________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ ] પૂણચન્દ્રાચાર્ય કે ચન્દ્રાચાર્ય
[૨૧] આ ઉપરથી જોઈ શકાયું હશે કે કોઈ એક આચાર્યનું નામ પૂર્ણચન્દ્ર હોય તે તેમાં કશું જ ખોટું નથી.
હવે બીજા પ્રશ્નનો ઉત્તર વિચારીએ. સમાતા અને સંપૂર્ણ એમ બંને પદોનો નિર્દેશ વિચારણીય છે. આથી અત્રે “સંપૂર્ણચન્દ્રાચાર્ય ” નામ હોવાની સંભાવના માટે અવકાશ મળે છે, પરંતુ આવું કઈ નામ જાણવા જેવામાં નહિ હોવાથી અથવા તે હસ્તલિખિત પ્રતિઓના અભ્યાસીઓને સુવિદિત છે તેમ અમુક અક્ષરને નિરર્થક સૂચવવા માટે તેના ઉપર લખાતા અનુસ્વારની પદ્ધતિને ધ્યાનમાં રાખીને “ સં” વધારાનો ગણાય તો તે અવાસ્તવિક નથી. વિશેષમાં પૂર્ણ ચંદ્રાચાર્ય એવું નામ મળે છે. અને લહિયાની ઉપયુકત પદ્ધતિ પણ છે એટલે જ્યાં સુધી શ્રીયુત નવાબ કે અન્ય કે માતા શબ્દ વાપરવાનું કારણ તેમજ સંપૂર્ણ શબ્દ વિભક્તિના પ્રત્યય રહિત વાપરવાનું કારણ લેખકની બેદરકારી કે અનભિજ્ઞતા સિવાયનું રજુ ન કરે ત્યાં સુધી તે ચંદ્રાચાર્યને બદલે પૂર્ણચંદ્રાચાર્ય નામ વધારે વાસ્તવિક જણાય છે. વિશેષમાં ઉપર આપેલા ત્રીજા પ્રશ્નમાં નોંધેલ ઉલ્લેખ પણ એ જ વાસ્તવિક હોવાનું સમર્થન કરે છે, કેમકે નહિ તે ત્યાં વપરાયેલ માતા શબ્દ નિરર્થક માનવો પડે અને એ પ્રતિના લહિયાને પણ ‘ પૂર્ણ” શબ્દ વિભક્તિના પ્રત્યય વિના રજુ કરનાર કોઈ સંસ્કૃતનો અનભિજ્ઞ હોવાની સંભાવના કરવી પડી.
આ રીતે ત્રીજા પ્રશ્ન વિષે પણ પ્રસંગવશાત વિચાર થઈ જાય છે એટલે મારી શ્રીયુત નવાબને વિનંતિ છે કે તેઓ મેં દર્શાવેલી હકીકત વિચારે અને તેમનું હવે શું કહેવું છે તે સપ્રમાણ રજુ કરે.
ચોથા પ્રશ્નનો ઉત્તર આપવા માટે મારે પં. બેચરદાસે સંપાદિત કરેલી લઘવૃત્તિ જેવી જોઈએ, પરંતુ તે મારી પાસે નથી એટલે એ પ્રશ્ન તેમજ શ્રી ચંદ્રણ ક્ષમાશ્રમણ તે શ્રી સિંહતિલકસૂરિએ નિદેશેલ ચન્દ્રશેણુ પૂજ્યાચાર્ય અને તે પણ “બ્રસેનસ્વામિના શિષ્ય અને ચંદ્રશાખાના સ્થાપક જ હોવા જોઈએ ” ઇત્યાદિ જે વક્તવ્ય શ્રીયુત નવાબે રજુ કર્યું છે તે વાસ્તવિક છે કે નહિ એ પ્રશ્ન પણ આગળ ઉપર વિચારવાની અભિલાષા ધરાવતો હું વિરમું છું.
ગોપીપુરા, સુરત. તા. ૨૧-૨-૩૮
૪ સાથે સાથે તેઓ એ પણ જણાવવા કૃપા કરે કે પ્રસ્તુત લધુવૃત્તિના ર્તાનું નામ ચન્દ્રાચાર્ય છે, એવું સૂચન પૂર્વે અન્ય કોઇએ કર્યું છે કે નહિ અને જે કર્યું હોય તે આ એમનું ઉપજીવિત કથન
For Private And Personal Use Only