________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[30] શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ ૩ - જેને અને આજીવિકા વચ્ચેનું આ વૈમનસ્ય શિલ્પકામના પ્રદેશમાં પણ જણાય છે. તેમાંના કેટલાએક દાખલા ખાસ નોંધવા જેવા છે. હાલન “બરાબર પર્વત” ઈ. સ. પૂર્વે બીજા સૈકામાં “દેવાનાં પ્રિય” નામથી ઓળખાતો હતો. દશરથ મૌર્ય યુગમાં “ ખલતિક પર્વત”ના નામે ઓળખાતો હતો. ઈ. સ. છઠ્ઠા અને સાતમા સૈકામાં “માન્ય ખરી”ના રાજા અનંતવર્મનની સત્તા નીચે તે “પ્રવરગિરિ ”ના નામથી ઓળખવામાં આવતા હતા. આ બંન્ને કાળ વચ્ચેના કોઈ કાળે તેણે ગેરથગિરિ એવું નામ ધારણ કર્યું. મી. જેકસનને સન–૧૯૧૩-૧૪ માં માલુમ પડેલા બે શિલાલેખો ઉપરથી આ વાત સાબીત થાય છે. એક શિલાલેખ ઉપર “ગોરગિરિ ” અને બીજા શિલાલેખ ઉપર “ગોરધગિર” એમ વંચાય છે. બીજા શિલાલેખની લીપી દક્ષિણ બ્રાહ્મી હતી તે મી. આર. ડી. બેનરજીએ અભિપ્રાય આવે છે. મહારાજા ખારવેલને હાથી ગુફાને શિલાલેખ ફરી વાંચી તેનો અર્થ કરતાં તે જ નામ અને લીપી પ્રકાશમાં આવ્યાં. નામ એટલે કે “ગોરધગિરિ'. રાજા ખારવેલ ઓરિસ્સામાં કલિંગ દેશના રાજા હતા. એમના શિલાલેખને સમયકાળ ઈ. સ. પૂર્વે બીજા સૈકાનો છે. શિલાલેખની સાતમી લીટીમાં આ પ્રમાણે જણાવ્યું છે હેટા સૈન્યથી તેણે (મહારાજા ખારવેલે) રાજ્યકાળને આઠમા વર્ષમાં મહાન વડવાળા (દીવાળવાળા )ગેરથગિરિ (કીલ્લો) ઉડાડી મુકેલ.
સાત ગુફા પિકી “બરાબર પર્વત ઉપરની બે અને નાગાજુની ટેકરીની ત્રણ આજીવિકાને અર્પણ કર્યાના ઉલ્લેખો મળી શકે છે. ત્રણ શિલાલેખે ઉપર આજીવિકેહી ” શબ્દ જાણી જોઇને કહાડી નાખવામાં આવ્યા છે. જેઓ શિલાલેખની લીપી વાંચી શકતા હતા અને જેમણે આજીવિકા સામે વિરોધનું ખાસ કારણ હતું તેમણે આ કૃત્ય કર્યું હોવું જોઈએ. એટલે કે કોઈ હિંદુ, બુદ્ધ કે જેને આ કૃત્ય કરેલું હોવું જોઈએ. માઉખરી અનંતવર્મન જેણે “બરાબર પર્વત’ની એક ગુફા કૃષ્ણને અને બે નાગાજુની ગુફા શિવ અને પાર્વતીને અર્પણ કરી હતી, તેની સત્તા નીચે આ કૃત્ય થયું હશે તે મી. હટઝસને મત છે. એક બુદ્ધ પિતાના એક ભક્ત રાજાના કામને નુકસાન કરવાનો વિચાર કરે એ સત્ય લાગતું નથી. મહારાજા ખારવેલ કે જેઓ જિનના અનુયાયી હતા તેઓ અશોક, દશરથના યુગ પછી પિતાના રાજ્યકાળના આઠમા વર્ષમાં “ગોરધગિરિ ”માં હતા. તેમણે એક ચુસ્ત જૈન તરીકે ગસાલાના અનુયાયી ઢેગી આજીવિકાનાં નામે બને તેટલાં ભૂંસી નાખવાને પ્રયત્ન કર્યો હતો એમ મનાય છે.
મહારાજા ખારવેલે “ગોરધગિરિ”ની મુલાકાત લીધી, એ વાતને “લેમશ ઋષિ”ની ગુફાની સુવિખ્યાત લેખથી ટેકે મળી રહે છે. જુદા જુદા સુશોભિત પ્રાણીઓ તરફ લક્ષ ખેંચી, તેમજ “ગેરધગિરૌ”ના લેખના સાનિધ્ય ઉપરથી મી. જેકસને પ્રશ્નનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. મી. જેકસનના ફોટોગ્રાફે જે સન. ૧૯૨૫ માં લેવામાં આવ્યા હતા તેમાં બન્ને છેડે બે મકરે છે. મકવાળી આકૃતિ ઉત્તર હિંદમાં ભાગ્યે જ માલુમ પડે છે. ડાબી બાજુના શિલાલેખ તેમજ મકવાળા ફોટોગ્રાફ ઉપરથી એમ કહી શકાય કે આ દક્ષિણ હિંદનું અનુકરણ છે. મહારાજ ખારવેલને શિલાલેખ પરીક્ષા તેમજ પુરાવા રૂપ છે. “ગરધગિરિ”ના લેખ તેમજ ફોટાને “ઉદયગિરિ ”(કલિંગ)ના શિલાલેખ તેમજ ફોટા સાથે નીકટનો સંબંધ હતો, એ વાતમાં ભાગ્યે જ શંકા છે. શિલાલેખ તેમજ ફેટાનું
For Private And Personal Use Only