________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ ] “બરાબર પર્વત” પરનાં જૈન ગુફા મંદિર
[૩૧] કામ એક જૈને કર્યું છે. જેણે “આજીવિકેહી” શબ્દો કાઢી નાખતાં પિતાને ધર્મ જણાવ્યો છે.
ઉપરની હકીકતથી એક બીજો મુદ્દો ઉપસ્થિત થાય છે. “બરાબર પર્વત” પરને “ક મોપાર” લેખ ફરી વાંચીને તેનો અર્થ કર એ આ મુદ્દો છે. આ લેખને મી. કીટ્ટોએ સૌથી પહેલાં લીગ્રાફ કરાવી જર્નલ એશિયાટીક સોસાયટી ઓફ બૅન્ગાલને સોલમા વોલ્યુમમાં પૃષ્ટ ૪૦૧ માં પ્રગટ કરાવ્યો હતો. તે પછી મી. બરોફે તે વિષે ચર્ચા કરી હતી. મી. કીટ્ટોએ જ્યારે ફેટે લીધો ત્યારે પાંચ અક્ષરો જે તૂટી ગયા છે તે બીલકુલ વાંચી શકાય તેમ ન હતા એમ જણાય છે. પણ “ ખલાતાક પર્વત” છે, એવા સૂચન ઉપરથી ફેટાની નકલ કરવામાં આવી હતી. ચોથી લીટીમાં છેલ્લા અક્ષર “દી અગાઉ દસ મીડાઓ મુકીને મી. હલ્ટઝસ આપણને ખોટે મારગે લઈ જાય છે. તેનું કારણ એ કે બીજી લાઈન કરતાં ચેથી લાઈન મોટી જણાય છે. ખરી રીતે જોતાં પાંચ અક્ષર કરતાં વધારે જગ્યા નથી. જનરલ કનીગહામે “ખલાતિકા પવત ” નો એ શબ્દનો એક ભાગ બીલકુલ ટુંકે કરી શકાય એવો નથી એવો ખુલાસો કર્યો હતો. મી. હલ્ટઝસ “મે” શબ્દને “મને” એવો અર્થ કરે છે. “મને એ સર્વનામ કોઈ અજાણ્યા દાતાનો ઉલ્લેખ કરતું હોય, અથવા રાજાને તેથી નિર્દોષ થતો હોય, પણ દરેક વસ્તુ અપાય છે તે વખતે ત્રણ વસ્તુ મહત્ત્વની હોય તે વાત ભૂલવી જોઈએ નહીં. એક તો દાતા, બીજુ જેને અપાય છે તે અને ત્રીજી અપાયેલી વસ્તુ. પહેલા શિલાલેખમાં પ્રિયદર્શી દાતા છે. “આજીવિકહી” ઓને દાન અપાય છે. અને “નિગોહાની ગુફા” એ દાનની વસ્તુ છે. બીજા શિલાલેખમાં પ્રિયદર્શી દાતા છે. આજીવિકેહીઓ દાન લેનારા છે. અને ખલાતિ પર્વતની એક ગુફા દાનની વસ્તુ છે. ત્રીજામાં પ્રિયદર્શી દાતા છે. અને “સુપીયે ગુફા” એ દાનની વસ્તુ છે. પણ દાન લેનાર કોણ છે તે આપ્યું નથી. વળી સરખાપણના કારણે “ખલાતિક પવત” શબ્દ લગાડવો એ પણ બીલકુલ જરૂરનું નથી. આનું કારણ એ છે કે ગુફાનું નામ પહેલી ગુફા જેવું જ છે. અર્થ પૂરે થાય તે માટે દાન લેનારનું નામ તે આવવું જ જોઈએ. મી. જેકસન દાન લેનારા તરીકે “આજીવિકેહીઓ” ને જણાવે છે. જાણી જોઈને અક્ષરે ભૂસી નાખવામાં આવ્યા છે, એ વાત ઉપરથી છએ ગુફાઓ આજીવિકાની હતી એ વાતને ટેકે મળી આવે છે.
By Dr. A. Banerjee Shastri M. A. Ph! D.J. B. 0. R. ડ. Vol. 12 Part 1, pp. 53–62.
આજીવિક દર્શન :
આ દર્શનનું સ્વતંત્ર સાહિત્ય અને સંપ્રદાય વર્તમાનમાં હસ્તી ધરાવતું નથી. તથાપિ તેના આધ્યાત્મિક વિકાસક્રમ સંબંધી વિચારે બૌદ્ધ ગ્રંથોમાં સચવાઈ રહેલ છે. જો કે સંપ્રદાય ન હોવાથી તે વિચારેને સ્પષ્ટ ખુલાસે તે ગ્રંથમાં જણાતો નથી; તો પણ તે વિચારે
For Private And Personal Use Only