Book Title: Jain Satyaprakash 1938 03 SrNo 32
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ૮1 મહામંત્રી કહ૫ક [૧૯૫] કુટુંબના દરેક માણસે એક પછી એક મૃત્યુ પામી દેવલોકના અતિથિ બન્યા. ઉપરથી હમેશાં ખોરાક તથા પાણી આવતાં હતાં તેના આધારે માત્ર એક મહામંત્રી કલ્પક જીવતો રહ્યો. પરંતુ શહેરમાં અને અન્ય દેશોમાં એવી અફવા ફેલાઈ ગઈ કે મહામંત્રી કલ્પક મૃત્યુ પામ્યો છે. મહારાજા નંદના શત્રુઓ આવા પ્રસંગની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે તેમને જાણ થઈ કે મહામંત્રી કલ્પક મરી ગયો છે એટલે તુરત સૈન્ય તૈયાર કરી તે પાટલીપુત્ર પર ચડી આવ્યા. અને નંદનું રાજ્ય જડથી ઉખડી જાય એવી પરિસ્થિતિ ઉભી કરી. મહારાજા નન્દને હવે કલ્પક યાદ આવ્યા. તેના ગુણ સાંભર્યા. પિતાના ખુશામતિયા મંત્રીઓની નબળાઈને ખ્યાલ આવ્યો અને પોતે મંત્રીની જાળમાં આબાદ ફસી ગયા છે એનું ભાન થયું. તેણે અંધારા કુવામાં કલ્પક જીવતે છે કે મરી ગયો છે તેની તપાસ કરાવી, અને કપકને જીવતે જાણી બહાર કાઢી સારાં વસ્ત્ર પહેરાવી પાલખીમાં બેસારી શત્રુઓ દેખી શકે એવી રીતે, ગઢની રાંગે રાંગે ચારે બાજુ ફેરવ્ય. શત્રુઓને તે ખાતરી હતી કે કલ્પક તો મરી ગયો છે, માટે મહારાજા નેદે આ બનાવટી કલ્પક ઉભો કર્યો છે, એટલે તેઓએ વધારે શોર મચાવ્ય અને અધિક ઉપદ્રવ કરવા લાગ્યા. સબ્ધિની શરતે મહામંત્રી કલ્પકે શત્રના મંત્રીને સન્ધિ કરવા માટે ગંગા નદીની મધ્યમાં આવવા પત્ર દ્વારા આમંત્રણ મોકલ્યું. અને તે બન્ને મંત્રીઓ વહાણ દ્વારા ગંગાના મધ્ય ભાગમાં આવી મલ્યા. મહામંત્રી કપકે ત્રણ સંકેત બતાવ્યા – ૧ શેરડીને સાઠે બતાવીને પૂછયું કે-આનું મૂળ તથા છેડે કાપી નાંખવાથી બાકી શું રહે ? ૨ કિનારા પર મહીયારી ચાલી જતી હતી. એક પુરૂષે આવી છે કે મારી તેની મટકી ફેડી નાંખી. અને કાગડા આવી તેનું દહીં ખાવા લાગ્યા. કપકે શત્રુમંત્રીને આંગળી વડે તે ઘટના બતાવી. ૭ કલ્પકે પિતાના વહાણ વડે શત્રુમંત્રીના વહાણને ત્રણ પ્રદક્ષિણા આપી. આ ત્રણે સંકેતોને પરમાર્થ નીચે પ્રમાણે હતા – ૧ જેમ શેરડીનું મૂળ તથા છેડે કાપવાથી શેરડી વધતી નથી અને મીઠાશ જામી રહે છે, તેમ સત્ય સધિ તથા પ્રપંચ સધિ કરવાથી અશાન્તિ વધતી નથી અને હાસ ન થવાથી ક્ષત્રિયોની જાતિ વધતી રહે છે. આ બન્ને બાબતે લક્ષ્યમાં લઈને સબ્ધિ કરવાની છે. ૨ જેમ ધોકાથી મટકી ફૂટી ગઈ અને દહીં કાગડા ખાઈ ગયા તેમ મારા બુદ્ધિ પ્રયોગથી તમારા પક્ષમાં ફૂટ પડશે અને તમારું સૈન્ય વીખરાઈ જશે. માટે સમજીને કામ . ૩ જેમ હું મારા વહાણ વડે તમારા વહાણને ચારે બાજુ વીટું છું તેમ અમારું સૈન્ય તમારા સૈન્યને વીંટી લેશે. એ નક્કી માનજે. શત્રુનો મંત્રી બુદ્ધિવાન હતો, સન્ધિના કામમાં પ્રવીણ હતા, પરંતુ તે મહામંત્રી કપકના આ સંકેતેને સમજી શકશે નહીં. અને મહામંત્રી કલ્પના મુખ સામે તાકતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44