ઉતર્યો.
આખી સભામાં સનસનાટી ફેલાઈ ગઈ. મહારાજા બેલ્યો-“અહહ, શ્રીયક, આ શું? પિતૃવધ ?
શ્રીયકે સવિનય જવાબ આપો. “કશું નહીં, મહારાજા ! હું આપને અંગરક્ષક છું! આપની રક્ષા કરવી એ મારે પ્રથમ ધર્મ છે ! આપને જેમાં રાજ્યદ્રોહની ગંધ સરખી પણ જણાય તેનું મસ્તક સલામત ન રહી શકે ! પછી ભલે તે અવર કઈ હોય કે મારે પિતા હોય !”
--અને મહામંત્રીના શરીરમાંનું શોણિત, રાજસભાની ભૂમિને કુંકુમવર્ણી બનાવતું તેના આત્માની સચ્ચાઈની સાખ પૂરતું હતું. તેને આત્મા સ્વર્ગલેના દ્વારે જઈને ઉભે હતો !
ઉંચે આકાશમાં એક પંખીડું આનંદની ચીસ પાડતું ક્ષિતિજમાં સમાઈ ગયું!
ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાયેલી આ કથા પ્રભુ મહાવીરના નિર્વાણ પછી લગભગ સવાસો વર્ષ બની ! આજેય તે એટલી જ ઉજજવ લાગે છે !
For Private And Personal Use Only