________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ છે.
અર્થ–ત્રણ લોકમાં પ્રતિષ્ઠિત શ્રી રૂષભદેવથી માંડીને વર્ધમાનસ્વામી સુધી વીસ તીર્થકરે છે. એ સિદ્ધોને શરણે હું પ્રાપ્ત થવા ઈચ્છું .
યજુર્વેદમાં ૨૫મા અધ્યાયમાં મંત્ર ૧૯માં જણાવે છે કે –
पुशुरिन्द्रमाहुरिति स्वाहाः ॥ उत्त्रातारमिन्द्रं ऋषभं वंदति अमृतारमिन्द्रं हवे सुगतं सुपार्श्वमिन्द्रं हवे शक्रमजितं तद्वर्द्धमान पुरुहुतमिन्द्रमाहुरिति स्वाहाः ॥ ॐ स्वस्तिनः इन्द्रो वृद्धश्रवा स्वस्तिनः पूषाविश्ववेदाः वलायु व शुभजातायु ॐ रक्ष रक्ष अरिष्टनेमि स्वाहाः। वामदेवशांत्यर्थमनुविधीयते सोऽस्माकं अरिष्टनेमि स्वाहाः।
ભાવાર્થ–રૂષભદેવ પવિત્રને અથવા યજ્ઞ કરનારને, યજ્ઞમાં પશુ જેવા વેરીને જીતવાવાળા ઈન્દ્રને હું આહુતિ આપું છું. રક્ષા કરવાવાળા ભાયુક્ત સુપાર્શ્વનાથ ભગવાન જેવા, એવા ઈન્દ્રને રૂષભદેવ તથા વધ માનસ્વામી તેઓને હું બલિદાન દઉં છું. બહુ ધનવાલા ઇંદ્ર કલ્યાણ કરે. વિશ્વવેદસૂર્ય અરિષ્ટનેમિ ભગવાન અને બૃહસ્પતિ અમારું કલ્યાણ કરે. દીર્ધાયુ, બલ અને શુભ-મંગલ આપે. હે અરિષ્ટનેમિ ભગવાન, તું અમારી રક્ષા કર. વામદેવ શાન્તિ માટે થાઓ. જેમ અમે વિધાન કહીએ છીએ, તે જ અમારા અરિષ્ટનેમિ છે. તેને અમે બલિદાન દઈએ છીએ.
આ સિવાય પણ અનેક સ્થળે જૈનધર્મની અત્યુત્તમતા દર્શાવનાર વિદ્વાને હિંદુ શાસ્ત્રોમાં પડેલ છે. લંબાણ થવાની ભીતિએ ફક્ત ટુંકામાં જ ઉપર્યુક્ત શાસ્ત્રાધાર આપ્યા છે. આ માટે એ લેખક મહાશય શું જવાબ આપે છે ? ભલે એ લેખક જવાબ આપે યા ન આપે, પરંતુ જનતા જરૂર જણી શકશે કે લેખકની જૈનધર્મ પ્રત્યેની માન્યતાઓ શાસ્ત્રોક્ત નહિ બલકે મનઃ કલ્પિત છે.
અહીં એક બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે-લેખકની માન્યતાનુસાર જૈન ધમઓએ જે ખરેખર હિંદુ ધર્મનું અનુકરણ કર્યાની બીના જે સત્ય હોય તો એમની માન્યતા મુજબ પાછળથી ઉદ્દભવેલ જૈનધર્મનું ખ્યાન હિંદુ શાસ્ત્રોમાં શી રીતે આવી શક્યું ? આ વસ્તુ એ જ બતાવે છે કે શિવ અને વિષ્ણુ માર્ગીઓના પરમપ્રિય હિંદુ ધર્મની ઉત્પત્તિ અગાઉ પણ જૈનધર્મનું અસ્તિત્વ હતું જ. અને એ માટે જ શિવ અને વિષ્ણુ માર્ગીઓએ જૈનધર્મનું વિસ્તૃત વિવેચન કરવાનું હિંદુ શાસ્ત્રોમાં એ માન્યું છે. આ બધી બીનાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ એ લેખક ભાઈ કરશે તે જરૂર સત્ય વસ્તુ સમજી શકશે ! અસ્તુ !
For Private And Personal Use Only