________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્રા અકબરને ધર્મ-મત તરીકે જાહેર કરી મોજતાહેદનું ઉંચું આસન લીધું. હવે પછી ધર્મની વિષમતાઓમાં તેને જ મત સત્ય રૂપે માનવ, કોઈ એ શાસનકાર્યમાં કે ધર્મ-કર્મમાં તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહીં !.... દીનઈલાહીનું પ્રવર્તન :
અસ્તુ. અકબરનું સત્યવેષી હૃદય આથી પણ સંતોષાયું નહીં. તે પેલી જુગ જૂની ગૂઢ રહસ્યવાળી “સત્ય શું અને કયાં છે. ” વાણીને ઉત્તર મેળવી શક્યો નહિ. બીજી બાજૂ તેને આદર્શ ભિન્ન ભિન્ન મતવાળા અગણિત પ્રજા સિંધમાં મેળ કરવામાં સફળ ન નીવડયો. અંતે તેણે ઘણી શેધ અને વિચાર પછી પોતાના “દીનઈલાહી ” મતને પ્રચાર કર્યો. તેણે આ ધર્મવાદથી સમગ્ર પ્રજાને એક બંધનમાં બાંધવાનો સંકલ્પ કર્યો. અબુલફજલ અને ફ્રેઝી પોતાના પુસ્તકમાં “દીનઈલાહી ”ના નિયમો અને પાલન-રીતિનું વિશદ વર્ણન કરે છે આ મતવાળા એકબીજાને “ અલાહ–અકબૂર ” કે “જલ્લા–જાલાલૂ દૂ” કહી સકારતા હતા – સંબોધન કરતા હતા. આ મતના પ્રવર્તક તરીકે અકબરને માનવો અને તેના માટે જીવન, લક્ષ્મી, સન્માન તથા ધર્મ (દીન) ને ત્યાગ કરવો, તે આવશ્યક મનાતું હતું.
દયા-દાક્ષિણ્યતા રાખવી, જન્મોત્સવ ઉજવે, માંસભક્ષણ છોડવું, માંસાહારી કે પશુઘાતકની સાથે ભોજન સબંધ ટાળ; દીનઈલાહી ધર્મ પાળનારાઓના આ આવશ્યક કાર્યો હતો
અકબરે નેવે મત ચલાવે ખરે, કિન્તુ તેણે પ્રચારનું સ્થાન લીધું નહીં. તેણે સ્વયં પ્રચારક તરીકે રહીને કેઈને બીક કે દબાણથી તે ધર્મને માનનારે બનાવ્યો ન હતો. તેની ખાસ માન્યતા હતી કે જેનું દિલ આકર્ષાશે તે આ મતમાં આવશે. એટલે તેણે સાધારણ જનતાની વિવેક બુદ્ધિ તથા દિલને આકર્ષવાનું ઉચિત ધાયું છે, લોભ કે ભયથી બીજાને આકર્ષવાનું તેને પસંદ ન હતું. બદાઉની જણાવે છે કે રાજા ભગવાનદાસ અને રાજા માનસિંહે આ મતને સ્વીકારવાનો ઈન્કાર કર્યો પરંતુ અકબરે તેઓને આ મત માટે ફરીવાર કંઈ પણ કહ્યું નહીં. આ સિવાય, તેના ધર્મમાં દાખલ થએલ મનુષ્યોની સંખ્યા બહુ ઓછી પ્રમાણમાં હતી. યદિ અકબરને પ્રધાન ઉદેશ “દીન-ઈલાહી ” મતમાં માનવ સંખ્યા વધારવાનો હોત તો તે માટે અકબર બહુ જ યુક્તિ તથા લક્ષ્મીથી તે કાર્યને જલદી સાધી શકત.
* બંગાળી ભાષાના પ્રસિદ્ધ માસિક પત્ર “પ્રવાસી”ના વર્ષ ૩૩, ખંડ ૨, અંક ૫માં અબદુલ મકદમ નામના મહાશયે લખેલ લેખને અનુવાદ.
સૂચના પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજની સમીક્ષાત્રમાવિષ્યરળ શીર્ષક ચાલુ લેખ આ અંકમાં આવ્યો નથી.
For Private And Personal Use Only