Book Title: Jain Satyaprakash 1937 07 SrNo 23
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ અષાડ પ્રવચન તેમ કહેતું જ નથી. તે તો એમ કહે છે કે–પ્રભુ પૂજાદિ અનુષ્ઠાને લાંબી સ્થિતિવાળાં કર્મોને પણ અલ્પકાળમાં હઠાવી શકે છે, માટે તેવી ક્રિયા કર્યા વિના આત્માનું કલ્યાણ છે જ નહિ. વળી બાંધ્યા પ્રમાણે કર્મ ભોગવાય જ, એમ માનવામાં બીજો પણ અનિષ્ટ વિરોધ એ આવશે કે–તે ભવમાં મુક્તિગામી જીવોને પણ પૂર્વ કર્મો તે તે વિપાકોદય સ્વરૂપે ભોગવતાં ભોગવતાં પણ, સમયે સમયે ઘણું નવાં નવાં કર્મો બંધાતાં હોવાથી, તેમની મુક્તિ ન થવી જોઈએ, પણ તેમ તે છે જ નહિ. તેવા તદ્દભવ મુક્તિગામી છવી તે અનંતા પૂર્વ કાલમાં ડાકાલમાં કર્મોને ખપાવી મુક્તિ પદ પામ્યા છે. વર્તમાનમાં ચોથા આરાના સુખવાળા મહાવિદેહ ક્ષેત્રમાં પામે છે અને ભવિષ્યમાં પણ શ્રી પદ્મનાભાદિ તીર્થકરોના શાસનમાં પરમ પદ પામશે એમ આગમ, યુક્તિ અને અનુભવગમ્ય વસ્તુસ્થિતિને જાણકાર પક્ષકાર જરૂર સમજશે કે-કેડિકેડી સાગરોપમ પ્રમાણે લાંબી સ્થિતિવાળાં કર્મો પણ થોડા ટાઈમમાં નીરસપણે પ્રદેશથી ભગવાય છે. તે જ કારણથી અસંખ્યાતા ભવોમાં તેવા પ્રકારના વિચિત્ર અધ્યવસાયોથી જુદી જુદી ગતિમાં રઝળાવનારાં, બાંધેલાં કર્મો તે (વર્તમાન–છેલ્લા) ભવમાં પણ સત્તામાં હોય, છતાં પ્રબલ નિર્બલ અધ્યવસાયના પ્રતાપે તે બાંધેલાં બધાં કર્મોનો ક્ષય થઈ શકે છે. તથા જે કર્મ, બાંધવાના ટાઈમે, તેવા પ્રકારની રસાપત્તનાને લાયક જે બાંધ્યું હોય તો તે કર્મ તેવી રીતે નીરસ ભોગવાય, એમાં લગાર પણ આશ્ચર્ય નથી, કારણ કે દ્રવ્ય, ક્ષેત્ર કાલ, ભાવ અને ભવ, આ પાંચ (ક્ષયોપશમાદિનાં) કારણોમાંના કઈ પણ કારણથી થતા કર્મોના ક્ષય, પશમ અને ઉપશમ જેવી રીતે જુદી જુદી જાતના હોય છે, તેવી રીતે જેમની મદદથી કર્મો બંધાય છે તેવા અધ્યવસાય સ્થાન જુદી જુદી જાતનાં હોવાથી સ્થિતિ અને રસનો ઉપક્રમ (ઘટાડો) કરાવી શકે છે. તાત્પર્ય એ કે–અસંખ્યાતા લોકાકાશના પ્રદેશોની જેટલાં, તે ઉપર જણાવેલાં અધ્યવસાય સ્થાનકમાં કેટલાંએક અધ્યવસાય સ્થાનકે (જેમાં સ્થિતિરસને ઘટાડો થઈ શકે એવાં) સોપક્રમ કર્મ બંધમાં કારણ છે, અને કેટલાએક અધ્યવસાય સ્થાનકે નિરૂપક્રમ (જેના સ્થિતિરસનો ઘટાડે ન થઈ શકે એવાં) કર્મબંધને ઉત્પન્ન કરનાર છે. માટે જે કર્મ જેવા અધ્યવસાય (પરિણામ)થી બાંધ્યું હોય તે કર્મ તેવી રીતે ભગવાય. ( અનુભવાય ) આ પ્રમાણે વસ્તુસ્થિતિ હેવાથી કૃતનાશ અને અકૃતાગમ દે સ્થિતિ બંધમાં કહી શકાય જ નહિ. આ પ્રસંગે એ પણ વિચાર ન જ ભૂલવો જોઈએ કે એક બાબતમાં જો કારણો જુદાં જુદાં હોય તે કાલભેદ દેખાય છે. જેમ ઘણા શિષ્યો એક જ શાસ્ત્રનો સાથે અભ્યાસ કરતાં હોય, છતાં પણ બુદ્ધિની તરતમતાથી કેટલાએક તીવ્ર બુદ્ધિશાલી શિષ્યો થોડા ટાઈમમાં એ શાસ્ત્ર ભણી શકે છે અને સામાન્ય બુદ્ધિવાલા શિષ્યોને તે જ શાસ્ત્ર ભણતાં ઘણો ટાઈમ લાગે છે. જેમ અહીં કાલભેદ દેખાય છે, તેવી જ રીતે ઘણાં જીવોએ એક સરખી સ્થિતિવાળું કર્મ બાંધ્યું હોય, તેમાં પરિણામની તરતમતાથી અનુભવકાલ જુદા જુદા દેખાય છે. એટલે શ્રી વીતરાગ પ્રભુએ કહેલા પવિત્ર સંયમાદિ અનુષ્ઠાન સાધવાથી જેઓ સારા અધ્યવસાયવાળા હોય, તેઓ લાંબી સ્થિતિવાળાં કર્મોને થોડા ટાઈમમાં ભગવે છે, અને હિંસાદિમાં આસક્ત હોવાથી અશુભ પરિણામવાળા છો તેવા લાંબી રિથતિવાળાં કર્મોને ઘણે ટાઈમે ભોગવે છે. (અપૂર્ણ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46