________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હિન્દુરશાસ્ત્રોમાં જૈનધર્મ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ એક હળવા પ્રતીકાર ]
લેખક–મુનિરાજ શ્રી પ્રેમવમળજી
મનુષ્યને ધર્મ પ્રાપ્તિ થવી એ વસ્તુને શાસ્ત્રકારા મહાન પુણ્યદય મનાવે છે. અને તે પ્રાપ્ત થએલ ધર્મનું સુંદર સ્વરૂપ, એનાં ગૂઢ રહસ્યો સાથે સમજાઈ જાય છે ત્યારે આત્મહિત કરી શકાય છે એ નિર્વિવાદ છે. પરંતુ જો ધર્માંની પ્રાપ્તિ સાથે એ ધર્મના વાસ્તવિક સિદ્ધાંતાથી વિપરીત વન થાય છે, ત્યારે તે જ ધર્મ આત્મહિતને બદલે અવદશા ઉત્પન્ન કરી અધાતિને જ પમાડે છે, સત્ય, શાશ્વત અને સનાતન ધર્મ પ્રત્યે સર્વ કાઇને અનુરાગ ઉદ્ભવે છે. પણ જ્યારે એ અનુરાગ સાથે અજ્ઞાનતા જોડાઈને, તે અંધ શ્રદ્ધામાં પરિણમે છે ત્યારે તે બહુ ભયંકર થાય છે. એ અંધ શ્રદ્ધા આગળ વધતાં એનાં અનિષ્ટ અને અનિચ્છનીય પરિણામરૂપે કેવાં ગંભીર સ્વરૂપ પકડે છે, એ ફક્ત અનુભવીએ જ સમજી
શકે છે.
આવા જ એક અટિત બનાવ ‘ રવિવાર ’ નામના એક જાણીતા અઠવાડિક પત્રમાં બનવા પામ્યા છે. વસ્તુસ્થિતિ એવા પ્રકારની છે કે—એ પત્રના વિ. સં. ૧૯૯૪ના છેલ્લા દીપોત્સવી અંકમાં પાને ૮૭માં ‘શિવલગિ પૂજા સત્ર થાય છે?” એ શીર્ષક હેઠળ એક લેખ છપાએલ છે. એ લેખના લેખક મહાશય શાસ્ત્રી રેવાશકર મેધજી પુરાહિત છે, કેજેએ પાતાને ‘પુરાણુ વિશારદ' તરીકે પેપરામાં એળખાવે છે. એ લેખકશ્રી એમના ઉપર્યુક્ત લેખમાં જણાવે છે કે– જૈન ધર્મીઓ તે મેટે ભાગે હિંદુઓનાં અનુકરણ કરે છે. તે ફક્ત નામ માત્રથી જ જૈન છે.' આ પ્રમાણે જણાવનાર લેખકની માન્યતાઓમાં તથ્યાંશ કેટલું છે, એ વસ્તુ વાંચકવૃંદ નીચેની બીનાએથી સુંદર રીતે સમજી શકશે. લેખક મહાશયે જે શિવલિંગ પૂજાની મહત્તા મનાવવા પૂરતી જ કાશીષ કરી હોત તે। એ સામે કાઇને કંઈ પણ વિરોધ ન હોય, પરંતુ ખેદની બીના એ છે કે—જ્યારે સ્વમતની નમાં અન્ય મત પ્રત્યે અન્યાયનું પ્રદર્શન કરવામાં આવે ત્યારે તે દરેક સ્વધર્મ નિષ્ઠ વ્યક્તિને સ્વરક્ષણાર્થે એના પ્રતિકાર કરવાની ફરજ ઉભી થાય છે. અને તેથી જ એ માટે કંઇક લખવાનું જરૂરી જણાય છે. જૈનધર્મ સંબંધી એ લેખકશ્રીની માન્યતાએ શાસ્ત્રસિદ્ધ છે કે મનઃ કલ્પિત છે, એનુ પ્રથમ નિરીક્ષણ કરવાનું રહે છે. એ લેખક મહાશય પેાતાને
પુરાણુ વિશારદ' તરીકે ભલે એળખાવે, પરંતુ પુરાણુ શાસ્ત્રમાં જૈનધર્મ માટે કેવા પ્રકારનું લખાણ છે, એ કંઇક જાણવા-સમજવા તેમણે પ્રયત્ન કર્યાં હોત તો જરૂર એ વાત શાભાસ્પદ બની શક્ત. પુરાણુ શાસ્રામાં લેખકના શબ્દોથી ઉલટું જૈનધર્મને પ્રસંશનીય બતાવનાર લખાણ દષ્ટિગોચર થાય છે. જીએ પદ્મપુરાણ ગ્રંથમાં મહાદેવજી એમની સુપત્ની પાર્વતીજીને જણાવે છે કે—
For Private And Personal Use Only