Book Title: Jain Satyaprakash 1937 07 SrNo 23
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષાડ ૬૧૪ શ્રી જૈન સત્ય પ્રકાશ ઉપર નથી તે કવિ ભાલણનું નામ, કે નથી આકૃતિ તૈયાર કર્યાની તારીખ કે નોંધ. પતરાં ઉપર તો છે ફક્ત “પુરુષોત્તમ મહારાજનું નામ, વિદ્વાનોની માન્યતા છે કે કવિ ભાલણ પછીથી – વૃદ્ધાવસ્થામાં આ નામથી ઓળખાતા હતા. તેઓ પિતે જ જણાવે છે કે સંખ્યાબંધ જૈનગ્રંથોના અભ્યાસ પછી આ મત પોતે ઉચ્ચારે છે તે સંખ્યાબંધ સચિત્ર ગ્રંથોમંથી એક પણ ચિત્ર તેઓશ્રી કુમારપાલના નામથી ઓળખાતી પ્રતિકૃતિ સાથેની સરખામણી માટે ન મેળવી શક્યા કે તેને બાજુએ રહેવા દઈને એક સામાન્ય ચાંદીના પતરા ઉપર કરી કાઢેલી જૈનેતર કવિ ભાલણની સામાન્ય કૃતિ સાથે સરખામણી કરીને આ કળાનું મૂલ્યાંકન કરવા માટે તેઓશ્રી તત્પર થયા. વળી આ કળાને “ભાવદર્શન, ચલન અને વિદ્યાનનાં લક્ષણોમાં દીન અને સુંદરતા તથા આકર્ષણ વિહેણી' તથા તેના પોષકાને પણ ‘કલ્પનાવિહોણ, પુણ્યની વાંછનાવાળા અને પૈસાના મૂલ્યને ન ભૂલનારા' તરીકે ઓળખાવે છે ! આ કલાની ભાવદર્શનતા, વિધાનના લક્ષણોમાં સંપૂર્ણતા, આકર્ષકતા વગેરેના પુરાવાઓ મારા ગ્રન્થમાં રજુ કરેલાં ચિત્રો જ રજુ કરશે, પરંતુ ભયંકર યવનવિલવના પ્રદીપ્ત અગ્નિમાં જે સમયે સમસ્ત ભારતવર્ષના ગ્રંથરત્નો બળીને ભસ્મિભૂત થઈ રહ્યા હતા, તે સમયે જે કેમના શ્રીમાનએ અપૂર્વ કુનેહબાજી અને અઢળક સંપત્તિનો વ્યય કરીને આ કળાના મહામૂલ્ય અવશેષો સાચવી રાખ્યા અને તક મળે કળાકારોને પિષીને સંખ્યાબંધ ચિત્રો ચીતરાવ્યાં, અસંખ્ય દેવાલો ઉભા કર્યા તે કોમના શ્રીમાનેને ‘ક૯પનાવિહોણા, પુણ્યની વાંછનાવાળા અને પૈસાના મૂલ્યને ન ભૂલનારા' તરીકે એાળખાવતાં આ કળાના પિષકોને ભયંકર અન્યાય થતો હોય એમ લાગે છે. અંતમાં, મારા આ ક્ષુદ્ર પ્રયત્નથી ગુજરાતી પ્રજા, પિતાના નાશ પામતા કિમતી કળાના અવશેષો સાચવવા કટિબદ્ધ થઈને પૂર્વે થઈ ગયેલા મહાપુરુષોની અમૂલ્ય કૃતિઓનું સંરક્ષણ તથા તેને પ્રચાર કરવા ઉજમાળ થશે તે મારી તથા મારા સાથીદારોની આ સંગ્રહ પ્રગટ કરવાની મહેનત સફળ થઈ માનીશ. મારા આ પ્રયત્નની સફળતા–અસફળતાનો આધાર તેને ગુજરાતી પ્રજા તરફથી મળતા આવકાર ઉપર રહેલ છે. (સંપૂર્ણ) (૬૧૦માં પાનાથી ચાલુ) ધનપાલના પાંડિત્ય ઉપર મુગ્ધ થઈ મુંજરાજે તેને કૂર્ચાલસરસ્વતીનું મહત્ત્વસૂચક બિરૂદ આપ્યું હતું. આ રીતે મુંજ અને ભોજ બંનેને તે બહુ માન્ય હતો. કવિ ધનપાલનો રાજસભામાં પરિચય, પાઈએલચ્છીએ નામમાળા એ નામનો પ્રાકૃત શબ્દકોશ બનાવ્યા પછી બે વરસ પર ગાદી પર આવનાર મુંજરાજના સમયથી શરૂ થયો અને ભોજના સમયમાં સંપૂર્ણ કળાએ પહોંચ્યો. આ રીતે ધનપાલને સત્તાસમય ૧૧મા સૈકાના પ્રથમ પાદથી શરૂ થશે. (અપૂર્ણ) २. श्रीमुजेन "सरस्वतीति" सदसि क्षोणीभृता व्याहृतः ॥ १२ ॥ ति०म० કાતિ વિયં સેતુ “ શીર્વાટરરત” | ર૭૨ // ૫૦ ૪૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46