Book Title: Jain Satyaprakash 1937 07 SrNo 23 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગંબરોની ઉત્પત્તિ EEEEEEEEEEE લેખક : આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનંદસૂરિજી (ગતાંકથી ચાલુ) દિગમ્બરનું ઉપકરણાદિનું ઉથાપકપણું : શ્વેતામ્બર જૈને એ જ્યારે કુદેવના લક્ષણ તરીકે મોહ,મિથ્યાત્વ, અજ્ઞાન વગેરે દેષ – કે જે ઘાતી કર્મના ઉદયથી જ હોય છે તેને-માન્યા અને તેવા ઘાતી કર્મના ઉદયથી થવાવાળા દેને અભાવ સુદેવમાં હોય એમ માન્યું કે જેથી તેમનું કુદેવત્વ નથી એમ નક્કી થાય, છતાં દિગમ્બરભાઈઓએ ફકત સંયમનાં ઉપકરણને ઉપકરણ તરીકે ન માનવાની ખાતર સ્ત્રીને નગ્નપણું ન જ હોય એમ નિશ્ચય માની, સ્ત્રીને ચારિત્રને અભાવ મા, તેમજ તે ચારિત્ર નહિ હેવાને લીધે કેવલજ્ઞાન અને મોક્ષને પણ સ્ત્રીને માટે નિષેધ કર્યો. અને તે જ સંયમના ઉપકરણને ઉપકરણ તરીકે ન માનવાના પ્રતાપે નગ્નપણને આગ્રહ રાખ પડ્યો અને એ નગ્નપણના આગ્રહને લીધે જ અન્ય તિર્થિક અને ગૃહિલિંગીની શાસ્ત્રકારોએ માનેલી સિદ્ધિ ઉઠાવવી પડી. તે અન્યલિંગ અને ગૃહિલિંગની સિદ્ધિ નહિ માનવાથી જે જૈનશાસન બાહ્યલિંગ અને બાહ્યત્યાગને માટે અનેકાન્તિક હતું અને માત્ર ભાવલિંગને માટે એકાન્તિક હતું તેની જગે પર આ દિગમ્બરભાઈએને માત્ર દ્રવ્યલિંગ અને દ્રવ્યત્યાગને જ એકાન્તિકપણે માનવું પડયું. એ હિસાબે, દિગમ્બરભાઈએાની અપેક્ષાએ, દ્રવ્યલિંગ હોય ત્યાં જ ભાવલિંગ હોય અને ભાવલિંગ હોય ત્યાં જ દ્રવ્યલિંગ હાય એવી રીતે દ્રવ્યલિંગ અને ભાવલિંગનું સમવ્યાપકપણું થઈ જાય અને તેથી દ્રવ્યલિંગ અને ભાવલિંગ એવા ભેદે સહેજે શાસ્ત્રકારોએ જણાવ્યા છે તે જુદાપણે રહે જ નહિ. વળી આવી રીતે સંયમનાં ઉપકરણે જે પાત્ર વગેરે હોય છે, તેને પણ દિગમ્બરભાઈઓને ઉપકરણ તરીકે ન માનવાનું થયું અને તેથી તત્વાર્થ વગેરે સૂત્રકારોએ “વૈયાવૃત્ય” વગેરે જે સાધુઓના ગુણે જણાવ્યા છે તે પણ તે લોકોને માનવાના રહ્યા જ નહિ. તેઓના મતે આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, બાળ, ગ્લાન, વગેરે કેઈને પણ કઈ પણ અવસ્થામાં અશન-પાન વગેરે લાવી આપવાનું રહેતું જ નથી. ઉપર જણાવ્યા પ્રમાણે ઉપકરણના ઉત્થાપનથી જે અનેક અનર્થો દિગમ્બર ભાઈઓને ઉઠાવવા પડ્યા છે તેવી જ રીતે પાત્રાદિક For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46