________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ 1 ‘મહામંત્રી કલ્પક
[૨૩] કલ્પકને બચપણથી જ જૈનધર્મના સંસ્કાર મળ્યા. તે બુદ્ધિમાન હતું એટલે થોડા વર્ષમાં સમર્થ વિદ્વાન બની ગયો. અને અનેક બ્રાહ્મણ પુત્રે તેની પાસે આવી અધ્યયન કરવા લાગ્યા. શિષ્ય—પરિવાર સાથે ચાલતે કલ્પક બૃહસ્પતિની શોભાને ધારણ કરતા હતા. કલ્પકનો વિવાહ
કલ્પક જેનધમ હતા તેમ સંતોષી અને સંયમી હતો. તેને વિવાહ માટે ચારે તરફથી બ્રાહ્મણે પ્રાર્થના કરતા હતા, પરંતુ કલ્પકે આજ દિવસ સુધી નકાર જ સંભળાવ્યા હતા. એક દિવસે કલ્પક સીધા રસ્તા પર ચાલ્યો જતો હતો તે જ સમયે એક બ્રાહ્મણે ઈરાદાપૂર્વક પિતાની રૂપવંતી ગુણવતી કિન્તુ જલદરથી પીડાતી યુવાન કન્યાને કુવામાં ઉતારીને જાહેર કર્યું કે–જે કઈ આ મારી કન્યાને કુવામાંથી બહાર કાઢશે તેને આ કન્યા આપવામાં આવશે. કલ્પક તેવા અવસરે આ કુવા પાસે આવી પહોંચ્યું હતું. તેણે દયાભાવે વિપ્રકન્યાને કુવામાંથી બહાર કાઢી અને કન્યાના પિતાએ પિતાની જાહેરાત પ્રમાણે એ કન્યાને કેલ્પક સાથે વિવાહ કરવાનો આગ્રહ કર્યો. કલપકને જ્યારે માલુમ પડયું કે આ કન્યાને જલોદર છે ત્યારે તે સમજી ગયો કે કન્યાના પિતાએ મને ઈરાદાપૂર્વક ફસાવવા માટે આ પેંતરે
ઓ છે. છતાં તેણે દયાભાવે યજુર્વેદેત પ્રયોગો વડે કન્યાને નીરોગી કરી તેણી સાથે લગ્ન કર્યું. મંત્રીપદની પ્રાપ્તિ
નંદ રાજાએ કલ્પકને બેલાવી પ્રધાનમંત્રી બનવાનું કહ્યું. કલ્પકે સંતોષ તથા નિર્લોભતેના કારણે પ્રધાનમંત્રી બનવાનો ઈન્કાર કર્યો. આ સાંભળી નંદરાજાને બહુ ગુસ્સો આવ્યો, પરંતુ તે ગુસ્સાને મનમાં જ ગળી ગયો. પછી નંદરાજાએ સુન્દર ધોબીને બોલાવી હુકમ કર્યો કે કપકના કપડાં તારે ત્યાં ધોવરાવવા લાવે ત્યારે તે પાછાં આપવાં નહીં. બન્યું પણ એમજ ! કેમકે કૌમુદી રથોત્સવના પ્રસંગે સુંદર બેબીને કપડાં ધોવા આપ્યાં, પરંતુ બે વર્ષ સુધી તે કપડાં પાછાં મલ્યાં જ નહીં. ત્રીજા વર્ષને પ્રારંભ થતાં જે કલ્પકે બીને સંભળાવી દીધું કે “ હવે હું એ મારાં કપડાં પાછાં તે લઈશ, કિન્તુ તે તારા લેહીથી રંગીને લઇશ. અમારું વચન કદાપિ અસત્ય થવાનું નથી.”
ત્યારપછી એક રાત્રે તેણે દેબીના ઘર પર આવી કપડાં માગ્યાં. ધોબીએ કલ્પકને ગુસ્સાવાળે ચહેરે દેખી પિતાની પત્નીને કપડાં આપી દેવા કહ્યું. ધોબણે પેટીમાંથી, કપડાં બહાર કાઢ્યો કે તુરત કપકે તે કપડાં લઈ છુરી વડે ધોબીનું પેટ ચીરી તેના લેહી વડે કપડાં રંગી નાખ્યાં. બણ આ કરપીણ ખૂનને દેખી શકી નહીં. તે એકદમ બોલી ઉઠી કે આમાં મારા પતિને કાંઈ અપરાધ નથી. માત્ર રાજાના કહેવાથી તેમણે તમારાં કપડાં આપ્યાં ન હતાં. કલ્પકે “આ રાજાનું કામ છે, અને મને દેહાંત દંડની સજા મળશે ? એમ ખ્યાલ આવવાથી ધાબીના ખૂનની જાહેરાત થાય તે પહેલાં રાજાને મળવાનો નિર્ણય કર્યો અને તે પ્રાતઃકાળમાં જ રાજાની સામે રાજસભામાં આવી ઉભ.
રાજા નંદે પ્રસન્ન થઈને કલ્પકને પ્રધાનમંત્રી બનવા માટે આજે પુનઃ આગ્રહ કર્યો. કલ્પકે પણ રાજાનું વચન માની, મંત્રી મુદ્રા ધારણ કરી અને રાજાએ તેને પોતાની પાસે ગાદી પર બેસાડો. થેડી વાતચીત થતાં રાજાના દિલમાં કલ્પક માટે ઘણે આદરભાવ
For Private And Personal Use Only