________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮] મહાઅમાત્યનું આત્મસમર્પણ!
[૩૫] સાથે સાથે વરરુચિ પાસેથી પિતા માટે આજન્મ વૈર પણ વહોરી લીધું, પણ મહામંત્રીને તેની પરવા કરી પાલવે એમ ન હતી !
વરચિને પહેલાંથી જ મહામંત્રી પ્રત્યે અણગમે હતો. તેને પિતાને રાજાના પ્રિય બનીને મંત્રીપદે નિયુક્ત થવાની ઉત્કટ ભાવના હતી. અને આ ભાવનાને સફળ બનાવવામાં તેને મહાઅમાત્ય અકાળ જ આડખીલી રૂપ લાગતા હતા. તેમાં વળી આ બનાવ બન્યો ! એટલે પછી એના ગુસ્સાને પાર જ કેમ રહે?
તે વધુને વધુ વિહળ બનતે ગયે. રાત દિવસ તેના મનમાં મહામંત્રીના પ્રતિષધના પડઘા સંભળાતા હતા. અને તેથી કોઈ પણ ભોગે મહાઅમાત્યને શિકસ્ત આપીને પોતાના માર્ગમાંથી તેને કાંટે દૂર કરવાનો ઉપાય તે શોધવા લાગે. જેને કોઈ પણ ભોગે છિદ્ર જ ગેતી કાઢવું હોય તેને તે ગમે તેવા શુદ્ધ માણસમાં પણ મળી આવે છે. દૂધમાંથી પણ પિરા કાઢનારાં જગતમાં કયાં નથી પડયાં? વરસચિને પણ આવો એક પ્રસંગ મળી ગયો અને તેને લાભ લઈને મહાઅમાત્યનું કાસળ કાઢવાનો તેને નિર્ણય કરી લીધે.
વાત એમ હતી કે મહાઅમાત્ય શકટાળને ત્યાં ટુંક વખતમાં તેના પુત્રના લગ્નને મંગળ અવસર આવવાનો હતો. આ શુભ અવસરે, જેની છત્ર છાયામાં રહીને પોતે મહામંત્રીપદને ભોગવતો હતો અને જેનું લૂણ ખાઈને પોતાની કાયાને પિવી હતી તે મહારાજાનંદને પિતાને ત્યાં નોતરીને તેમનું ક્ષત્રિયોચિત સન્માન કરવાનો તેણે વિચાર કર્યો. અને આ સન્માન વખતે અનેક પ્રકારનાં શસ્ત્રઅ મહારાજાને ભેટણ તરીકે આપવાનું તેને વધારે ઉચિત લાગ્યું. આથી પિતાના ઘરના ભૂગર્ભમાં આવાં અસ્ત્ર-શસ્ત્રો તૈયાર કરાવવા લાગ્યો. પણ આને પિતાનો વિરોધી ગેરલાભ લેશે તે, એ દુરદશ મહામંત્રી ન જોઈ શકે. રાજભક્તિની ઉત્કટતા આગળ પિતાની સલામતીને વિચાર તે ભૂલી ગયો !
વરચિને આ વાતની ખબર પડતાં તેના આનંદનો પાર ન રહ્યો. તેને પિતાના અપમાનને બદલે હવે હાથવેંતમાં લાગ્યો. તે તરત મહારાજા પાસે પહોંચી ગયો અને મહારાજાને જણાવ્યું કે “આપનો માનીતો મહાઅમાત્ય અસ્ત્ર-શસ્ત્ર તૈયાર કરાવીને ટુંક વખતમાં આપને તખ્ત ઉપરથી ઉઠાડીને પોતાના પુત્રને તખ્તનશીન કરવા માગે છે. જે આપ તપાસ કરાવો તે આપને ખાત્રી થયા વગર નહીં રહે કે મહામંત્રીના મકાનના ભેંયરામાં અનેક પ્રકારનાં અસ્ત્ર-શસ્ત્રો તૈયાર થઈ રહ્યાં છે.”
મહાનંદ આખરે રાજા હતા. તે કાનને કાચ બન્યો. પિતાને જીવ બચાવવાના સ્વાથી વિચારે તેની બુદ્ધિની સૂક્ષ્મતાને આવરી લીધી. તેણે ગુપ્તચર મારફત તપાસ કરાવતાં શસ્ત્રો તૈયાર થવાની વાત સાચી માલુમ પડી એટલે એને મહાઅમાત્યના રોજદ્રોહનો નિર્ણય થઈ ગયો. અને તે દિવસે દિવસે મહામંત્રી પ્રત્યે ઉદાસીન થવા લાગ્યો !
મહાઅમાત્ય બુદ્ધિશાળી હતા. રાજકરણી શતરંજના અનેક દાવ પેચ તે આસાનીથી ઉકેલી શકતો હતો. એટલે અત્યારની મહારાજાની ઉદાસીનતાનું આંતરિક રહસ્ય સમજતાં તેને વાર ન લાગી. તે બધી પરિસ્થિતિ બરાબર સમજી ગયો. તે જોઈ શકો કે પોતાની રાજભક્તિ તેને પિતાને જ ભાગ લેવા તૈયાર થઈ હતી. પણ હવે એ બધી વસ્તુને સાચો
For Private And Personal Use Only