Book Title: Jain Satyaprakash 1937 07 SrNo 23
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૩ સમ્યગ્દર્શન આદિ ભગવતેએ પણ કર્મપ્રવાદપૂર્વને અનુસરીને બનાવેલા શ્રી પંચસંગ્રહ વગેરે અપૂર્વ કર્મ તત્ત્વજ્ઞાનના અનેક ગ્રંથમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે અબાધા કાલનું અને ઉદયાવલિકામાં આવતા વિવિધ કર્મોની નિષેકરચનાનું સવિસ્તર વર્ણન કર્યું છે. કર્મોને ભોગવવાના સંબંધમાં એ પણ સમજવું જ જોઈએ કે સાંસારિક જીવ વડે મિથ્યાત્વાદિ હેતુઓની મદદથી જે કરાય તે કર્મ કહેવાય. જુઓ. “જીદ કપ દેfઉં જેને તો મા ” આ કર્મના ચાર ભેદો છે: ૧ પ્રકૃતિ, ૨ સ્થિતિ, ૩ રસ અને ૪ પ્રદેશ [ જુઓ-પરિપvલા તં ST] તેમાં દરેક કર્મના દલિયાઓ તો જરૂર ભોગવવા જ જોઈએ અને એ જ આશયથી કહ્યું પણ છે કે – अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥ नाभुक्तं क्षीयते कर्म, कल्पकोटीशतैरपि ॥१॥ અર્થ–બાંધેલાં સારાં અથવા ખરાબ કર્મો (પ્રદેશોની અપેક્ષાએ) જરૂર ભેગવવાં જ જોઈએ, પરંતુ સો કરોડ કલ્પ (દીર્ધકાલ વિશેષ) જેવા લાંબા કાલે પણ ભોગવ્યા સિવાય કર્મોને ક્ષય થાય નહિ. અને શ્રી કમપ્રકૃતિ વગેરે શાસ્ત્રમાં જે અપવર્તના કહી છે, તે કર્મ દલિકામાં રહેલા રસની અને રસાધીન સ્થિતિની અપેક્ષાઓ જાણવી. આવા જ આશયથી સરસ્વતીનું વરદાન મેળવનાર અને વ્યવહારાદિ સૂત્રની ટીકાઓ બનાવનારા આચાર્ય શ્રી મલયગિરિજી મહારાજાએ શ્રી સમવાયાંગ સૂત્રના ઉપાંગ શ્રી પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં કહ્યું છે કેઃ બે રીતે કર્મ ભોગવાય છે. એક તો પ્રદેશથી અને બીજી રીતે રસથી. તેમાં પ્રદેશ (કર્મ) ની અપેક્ષાએ દરેક કર્મ અવશ્ય ભોગવવું પડે છે, અને રસની અપેક્ષાએ વિકલ્પ કર્મ ભગવાય છે. એટલે કર્મને રસ નિકાચિત હોય તો ભગવાય, અને અનિકાચિત હોય તે ન પણ ભોગવાય, કારણકે નિર્મલ અધ્યવસાયના પ્રતાપે તે તે કર્મના રસની અપવર્તાના (ઘટાડો) થાય છે. વસ્તુસ્થિતિ આવી હોવાથી શુભ પરિણામથી સ્થિતિરસની અપવર્તન થાય, તેમાં કૃતનાશાદિ દેષ (વિરોધ) કહી શકાય જ નહિ. કારણકે તેવા પ્રકારના નિર્મલ અધ્યવસાયોના પ્રતાપે રસનો ક્ષય (નાશ) થાય તો તેમાં ગેરવ્યાજબીપણું છે જ નહિ. જેવી રીતે સૂર્યનાં કિરણોને તાપ લાગવાથી શેલડીમાં રહેલો રસ સૂકાઈ (નષ્ટ–ક્ષીણ થઈ) જાય છે, તેમાં કૃતનાશ અને અકૃતાગમ નામના દોષો હોય જ નહિ, તેવી રીતે ઉપર જણાવ્યા મુજબ રસનો ક્ષય થાય તેમાં પણ બંને દોષોમાં એક પણ ઘટી શકે જ નહિ તથા દરેક કર્મની સ્થિતિ પણ કર્મ દલિકામાં જેટલા પ્રમાણમાં રસ હોય, તેને અનુસારે જ નિયમિત હોવાથી શાસ્ત્રકાર ભગવંતે રસાધીન સ્થિતિ કહી, તે વ્યાજબી જ છે. માટે જ અનુભવધારા સ્પષ્ટ શબ્દોમાં, પૂછનારને કહી દેવું જોઈએ કે રસના નાશથી સ્થિતિનો અવશ્ય નાશ થાય, તેમાં કોઈ પણ જાતને વિરોધ હોઈ શકે જ નહિ. વળી સમજવા જેવી બીના એ છે કે—જે કર્મ જેવી રીતે (જેટલી સ્થિતિનું) બાધ્યું હોય તે કર્મ તેવી રીતે જ (તેટલા ટાઈમ સુધી જ) ભોગવવું જોઈએ, એ નિયમ સ્યાદ્વાદશૈલી પ્રમાણે હોઈ શકે જ નહિ. જો તેમ હોય તો પ્રભુની પૂજા કરવી, વિવિધ તપશ્ચર્યા કરવી, વગેરે ઉત્તમ અનુષ્ઠાને અશુભ (પાપ) કર્મોનો ક્ષય કરવામાં અસમર્થ નીવડશે, જેથી પૂજા વગેરે વ્યર્થ થઈ જાય. પરંતુ પ્રભુદેવનું પરમ પવિત્ર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46