Book Title: Jain Satyaprakash 1937 07 SrNo 23
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યગ્દર્શન લેખક આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયદ્રસૂરિજી (ગતાંકથી ચાલુ) સમ્યગ્દર્શન પામવાની સંક્ષિપ્ત પ્રણાલિકા-પદ્ધતિ પ્રથમ સમ્યગ્દર્શન પામનારા ભવ્ય જ પરિણામ અર્થવાળાં ત્રણ કરો કરે છે ૧ યથાપ્રવૃત્તિકરણ, ૨ અપૂર્વકરણ અને ૩ અનિવૃત્તિ કરશું. તેમાં યથાપ્રવૃત્તિકરણનું સ્વરૂપ ટુંકામાં આ પ્રમાણે સમજવું – જન્મ, ઘડપણ, અને મરણ તથા સંસારની વિવિધ ઉપાધિયોરૂપી જલ તરંગોથી ભરેલા એવા ભયંકર અપાર સંસારરૂપી સમુદ્રમાં મિથ્યાત્વ મેહનીયાદિક કર્મોની પ્રેરણાથી, અનંત પુદ્ગલપરાવર્તકાલ સુધી, અવ્યવહાર રાશિ સૂક્ષ્મ નિગોદના ભાવોમાં ઘણાં શારીરિક અને માનસિક અસહ્ય દુઃખોને ભેગવતાં ભગવતાં અકામ નિર્જરાદિ હેતુઓના પ્રતાપે વ્યવહાર રાશિમાં દાખલ થયેલા જીવને, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવ આ પાંચ કારણોમાંના કોઈ પણ કારણને લઈને તથા ભવ્યત્વ દશાને પરિપાક થવાથી જે અધ્યવસાય પ્રકટ થાય તે યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. આ કરણને પામેલા જીવો ઘણાં સાગરોપમ કેડીકેડી પ્રમાણ લાંબી કર્મોની વિવિધ સ્થિતિઓને અલ્પ કાલમાં નાશ કરે છે. એટલે પાંચમા આયુષ્યકર્મ સિવાય જ્ઞાનાવરણીય વગેરે સાત કર્મો પિકી દરેક કર્મને પલ્યોપમના અસંખ્યતમા ભાગે કરી ન્યૂન (ઓછા એવા) એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિવાલા કરે છે. એટલે બાકીની જુદા જુદા પ્રકારની લાંબી સ્થિતિઓનો નાશ કરી સાતે કર્મોની પણ અન્તઃ કડાકોડી સાગરોપમ પ્રમાણુ સ્થિતિ કરવી, એ આ યથાપ્રવૃત્તિકરણનું કાર્ય (ફલ) છે. બીજા ગ્રંથોમાં એમ પણ કહ્યું છે કે-અંતર્મુહૂર્તા પ્રમાણ સ્થિતિવાળા જે ઉત્તમ અધ્યવસાયો તે યથાપ્રવૃત્તિકરણ કહેવાય. અને આમાં આગળ આગળના સમયમાં પાછળ પાછળના સમયમાં થયેલા નિર્મલ અધ્યવસાય કરતાં વધારે સારા અધ્યવસાયે પ્રકટે, એ આ કરણનું ફલ સમજવું. જો કે ભૂલ દૃષ્ટિએ વિચાર કરતાં ઢાંકવા લાયક મૂલ (મુખ્ય) ગુણે આઠ હોવાથી મૂલ કર્મો આઠ છે, છતાં આયુષ્યની, બીજા કર્મોની સ્થિતિની અપેક્ષાએ, અલ્પ સ્થિતિ હોવાથી આ પ્રસ્તાવે તે (આયુષ્ય)નું વર્જન કરી સાત કર્મો લીધાં છે. તથા ઉપર જણાવ્યા મુજબ વિવિધ સ્થિતિઓને નાશ (ઘટાડો કરવાનું કારણ એ છે કે-જેમ લુગડાની ઉપર ઘીને ડાઘ લાગ્યો હોય તો તેની ઉપર ચીકાશને લઈને ઘણી ધૂળ ચેટવાથી તે ડાધ જોઈ શકાય નહીં, ધૂળ જે ખસે તો જ ડાઘ દેખાય, તેવી રીતે વિવિધ, લાંબી કર્મ સ્થિતિઓ (રૂપી ધૂળ) આ કરણથી જ્યારે દૂર ખસે (નાશ પામે), ત્યારે ભવિષ્યમાં બીજા અપૂર્વકરણથી ભેદવા લાયક (એવી) ગ્રંથિ (રૂપ ડાઘ) સ્પષ્ટ જોઈ શકાય છે. તાત્પર્ય એ કે જૈમ વિજયને ચાહનાર સુભટ શત્રુને જોયાબાદ હણીને વિજય મેળવે છે, તેમ અનિવૃત્તિકરણને ચાહનારે જીવ પ્રથમ કોણે કરી ગ્રંથિને જોયા બાદ હણીને અનિવૃત્તિકરણ પામે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46