Book Title: Jain Satyaprakash 1938 03 SrNo 32
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાઅમાત્યનું આત્મસમર્પણ! નંદવંશના આઠમા રાજા, મહારાજા મહાપવના સ્વર્ગગમન પછી, અનેક પ્રકારની રાજકીય કાવાદાવા અને મંત્રીઓની અનેક વિચારણાના અંતે મહારાજા મહાનંદ નવમા નંદ તરીકે રાજસિંહાસને આરૂઢ થયા હતા. મહારાજા મહાનંદ ક્ષત્રિયાણીને પુત્ર હોવાના બદલે એક શુદ્ર રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ હોવાથી તેની સામે અનેક પ્રકારનો વિરોધ બતાવવામાં આવતા હતા. અને આ કારણે ત્યારનું રાજકીય વાતાવરણ સંશુબ્ધ રહ્યા કરતું હતું. આ વાતાવરણ ખરેખર, ઘણું જ ગંભીર હતું અને એને શાંત કરીને પ્રજામાં રાજા પ્રત્યે આદર ઉત્પન્ન કરવાનું કાર્ય કટોકટી ભર્યું હતું. આ વખતે મહારાજા નદે વિચાર કરીને, વંશપરંપરાથી જે કુટુંબનું મંત્રીપદુ મગધ ઉપર ચાલ્યું આવતું હતું તે કુટુંબના વંશજ અને પ્રથમ નંદ મહારાજા નંદીવર્ધનના મહાઅમાત્ય કલ્પનના સાતમા વંશજ શકટાળને મહામંત્રી પદે નીમ્યો. એણે ટુંક વખતમાં પિતાની શક્તિ અને કુનેહથી બધું વ્યવસ્થિત કરી નાખ્યું. અને ધીમે ધીમે પ્રજામાં રાજા પ્રત્યે આદરભાવ ઉત્પન્ન થવા લાગ્યો. મહારાજા મહાનંદ વિદ્યા અને કળાના શોખીન હતા. આથી વિદ્યા અને કળાના ઉપા સકને સારો રાજ્યાશ્રમ મળતો. નવી નવી કવિતાઓ રચનાર કવિઓને કવિતાદીઠ સારું ઇનામ મળતું. આ વખતે મહાવૈયાકરણ વરરુચિ જે કવિતા બનાવી જાણતા હતા, તે ત્યાં રહેતો હતો. તેણે મહારાજાની આ ઉદારતાને પૂરેપૂરો લાભ લેવાનો વિચાર કર્યો. તે રેજરોજ નવી નવી કવિતા બનાવી લાવો અને મહારાજા તેને રાજખજાનામાંથી ભારોભાર ઈનામ અપાવતા. મહામંત્રી શકટાળને આ વાત ન સચિ! પ્રજા પાસેથી પાઈ પાઈ કરીને મેળવેલ ખજાને પ્રજાના કલ્યાણ માટે ન વપરાતાં આવી રીતે ખાલી થઈ જાય અને કટોકટીની પળે રાજા અને પ્રજા એ ખજાનાને લાભ ન લઈ શકે એ સ્થિતિ તેને અસહ્ય લાગી! અને આવી રીતે ખજાનાને ખાલી થતા અટકાવવા માટે તેણે મહારાજાને જણાવ્યું કે વરચિ જે કવિતા રોજ બનાવી લાવતા હતા તે તેની કૃતિ ન હતી પણ તે તે પૂર્વના કોઈ કવિની બનાવેલી હતી. અને આની સાબિતિ માટે મહામંત્રીએ જણાવ્યું કે જે કવિતા વરચિ બેલે તે મારી સાત પુત્રીઓ પણ બોલી બતાવશે. મહામંત્રીની સાત પુત્રીઓમાં એ ગુણ હતો કે પહેલી એક વખત, બીજી બે વખત, ત્રીજી ત્રણ અને સાતમી સાત વખત બોલાયેલ વસ્તુને કહી બતાવી શકે. આ પ્રમાણે ભર રાજ સભામાં સાત પુત્રીઓએ વરચિએ ઉચ્ચારેલ કવિતા કહી બતાવી ત્યારે વરસચિની શરમને પાર ન રહ્યો. બીજી બાજુ રાજાને વરસચિના આવા કૃત્ય પ્રત્યે અણગમો ઉત્પન્ન થયો. આ પ્રમાણે, મહાઅમાત્યે પોતાની અજબ કુનેહ અને દૂરઅંદેશથી રાજ્યના ખજાનાને બચાવવાની પિતાની ફરજ અદા કરી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44