________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮1 બરાબર પર્વત” પરના જૈન ગુફા મંદિરે
[૯] હતા. તેમના હાથ અને મહીં ઉંચાં કરેલાં હતાં, અને તેઓ તડકામાં બેઠા હતા. તેમનું શરીર જુઓથી ઉભરાઈ ગયું હતું. “તમે ઋષિ છો કે જુનો ભંડાર છો ? ” એવી ગેસલાએ પૃછા કરી. અને ઋષિની વિશેષ પજવણી કરતાં તેમણે ગે શાળા ઉપર તેજલેશ્યા મૂકી. પ્રભુ મહાવીરે સામે શીતલેસ્યા મૂકીને ગોશાળાને બચાવ્યો. પછી ગોશાળાએ તેજોલેસ્યા શિખવાનો વિધિ પ્રભુ પાસેથી જાણીને તેને પ્રાપ્ત કરી. આથી તેને સ્વતંત્ર મત સ્થાપવાના વિચારે થવા લાગ્યા. ગોસાલાને છૂટા થવાનું દેખીતું કારણ એ હતું કે એના સિદ્ધાંત પ્રમાણે બધા પ્રાણ પ્રતિક્ષણે પુનર્જન્મ લઈ શકે છે. સાલાએ પિતાને જાદુઈ શક્તિ પ્રાપ્ત થઈ હોવાનું જાહેર કર્યું. વળી તેણે જિનપદ પ્રાપ્તિની ઘોષણા પણ કરી અને પ્રભુ મહાવીરે જિનપદ પ્રાપ્ત કર્યું તે પહેલાં આજીવિકાને પંથ સ્થા. હલાહલ નામના એક શિષ્યની સાવથીની દુકાનમાં તેણે ઉપદેશ આપવાનું શરૂ કર્યું. તેણે કેટલાક યતિઓને પોતાના તરફ આકર્ષા. અને આઠ મહા નિમિત્તેને પોતાને સિદ્ધાંત સ્થાપિત કર્યો. પ્રભુ મહાવીરે આ કૃત્યોની ખુબ ઝાટકણી કરી. બંને વચ્ચેના આ મતભેદના કારણે સમગ્ર હિંદમાં પિતાને ધર્મ સ્થાપવાની પ્રભુ મહાવીરને જે તક મળી હતી, તે તકને અંતરાય થયે. બીજી બાજુ જૈને, આજીવિકા અને તેમના નેતા ગેસાલા તરફ ધૃણાની દૃષ્ટિથી જોવા લાગ્યા.
ગેસલાએ મનુષ્ય જાતના છ વિભાગ ક્યાં. એક પિત, ભીખુ, નિર્ચ, આજીવિકા, ગોસાલાને વખાણનારા સત્ પુરૂષો અને પોતાની વિરૂદ્ધ જનારા ખરાબ માણસે.
બૌદ્ધો, જૈન અને આજીવિકેમાં સાધુઓને સમુદાય ઘણે હેટ અને મહત્ત્વને હતે, એ વાત સ્પષ્ટ છે. ગોસાલાએ એ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતો કે મહા સત્તાને એક બાજુ મુકીને મનુષ્ય જાત બીજાઓના કૃત્યથી “અહંતપદ” તેમજ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. આ સિદ્ધાંત જૈનના સિદ્ધાંતથી જુદા પડે છે. જેને તે ગેસાલાના સિદ્ધાંતને ‘મૂર્ખતાયુક્ત” માને છે. ગોસાલાએ જિનભગવાનની સત્તાને અને પ્રમાણભૂતતાને ફટકો માર્યો છે, એવી જૈનોની માન્યતા છે. પ્રભુ મહાવીર સત્ય જ્ઞાનની હજુ શોધમાં હતા, એ દરમ્યાન સાલાએ પિતાનું ઉંધું પ્રચારકાર્ય કર્યું, એ તેના ધર્મોપદેશમાં કેવી કઠોર વૃત્તિ હતી તે બતાવી આપે છે.
જેને આજીવિકોથી જરા પણ ડર્યા નહી. તેમણે આજીવિકાને પ્રત્યુત્તર આપવાની પણ દરકાર કરી નહી. બૌદ્ધો અને જૈનો વચ્ચે ઉશ્કેરણીના પ્રસંગે થતા હતા. ગોસાળાએ પ્રભુ મહાવીરને ગાળો આપવામાં બાકી રાખી નહોતી. સવનુભઈ નામના પ્રભુ મહાવીરના એક શાન્ત શિષ્ય પણ ગોસાલાની એક નિર્લજ વૃત્તિ હામે વિરોધ ઉઠાવ્યો હતો. પ્રભુ મહાવીર અનંત જન્મો સુધી કોઢ નીકળવાની ગોશાળા માટે ભવિષ્યવાણી ભાખી હતી. તેમણે નાસ્તિક ગોસાલા કે આજીવિકા સાથે કંઈ પણ સંબંધ ન રાખવા પિતાના અનુયાયીઓને અનુરોધ કર્યો હતો.
બૌદ્ધ ધર્મને ઈ. સ. પૂર્વે. છઠા સૈકાથી તે ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકા સુધી હિંદમાં તેમજ હિંદના બહારના પ્રદેશમાં પ્રચાર થયે. જેનોમાં મતભેદ પડવાથી તે શરૂઆતમાંના કેટલેક અંશે દબાઈ ગયે. આજીવિકે કે જેઓ એક વખતે સત્તાધિશ હતા, તેઓ નામશેષ રહ્યા એમ ધારીને જેનો સંતોષ માને છે.
For Private And Personal Use Only